દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે જેઠ સુદ પૂર્ણિમાના આ ઉપાય ! જાણો કઈ કઈ સમસ્યામાંથી મળશે મુક્તિ ?

|

Jun 02, 2023 | 12:05 PM

તમે જો પોતાના ધંધા રોજગારમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો જેઠ પૂર્ણિમાના (jeth purnima) દિવસે સ્નાન કર્યા બાદ 11 તુલસીના પાન લો. હવે તે પાનને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઇને સ્વચ્છ વસ્ત્રથી લૂછી લો. ત્યારબાદ એક પાત્રમાં થોડી હળદર લઇ તેમાં થોડું પાણી ઉમેરો. હવે તુલસીના પાન પર હળદરથી "શ્રી" લખીને ભગવાનને તે સમર્પિત કરો.

દરેક કાર્યમાં સફળતાની પ્રાપ્તિ કરાવશે જેઠ સુદ પૂર્ણિમાના આ ઉપાય ! જાણો કઈ કઈ સમસ્યામાંથી મળશે મુક્તિ ?

Follow us on

સનાનત ધર્મની માન્યતા અનુસાર પૂર્ણિમાનો દિવસ એ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરાવનારો અવસર મનાય છે. એમાં પણ જેઠ સુદ પૂર્ણિમાનું એક આગવું જ મહત્વ છે. આ વખતે, પૂર્ણિમાની બે તિથિ પડી રહી છે. જે અંતર્ગત પૂનમનું વ્રત 3 જૂનના રોજ કરવાનું રહેશે. જ્યારે સૂર્યોદય તિથિ અનુસાર 4 જૂનના રોજ શ્રીકૃષ્ણ અને પ્રભુ જગન્નાથના મંદિરોમાં મહા અભિષેકનું આયોજન થશે. તો, આ દિવસે કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને આપ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકો છો. આવો, કેટલાંક આવા જ ઉપાયો વિશે જાણીએ.

ધંધા રોજગારમાં વૃદ્ધિ અર્થે

તમે જો પોતાના ધંધા રોજગારમાં વૃદ્ધિ કરવા ઇચ્છતા હોવ તો જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાન કર્યા બાદ 11 તુલસીના પાન લો. હવે તે પાનને સારી રીતે સ્વચ્છ પાણીથી ધોઇને સ્વચ્છ વસ્ત્રથી લૂછી લો. ત્યારબાદ એક પાત્રમાં થોડી હળદર લઇ તેમાં થોડું પાણી ઉમેરો. હવે તુલસીના પાન પર હળદરથી “શ્રી” લખીને ભગવાનને તે સમર્પિત કરો. સાથે જ પોતાના ધંધા રોજગારમાં વૃદ્ધિ માટે ભગવાનને પ્રાર્થના કરો. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે લાભની પ્રાપ્તિ થશે.

ધનની વૃદ્ધિ અર્થે

પોતાના ઘરમાં અન્ન અને ધનની વૃદ્ધિ અર્થે જેઠ પૂર્ણિમાના દિવસે 900 ગ્રામ ચણાની દાળ લો. આ દાળને સત્યનારાયણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરો. ત્યારબાદ તે ચણાની દાળને કોઇ સુપાત્ર બ્રાહ્મણને દાનમાં આપવી જોઈએ. તેના પ્રતાપે આપના ઘરમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં વર્તાય.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

પરિવારના સહકાર અર્થે

જો તમે ઇચ્છતા હોવ કે તમને હંમેશા તમારા પરિવારનો સહયોગ મળી રહે તો તેના માટે આપે જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્ય પછી તુલસીના છોડમાં જળ અર્પણ કરવું જોઈએ. સાથે જ સત્યાનરાયણ ભગવાનનું ધ્યાન ધરવું જોઇએ. તે સમયે તુલસીજીના છોડની થોડી ભીની માટી લેવી અને પરિવારના સભ્યોના મસ્તક પર તે માટીથી તિલક કરવું. સ્વયં પણ તે તિલક કરવું. કહે છે કે તેનાથી પરિવારમાં સદૈવ સંપ અકબંધ રહેશે. અને પરિવારજનોને એકબીજાનો સહકાર મળશે.

મનોકામનાની પૂર્તિ અર્થે

જો આપની એવી કોઈ મનશા હોય કે ઝડપથી પૂર્ણ થાય તેવી આપની ઇચ્છા હોય તો આપે જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ત્યારબાદ લક્ષ્મીનારાયણના મંદિરમાં જવું અને ભગવાનને કેળા તેમજ મિસરીનો પ્રસાદ અર્પણ કરવો. સાથે જ પોતાની મનશા પૂર્ણ કરવા માટે ભગવાન સમક્ષ પ્રાર્થના કરવી. માન્યતા અનુસાર આ ઉપાયથી ચોક્કસપણે પ્રભુની કૃપા વરસે છે.

ભાગીદારીમાં સુમેળતા અર્થે

જો ધંધા રોજગારમાં આપના ભાગીદાર સાથે આપને મતભેદ રહેતા હોય તો તેવી સ્થિતિમાં જેઠ પૂર્ણિમાના દિવસે આપે નારાયણના મંત્રનો જાપ કરવો જોઇએ. આ મંત્ર છે “ૐ નમો ભગવતે નારાયણાય”.

સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ અર્થે

જો તમે પોતાના ઘરની સુખ સમૃદ્ધિ અકબંધ રાખવા ઇચ્છતા હોવ તો જેઠ પૂર્ણિમાના દિવસે આપે થોડું કંકુ લઇ તેમાં થોડું ઘી ઉમેરવું. હવે તે ઘી અને કંકુને સારી રીતે મિશ્રિત કરી લો. ત્યારબાદ આ કંકુથી ઘરના મંદિરની બંને બાજુ પર સ્વસ્તિકનું પ્રતિક બનાવો. મા લક્ષ્મીના આશિષ સદૈવ આપના ઘર પર અકબંધ રહેશે.

દાંપત્યજીવનમાં મીઠાશ અર્થે

આપ ઈચ્છતા હોવ કે આપના જીવનસાથી સાથે આપના મીઠાશભર્યા સંબંધ રહે તો જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્ય પછી સત્યનારાયણ ભગવાનને ચંદનનું તિલક લગાવવું. સાથે જ માતા લક્ષ્મીને લાલ રંગની ચુંદડી અર્પણ કરવી.

કાર્યમાં સફળતા અર્થે

આપના કાર્યોમાં આપ સફળતા મેળવવા ઇચ્છતા હોવ તો જેઠ સુદ પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનને ચંદનનું અત્તર તેમજ ચંદન અર્પણ કરવું. સાથે જ ભગવાનને પીળા રંગની મીઠાઈ અર્પણ કરવી.

પરિવારની ખુશી અર્થે

દરેકની ઈચ્છા હોય છે કે તેના પરિવારજનો તેમજ આસપાસના લોકો હંમેશા તેનાથી ખુશ રહે. તો આ માટે જેઠ પૂર્ણિમાના દિવસે સ્નાનાદિ કાર્યથી નિવૃત્ત થઇને ભગવાન સત્યનારાયણની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. પૂજા પૂર્ણ થયા બાદ હાથમાં પીળા રંગના પુષ્પ લઇને ભગવાનને પુષ્પાંજલી કરવી.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article