Lord Ganesha: બુધવારે આ રીતે કરી લો ગણેશ આરાધના, મંત્ર માત્રથી પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિ !

|

May 25, 2022 | 8:04 AM

કોઇપણ શુભ કાર્ય હોય સૌપ્રથમ પૂજા ગજાનન ગણેશની (Ganesh) જ કરવામાં આવે છે. આમ જોઇએ તો દરરોજ ગણેશજીની પૂજા કરી શકાય છે. પરંતુ બુધવારના દિવસે ગણેશ પૂજનનું ખૂબ મહત્વ હોય છે. જો તમારે શેરમાં રોકાણ કરવું હોય અથવા અન્ય માધ્યમથી નાણાં વધારવા હોય તો બુધવારે પૈસા જમા કરવાનું શરૂ કરો.

Lord Ganesha: બુધવારે આ રીતે કરી લો ગણેશ આરાધના, મંત્ર માત્રથી પ્રાપ્ત થશે આર્થિક સમૃદ્ધિ !
Lord Ganesha

Follow us on

હિન્દુ ધર્મમાં (Hindu Religion) અગલ અગલ દિવસ અલગ અલગ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવ્યા છે. જેમ કે સોમવાર શંકર ભગવાનને, મંગળવાર હનુમાનજીને (Hanuman) એવી જ રીત બુધવારને ગણેશજીનો (Ganesha) દિવસ માનવામાં આવે છે. બુધવારના દિવસને ગણેશજીની સાથે માતા અંબા ભવાનીનો પણ દિવસ માનવામાં આવે છે. ભગવાન ગણેશ અને માતા અંબા ભવાનીની પૂજા સાથે કેટલાક સરળ અને સચોટ ઉપાય દર્શાવવામાં આવ્યા છે જે કરવાથી આપને પૂર્ણપણે શુભતાની પ્રાપ્તિ થશે. તો ચાલો, આપને જણાવીએ ગણેશજી સંબંધી એ વિશેષ ઉપાયો કે જેનાથી આપને જીવનમાં શુભતાના આશીર્વાદની પ્રાપ્તિ થશે. સાથે કેટલાક કાર્યો એવા પણ છે જે તમારે બુધવારના દિવસે કરવાનું ટાળવું જોઈએ. તો ચાલો જાણીએ તે ઉપાયો વિશે.

ગણેશજીની વિશેષ ઉપાસના

જીવનના તમામ કષ્ટ અને અવરોધોને દૂર કરવાને કારણે ગજાનનને વિઘ્નહર્તા તરીકે ઓળખવામાં આવે છે. કોઇપણ શુભ કાર્ય હોય સૌપ્રથમ તો પૂજા ગજાનન ગણેશની જ કરવામાં આવે છે. આમ જોઇએ તો દરરોજ ગણેશજીની પૂજા કરી શકાય છે. પરંતુ, બુધવારના દિવસે ગણેશ પૂજનનું ખૂબ મહત્વ હોય છે. બળ, બુદ્ધિ, રિદ્ધિ, સિદ્ધિના દાતા છે ગણેશજી. આજના દિવસે ગણેશજીના વિવિધ મંત્રોના જાપ કરવાથી પણ આપને વિશેષ લાભની પ્રાપ્તિ થશે. ખાસ કરીને બુધવારે ગણેશજીની વિશેષ કૃપા મેળવવા માટે ।। ૐ ગ્લૌમ ગણપતયૈ નમ: ।। નો જાપ કરો. બુધવારના દિવસે ગણેશજીને પ્રસાદ તરીકે લાડુનો ભોગ અર્પણ કરો.

દેવું કે ઉધારનો વ્યવહાર ન કરવો

⦁ બુધ ગ્રહ વેપાર સાથે સંબંધિત મનાય છે. એટલે જ એવું માનવામાં આવે છે કે બુધવારે કોઈની પાસેથી ઉધાર લેવું જોઈએ નહીં.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

⦁ આ દિવસે, ધિરાણ વ્યવહારને કારણે સંચિત સંપત્તિમાં ઘટાડો થાય છે.

⦁ વેપારીઓને મંદીનો સામનો કરવો પડે છે.

⦁ બુધવારે નાણાંનું રોકાણ કરવું આર્થિક સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે.

⦁ જો તમારે શેરમાં રોકાણ કરવું હોય અથવા અન્ય માધ્યમથી નાણાં વધારવા હોય તો બુધવારે પૈસા જમા કરવાનું શરૂ કરો.

દુર્ગા માતાની પૂજા કરો

⦁ બુધવારે અંબા ભવાનીની, માતા દુર્ગાની પણ પૂજા કરવામાં આવે છે.

⦁ આજનો દિવસ શક્તિ, જ્ઞાન અને પૈસા મેળવવા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. એટલે બુધવારે દુર્ગા સપ્તશતીનો પાઠ કરવો ખૂબ ફળદાયક છે. જો વધારે સમય ન હોય તો દુર્ગા સપ્તશતીના 12 મા અધ્યાયનો પાઠ તો ચોક્કસથી કરવો જોઈએ.

બુધવારની મુસાફરી બની શકે છે લાભદાયી !

⦁ જો તમારે બુધવારે મુસાફરી કરવી હોય તો પૂર્વ અથવા દક્ષિણ દિશામાં પ્રવાસ કરવાનો પ્રયાસ કરો.

⦁ બુધવારે ઉત્તર અને પશ્ચિમ દિશામાં મુસાફરી કરવાનું ટાળવું જોઈએ.

⦁ જો તમારે મુસાફરી કરવી હોય તો પછી વરિયાળી અથવા મગની દાળ ખાધા પછી મુસાફરી કરશો તો તે શુભ ફળ પ્રદાન કરશે.

કઇ બાબતોનું રાખશો ખાસ ધ્યાન ?

⦁ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, મહિલાઓએ બુધવારે લીલી બંગડીઓ પહેરવી જોઈએ.

⦁ પુરુષોએ બુધવારના દિવસે મહિલાઓ જેમ કે બહેન, કાકી, માસી, મમ્મી, પત્ની અથવા તો કુમારિકાઓને લીલી બંગડીઓ ભેટમાં આપવી જોઇએ. તેનાથી તેમનું ભાગ્ય ચમકી ઉઠે છે.

⦁ માતાઓએ પોતાના બાળકોની તંદુરસ્તી અને આરોગ્ય માટે શક્ય હોય તો બુધવારના દિવસે વાળ ધોવાનું ટાળવું જોઈએ.

⦁ આ દિવસે ઘરમાંથી બહાર નિકળતા પહેલા કપાળ પર સિંદૂરનું તિલક લગાવશો તો તે તમારા માટે શુભ ફળદાયી બનશે.

⦁ આ દિવસે લીલા રંગનાં વસ્ત્રો ધારણ કરવા જોઇએ. જો લીલા વસ્ત્રો ન હોય તો તમે લીલો રૂમાલ રાખી શકો છો.

⦁ લીલો રંગ બુધની ઉર્જાને શોષી લે છે અને આરોગ્ય પર અનુકૂળ અસર કરે છે. તે તમારી ગુપ્ત માહિતીને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે, જેથી તમે યોગ્ય નિર્ણય લઈ લાભ મેળવી શકો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article