Gujarati NewsBhaktiThese things offered to Hanumanji will overcome all the hardships of your life!
Hanumanji : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ
શનિવાર કે મંગળવારના દિવસે કષ્ટભંજન દેવ હનુમાનજીને પ્રિય એવી વસ્તુઓ અર્પણ કરવા માત્રથી હનુમાનજી સ્વયં તમારી મુસીબતો દૂર કરશે. આ વસ્તુઓ અર્પણ કરવાથી તમારા જીવનમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં સર્જાય. જીવનમાં આવનાર તમામ સમસ્યાઓથી તમને દૂર રાખશે હનુમાનજીના આશીર્વાદ.
હનુમાન ઉપાસના
Follow us on
કોઇપણ સંકટ કે પરેશાની હોય આવા સમયમાં મનુષ્યની ઊર્જાની હાનિ થાય છે. માન્યતા અનુસાર સંકટગ્રસ્ત વ્યક્તિ શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજી (HANUMAN)ને પ્રસન્ન કરવા કેટલાક ખાસ ઉપાયો કરશે તો પરેશાની તો દૂર થશે સાથે જ કિસ્મત ચમકી જશે હનુમાનજીની કૃપા મેળવવા માટે ભગવાન રામજીના નામનો જાપ પણ મહત્વનો છે. નિત્ય હનુમાન ચાલીસાનું પઠન કરવું જોઇએ. હનુમાનજીને પ્રસન્ન કરવા આજના દિવસે ભક્તો તેમને કેટલાય પ્રકારના ભોગ અર્પણ કરે છે અને કેટલાય પ્રકારન વસ્તુઓ ભેટ કરે છએ. આવું કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
ચાલો જાણીએ કે શનિવાર કે મંગળવારે હનુમાનજીને શું અર્પણ કરવું જોઇએ
હનુમાનજીને શનિવાર કે મંગળવારે બુંદીનો ભોગ અર્પણ કરવો જોઇએ
શનિવાર કે મંગળવારના દિવસે હનુમાનજીને બેસનના લાડુનો ભોગ પણ અર્પણ કરવો જોઇએ
હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે એટલે મંગળવાર અને શનિવારે હનુમાનજીને સિંદૂર અર્પણ કરવું જોઇએ
સિંદૂરમાં ચમેલીનું તેલ મેળવીને હનુમાનજીને લગાવવામાં આવે છે જેને ચોલા કહેવાય છે.
હનુમાનજીને તમે કોઇપણ પુષ્પની માળા અર્પણ કરી શકો છે પરંતુ તેમને હજારીગલ અને આંકડાના પુષ્પ ખૂબ પ્રિય છે.
શનિવાર કે મંગળવારના દિવસે વહેલી સવારે દોરામાં ચાર મરચાં નીચે તથા 3 મરચાં ઉપર અને વચ્ચે લીંબુ પરોવીને આ માળા ઘર અને વ્યવસાયના દરવાજે લટકાવી દેવી. આવું કરવાથી કોઇપણ પ્રકારની નકારાત્મક ઊર્જાનો વાસ હોય તો તે દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર શરૂ થાય છે
કાળા તલ, જવનો લોટ અને તેલ મેળવીને મિક્સ કરેલ કણક લઇને તેમાથી રોટલી બનાવી તેની પર તેલ અને ગોળ લગીવને જેને નજર લાગી હોય તે વ્યક્તિની ઉપરથી સાત વાર ઉતારીને ભેંસને આ રોટલી ખવડાવી દેવી. શનિવાર કે મંગળવારના દિવસે આ ઉપાય કરવો.
નાના બાળકો જો વધુ રડતા હોય તો શનિવાર ,રવિવાર કે મંગળવારના દિવસે નિલકંઠનું પીંછું લઇને જે પલંગ પર બાળક સૂતુ હોય ત્યાં લગાવી દો . તુરંત જ બાળકનું રડવાનું બંધ થઇ જશે
નાના બાળકો સૂતા સમયે ડરતા હોય તો શનિવાર ,મંગળવાર કે રવિવારના દિવસે એક ફટકડી બાળકના માથા નીચે મૂકી દેવી
શનિવારના દિવસે હનુમાનજીના મંદિરમાં જઇ અને તેમના શ્રીરૂપના ખભા પરથી સિંદૂર લઇને નજર લાગી હોય તે વ્યક્તિના કપાળ પર તેનાથી તિલક કરવાથી એક અઠવાડિયામાં જ ખરાબ નજરનો પ્રભાવ દૂર થઇ જાય છે.
શનિવાર કે મંગળવારની સાંજે હનુમાનજીને કેવડાનું અત્તર અને ગુલાબના પુષ્પની માળા અર્પણ કરો. હનુમાનજીને ખુશ કરવા માટેનો આ સૌથી સરળ ઉપાય છે.
જીવનની કોઇપણ સમસ્યા હોય તો તેમાંથી નિવારણ લાવવા માટે હનુમાનજીના મંદિરમાં જઇ અને ત્યાં રામરક્ષા સ્તોત્રનું પઠન કરવું જોઇએ
શનિવાર કે મંગળવારની સાંજે હનુમાનજીના મંદિરમાં જઇ અને એક સરસીયાના તેલ અને એક શુદ્ધ ઘીનો દિવો અવશ્ય પ્રગટાવવો પછી ત્યાં બેસીને હનુમાન ચાલીસાનું પઠન કરવું
હનુમાનજીની કૃપા મેળવવા માટેના આ કેટલાક ઉપાયો હતો જેના દ્વારા તમે તમારી સમસ્યા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવી શકશો