Holi Festival: વિશેષ સંયોગ સાથે આવી હોળી, થશે તમામ મનોકામનાઓની પૂર્તિ

|

Mar 17, 2022 | 6:42 AM

આ વર્ષે હોળી પર ગ્રહોનો અદભુત સંયોગ સર્જાયો છે. ફાગણી પૂનમે પાંચ અત્યંત ફળદાયી સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. આ અદભુત સંયોગથી પ્રાપ્ત થશે સવિશેષ આશિષની પ્રાપ્તિ !

Holi Festival: વિશેષ સંયોગ સાથે આવી હોળી, થશે તમામ મનોકામનાઓની પૂર્તિ
HOLI WITH SPECIAL COINCIDENCE (SYMBOLIC IMAGE)

Follow us on

હોળીનું (HOLI) પર્વ એટલે તો નકારાત્મક્તા પર સકારાત્મક્તાના વિજયનું પર્વ. અંધકાર પર પ્રકાશના પુનઃ આધિપત્યનું પર્વ. દર વર્ષે ફાગણી પૂનમના અવસરે હર્ષોલ્લાસ સાથે હોળીનો તહેવાર ઉજવાય છે. જે વ્યક્તિને અનેકવિધ પ્રકારના લાભની પ્રાપ્તિ કરાવનારો મનાય છે. હોળી એટલે એ દિવસ કે જે દિવસે ભક્તની રક્ષાર્થે સ્વયં ભગવાન પધાર્યા હતા. અને એ જ કારણ છે કે આ દિવસ વિશેષ પૂજા-અર્ચનાના માધ્યમથી પ્રભુકૃપાને પ્રાપ્ત કરવા સર્વશ્રેષ્ઠ મનાય છે. એમાં પણ આ વખતે આ પર્વ પર વિશેષ સંયોગ સર્જાઈ રહ્યા છે, જે સવિશેષ લાભની પ્રાપ્તિ કરાવનાર મનાય છે. આવો, તે વિશે વિગતે જાણીએ.

હોળીથી ફળપ્રાપ્તિ

હોળીના અવસરે શ્રીહરિની પૂજા કરવાથી દેવી લક્ષ્મી પણ પ્રસન્ન થાય છે. અને ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિના આશિષ પ્રદાન કરે છે. તો હોળીની વિશેષ પૂજા દ્વારા વ્યક્તિ આર્થિક સમૃદ્ધિ, નોકરીમાં બઢતી, રોગોથી મુક્તિ, આરોગ્યની સુખાકારી, દીર્ઘ આયુષ્ય તેમજ મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ પણ કરી શકે છે !

હોળી પર વિશેષ સંયોગ

હોળીનું પર્વ તો દર વર્ષે આવે છે. પરંતુ, આ વખતે તો હોળી વિશેષ સંયોગ સાથે આવી છે. અને આ વિશેષ સંયોગ સાથેની હોળી સવિશેષ ફળની પ્રાપ્તિ કરાવનારી મનાય છે. આ વર્ષે હોળી પર ગ્રહોનો અદભુત સંયોગ સર્જાયો છે. ફાગણી પૂનમે પાંચ અત્યંત ફળદાયી સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

1. વૃદ્ધિ યોગ

2. અમૃત સિદ્ધિ યોગ

3. સર્વાર્થ સિદ્ધિ યોગ

4. ધ્રુવ યોગ

5. બુધ-ગુરુ આદિત્ય યોગ.

વાસ્તવમાં ગ્રહોની આ સ્થિતિ ખૂબ જ લાભદાયી મનાય છે. કે જે દરમિયાન કરવામાં આવતા પૂજા-વિધાનથી વ્યક્તિને સવિશેષ પુણ્ય અને લાભની પ્રાપ્તિ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃદ્ધિ યોગમાં કરવામાં આવતું કાર્ય અચૂકપણે સફળતાની પ્રાપ્તિ કરાવે છે. વિશેષ તો વ્યાપારમાં વૃદ્ધિ અર્થે આ યોગ અત્યંત લાભદાયી બની રહે છે. તો, સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરવામાં આવતા કાર્ય પુણ્ય પ્રદાન કરે છે. ધ્રુવ યોગ કુંડળીમાં રહેલા ચંદ્રને મજબૂત કરે છે. વળી, આદિત્ય યોગ દરમિયાન થતી હોળી પૂજા ઘરમાં સુખ-સમૃદ્ધિ લાવે છે. એટલું જ નહીં, આ યોગમાં પૂજનથી સંતાનો પણ નિરોગી અને દીર્ઘ આયુષ્યવાળા બને છે.

તો, હોળી પર બની રહેલા આ વિશેષ સંયોગનો લાભ આપ પણ લો. અને આસ્થા સાથે હોળીની પૂજા કરી, પરમાત્મા પાસેથી કામનાપૂર્પતિના આશિષ પ્રાપ્ત કરી લો.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : આ રીતે કરો હોળીની પૂજા, જરૂરથી પ્રાપ્ત થશે પરમાત્માની કૃપા !

આ પણ વાંચો : જો આ સમયે કરશો ગાયત્રી મંત્રનો જાપ, તો પૂર્ણ થશે સઘળી અભિલાષ !

Next Article