બાળકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દેશે આ સંકટ ચોથ !જાણો કામનાપૂર્તિનો મંત્ર

|

Nov 12, 2022 | 6:27 AM

જો આપ જીવનમાં નાની નાની ખુશીઓનો આનંદ ઉઠાવવા માંગતો હોવ તો આજે સંકષ્ટી ચતુર્થીએ (sankashti chaturthi )ભગવાન ગણેશને બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. ભોગ અર્પણ કર્યા પછી તે પ્રસાદને નાની કુંવારી કન્યાઓમાં વહેંચી દેવો.

બાળકોના જીવનમાં પ્રગતિના દ્વાર ખોલી દેશે આ સંકટ ચોથ !જાણો કામનાપૂર્તિનો મંત્ર
Lord Ganesh (symbolic image)

Follow us on

સંકષ્ટી ચતુર્થીનું વ્રત એ જીવનના તમામ સંકટોનું શમન કરનારું મનાય છે. અને આજે શનિવારે આ જ શુભ સંયોગ સાંપડ્યો છે. કહે છે કે આ વ્રત કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહે છે. આ સિવાય પણ સંકટ ચોથના દિવસે અલગ અલગ ઉપાયો અજમાવવાથી જીવનમાં રહેલ ઘણી બધી સમસ્યાઓનું સમાધાન મળી જાય છે. ભગવાન ગણેશ બુદ્ધિ, સમૃદ્ધિ અને સૌભાગ્ય અર્પણ કરનાર દેવ છે. તેમની ઉપાસનાથી શીઘ્ર ફળની પ્રાપ્તિ થાય છે. ત્યારે આવો, જાણીએ કે વિવિધ કામનાઓની પૂર્તિ અર્થે આજે કયા કયા ઉપાયો અજમાવવા જોઈએ.

પરિવારમાં સુખ-શાંતિ અર્થે

જો આપના પરિવારમાં સુખ-શાંતિનો કાયમી વાસ કરવો હોય તો આજે ગણેશજીને લાલ રંગના પુષ્પ અર્પણ કરવા. સાથે જ તેમને પુષ્પ અર્પણ કરતી વખતે મનમાં “ૐ ગં ગણપતયે નમ:” મંત્રનો જાપ કરવો.

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

નોકરીમાં બઢતી અર્થે

જો આપ આપની નોકરીમાં પ્રમોશન કે બઢતીની કામના રાખતા હોવ તો આજના દિવસે 8 મુખી રુદ્રાક્ષની વિધિ વિધાન સાથે પૂજા અર્ચના કરીને તેને ગળામાં ધારણ કરવો જોઈએ.

જીવનમાં ખુશીઓ અર્થે

જો આપ જીવનમાં નાની નાની ખુશીઓનો આનંદ ઉઠાવવા માંગતો હોવ તો આજે ભગવાન ગણેશને બુંદીના લાડુનો પ્રસાદ અર્પણ કરવો જોઇએ. ભોગ અર્પણ કર્યા પછી પ્રસાદને નાની નાની કુંવારી કન્યાઓમાં વહેંચી દેવો. માન્યતા અનુસાર તેનાથી ભગવાન ગણેશના આશીર્વાદની પ્રાપ્તિ થશે.

સમસ્યાઓમાંથી મુક્તિ અર્થે

જો આપના જીવનમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ચાલી રહી હોય અને તમે ઇચ્છતા હોવ કે ખૂબ જ ઝડપથી તમે આ સમસ્યાઓમાંથી છુટકારો મેળવી લો, તો તલ અને ગોળના લાડુ બનાવીને ભગવાન ગણેશજીની પૂજા કરીને તેમને આ લાડુનો ભોગ અર્પણ કરો. પછી બાકી રહેલા લાડુને પરિવારના સભ્યો વચ્ચે વહેંચી દેવો.

બાળકોના જીવનમાં પ્રગતિ લાવવા

જો આપ આપના બાળકોના જીવનમાં પ્રગતિ લાવવા ઇચ્છતા હોવ તો આજના દિવસે ભગવાન ગણેશજીની પૂજા સમયે એક હળદરની ગાંઠ લો. તેને નાડાછડીથી સંપૂર્ણપણે વિંટીને પૂજા સ્થાન પર રાખી દો. પૂજા પૂર્ણ થાય પછી તે હળદરની ગાંઠને પાણીની મદદથી વાટીને બાળકના મસ્તક પર તેનું તિલક કરવું. બાળકના જીવનમાં પ્રગતિના દ્વાર ખૂલી જશે.

બાળકોના માન-સન્માનમાં વૃદ્ધિ અર્થે

જો આપ આપના બાળકોના માન સન્માનમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો આજના દિવસે બાળકના હાથે મંદિરમાં તલનું દાન કરાવો. સાથે જ ગણેશજીના આશીર્વાદની પ્રાપ્તિ કરો.

મનોકામનાની પૂર્તિ અર્થે

આપની તમામ મનોકામનાઓની પૂર્તિ કરવા માટે ભગવાન ગણેશને કુમકુમ અને ચંદનનું તિલક કરવું જોઇએ. સાથે જ નીચે આપેલ ગણેશજીના મંત્રનો 11 વાર જાપ કરવો.

વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ: ।

નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા ।।

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article