અનોખું મંદિર! જ્યાં 108 વાર શ્રી રામ લખ્યા પછી જ મળે છે પ્રવેશ, જુઓ video

મંદિરના પૂજારી પ્રકાશ બાગરેચા કહે છે કે બજરંગબલી તેમની પાસે સ્વપ્નમાં આવ્યા અને તેમની પોતાની જમીન પર મંદિર બનાવવાનું કહ્યું. પછી 1990માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

અનોખું મંદિર! જ્યાં 108 વાર શ્રી રામ લખ્યા પછી જ મળે છે પ્રવેશ, જુઓ video
shree Ram
| Edited By: | Updated on: Aug 17, 2023 | 12:36 PM

ઈન્દોર(Indore) શહેરમાં ‘અપને રામ કા નિરાલા ધામ’ નામનું અનોખું મંદિર છે. આ મંદિરમાં જ્યાં સુધી ભક્તો 108 વાર રામનું નામ ન લખે ત્યાં સુધી તેમને પ્રવેશ આપવામાં આવતો નથી. મંદિરમાં સ્પષ્ટ લખેલું છે કે 108 વાર શ્રી રામ લખવાની શરતે જ અહીં પ્રવેશ આપવામાં આવશે. આ મંદિર વૈભવ નગર, કનેડિયા રોડ, ઈન્દોરમાં આવેલું છે. બજરંગબલીનું આ મંદિર પોતાનામાં અનોખું છે. જેની ખ્યાતિ દૂર-દૂર સુધી છે, જેના પરથી જાણી શકાય છે કે અહીં વિદેશી ભક્તો પણ દર્શન કરવા આવે છે.

આ પણ વાંચો : Shravan 2023: જાણો, ભગવાન શિવને સમર્પિત શ્રાવણ મહિનામાં શું કરવું અને શું ન કરવું જોઈએ?

આ મંદિરના પૂજારી પ્રકાશ બાગરેચા જણાવે છે કે બજરંગબલી તેમની પાસે સ્વપ્નમાં આવ્યા અને તેમની પોતાની જમીન પર મંદિરનું નિર્માણ કરાવવા કહ્યું. પછી શું હતું, 1990માં મંદિરનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું,આ મંદિરની ખાસ વાત એ છે કે બાલાજીના મંદિરની બરાબર ઉપર રાવણને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે રાવણની પ્રતિમાને પણ શિવની સામે ભક્તિ કરતા દર્શાવવામાં આવ્યા છે.

શ્રી રામચંદ્રજી મંદિરના રખેવાળ છે

આ મંદિરની બીજી ખાસ વાત એ છે કે આ મંદિરમાં આશ્રયદાતા શ્રી રામચંદ્રજી, પ્રમુખ હનુમાનજી, ખજાનચી કુબેર, સચિવ ભોલેનાથ, સુરક્ષા અધિકારી યમરાજ, એકાઉન્ટ્સ ઓફિસર ચિત્રગુપ્ત અને આર્કિટેક્ટ વિશ્વકર્મા બનાવવામાં આવ્યા છે.

ભગવાન રામની સાથે રાવણની પણ પૂજા

મંદિરમાં ભગવાન રામની સાથે રાવણની પણ પૂજા કરવામાં આવે છે અને રાવણ સિવાય કુંભકરણ, મેઘનાથ અને વિભીષણની મૂર્તિઓ પણ અહિં સ્થિત છે. તેની આગળ ત્રિજટા, શબરી, કૈકેયી, મંથરા અને સુર્પણખાની મૂર્તિઓ સ્થાપિત છે અને નજીકમાં અહિલ્યા, મંદોદરી, કુંતી, દ્રૌપદી અને તારાની મૂર્તિઓ સ્થાપિત છે.મંદિરની સ્થાપના કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે રામાયણના તમામ પાત્રો પૂજાપાત્ર છે. આ કારણે અહીં દરેકની મૂર્તિ રાખવામાં આવી છે. એવું કહેવામાં આવ્યું છે કે એક મહાન વિદ્વાન હોવાને કારણે રાવણ હંમેશા પૂજનીય રહેશે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો