Bhakti: શ્રીમદ્ ભાગવતમાં પણ રામજન્મની કથાનું વર્ણન, જાણો ઇક્ષ્વાકુ વંશમાં શા માટે થયું શ્રીરામનું પ્રાગટ્ય ?

|

Nov 28, 2021 | 7:10 AM

રાજા દશરથ ગુણવાન સાથે જ્ઞાની છે. તેમ છતાં બુદ્ધિ પરમાત્માના ચરણોમાં સદાય સમર્પિત રાખે છે. જેની બુદ્ધિ પ્રભુના ચરણોમાં સમર્પિત હોય તેના ઘરે જ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાજા પધારે છે.

Bhakti: શ્રીમદ્ ભાગવતમાં પણ રામજન્મની કથાનું વર્ણન, જાણો ઇક્ષ્વાકુ વંશમાં શા માટે થયું શ્રીરામનું પ્રાગટ્ય ?
દશરથનંદન શ્રીરામ

Follow us on

લેખકઃ શ્રી રામેશ્વરબાપુ હરિયાણી, સુપ્રસિદ્ધ કથાકાર

રામચરિતમાનસ કે વાલ્મીકી રામાયણમાં ભગવાન રામની કથાનું દિવ્ય વર્ણન આવે છે. પરંતુ ભગવાન વેદવ્યાસજીએ પણ શ્રીમદ્ ભાગવતના નવમાં સ્કંધમાં સૂર્યવંશની કથાનું વર્ણન કર્યું છે. નવમાં સ્કંધમાં બે પ્રકરણ છે જેમાં સૂર્યવંશ અને ચંદ્રવંશ, સૂર્યવંશમાં રાજાધિરાજ ભગવાન રામના પ્રાગટ્યની કથા છે. જ્યારે ચંદ્રવંશમાં ભગવાન કૃષ્ણના જન્મની કથા છે. ભાગવતકાર સ્પષ્ટ કહે છે કે ભગવાન રામની લીલા સરળ સહજ છે. જ્યારે કૃષ્ણની લીલા થોડી અટપટી છે. ભગવાન રામ મર્યાદા પુરૂષોત્તમ છે તેની મર્યાદાનું પાલન કરવું સામાન્ય જીવ માટે કઠિન છે જ્યારે કૃષ્ણલીલાનું રહસ્ય સમજવું કઠિન છે. ભગવાન રામ સનાતનમૂર્તિ છે.

ભાગવતના નવમાં સ્કંધની કથા શ્રી શુકદેવજી મહારાજ ગંગા કિનારે પરીક્ષિત રાજાને સંભળાવતા કહે છે કે રાજન સૂર્યવંશની કથા, ભગવાન રામની કથા વર્ષો સુધી કરું તો પણ અંત આવી શકે તેમ નથી કારણ કે રામ બ્રહ્મતત્વ છે અને બ્રહ્મનો ક્યારેય અંત આવે જ નહીં. તેમ છતાં હું તમને ભાવથી રામકથામૃતનું પાન કરાવું છું. સૂર્યવંશની કથાનો આરંભ આદિનારાયણ ભગવાનથી થાય છે.

ભગવાન આદિનારાયણની નાભીમાંથી કમળ પ્રગટ થયું છે. તે કમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને ત્યાં મરીચઋષિ થયા, મરીચઋષિને ત્યાં કશ્યપ થયા છે. કશ્યપના પુત્ર વિવસ્વાન સૂર્ય થયા. વિવસ્વાન સૂર્યના ઘરે વૈવસ્વત મનુમહારાજ થયા છે. મનુ મહારાજના વંશમાં ઇક્ષ્વાકુ રાજા થયા છે. ઇક્ષ્વાકુને ત્યાં નૃગ, નૃગને ત્યાં શર્યાતિ, શર્યાતિના ઘરે દિષ્ટ, દિષ્ટને ત્યાં ધૃષ્ટ, ધૃષ્ટને ત્યાં કરૂપ, કરૂપને ત્યાં પુષધુ, પુષધુ રાજાને ત્યાં નરિષ્યન્ત થયા છે. નરિષ્યન્તને ત્યાં નાભાગ રાજા થયા છે. નાભાગને ભક્તરાજ અંબરીષ થયા છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

શાસ્ત્રોમાં અંબરીષ રાજાની કથા દિવ્ય રીતે ગાવામાં આવી છે. અંબરીષ રાજા રાજમહેલમાં રહીને પણ સાધુ જેવું જીવન જીવતા હતા. સાધુ જેવું એટલે સાધુના વસ્ત્રો પહેરીને જ સાધુ જીવન જીવાય એવું નથી. અંબરીષ રાજા એકાદશીનું વ્રત કરે છે. અંબરીષ રાજાની એકાદશી વ્રતની કથા આજે પણ યાદ કરવામાં આવે છે. સૂર્યવંશમાં અંબરીષ રાજાને ત્યાં સગર રાજા થયા છે. સગર રાજાને ત્યાં ખટવાંગ રાજા થયા ખટવાંગને ત્યાં દિલીપ રાજા થયા જેણે ગાયોની ખૂબ સેવા કરી છે.આજે પણ ગાયોની સેવાની વાત આવે ત્યારે સૂર્યવંશી દિલીપ રાજાને યાદ કરવામાં આવે છે.દિલિપ રાજાને ત્યાં રઘુરાજા થયા છે. રઘુરાજાને ત્યાં અજ થયા છે અને અજને ત્યાં રાજા દશરથ થયા.

રાજા દશરથની અંદર પાંચ ગુણો છે. રાજા દશરથ એક તો ધર્મધુરંધર છે. બીજો ગુણ બતાવ્યો કે રાજા દશરથ ગુણોનો ભંડાર છે. ત્રીજો ગુણ બતાવ્યો કે રાજા જ્ઞાની છે. ચોથો ગુણ ભક્તિપૂર્ણ હૃદય છે અને છેલ્લો ગુણ બતાવ્યો કે પ્રભુના ચરણોમાં બુદ્ધિ સમર્પિત છે. આયોધ્યાના રાજા છે. ગુણવાન સાથે જ્ઞાની છે. તેમ છતાં બુદ્ધિ પરમાત્માના ચરણોમાં સદાય સમર્પિત રાખે છે અને જેની બુદ્ધિ પ્રભુના ચરણોમાં સમર્પિત હોય તેના ઘરે જ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રાજા પધારે છે. રાજા દશરથના ઘરે સાક્ષાત્ ભગવાન રામ પધાર્યા છે.

રાજા દશરથને ત્રણ રાણીઓ છે. જેમાં મોટા કૌશલ્યા છે. ત્યારપછી કૈકઇ અને સુમિત્રા રાણી છે. ત્રણ રાણીઓ હોવા છતાં અયોધ્યાના રાજાના ઘરે સંતાન નથી. રાજા દશરથ સતત ચિંતામાં રહે છે. એક દિવસ વિચાર કરવા લાગ્યા કે મારી પાસે સંપત્તિ છે પણ એ સંપત્તિનો વારસદાર નથી, સંતાન નથી માટે હું શું કરું કે મારે ઘરે સંતાન થાય. રાજા દશરથ અંધશ્રદ્ધામાં પડયા વગર પોતાના ગુરુને યાદ કરે છે. જીવનમાં ગુરુ જ આપણને રસ્તો બતાવીને આપણી ચિંતા દૂર કરી શકે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે રાજા દશરથ પોતાના ગુરુના આશ્રમે જાય છે.

ગુરુ ગૃહ ગયઉ તુરત મહિપાલા
ચરન લાગી કરી બિનય બિસાલા

ગુરુ વશિષ્ઠના આશ્રમમાં જઇને ગુરુના ચરણ પકડીને રાજા દશરથ રડવા લાગ્યા છે. ગુરુ કહેવા લાગ્યા કે રાજા ધીરજ ધરો તમારી બધી જ ઇચ્છાઓ પૂર્ણ થશે. તમારા ઘરે એક સંતાન નહીં, ચાર-ચાર સંતાનોનો જન્મ થશે અને તેના માટે તમારે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવવો પડશે. રાજા દશરથ કહેવા લાગ્યા છે કે જે કરવું પડે એ બધુ આપ કરો. હું તમારી બધી જ વ્યવસ્થા કરીશ. અને પછી અયોધ્યામાં દશરથ રાજાના આંગણામાં શૃંગીઋષિના આચાર્ય પદે પુત્ર કામેષ્ટી યજ્ઞનો પ્રારંભ થાય છે.

યજ્ઞ પૂર્ણ થયો. સાક્ષાત્ યજ્ઞનારાયણ દેવ પ્રસાદ લઇને પ્રગટ થયા છે. એ પ્રસાદ ગુરુ દ્વારા રાજા દશરથના હાથમાં આપવામાં આવ્યો અને કહ્યું કે તમારી ત્રણેય રાણીઓને આ પ્રસાદ આરોગવા કહો. તે પછી ત્રણેય રાણીઓ ગર્ભવતી બને છે. અયોધ્યામાં આનંદ થવા લાગ્યો છે. ચૈત્ર માસ આવ્યો છે. હવે ભગવાન રામ સૂર્યવંશમાં અયોધ્યામાં કૌશલ્યાના કુખેથી પ્રગટ થયા.

આ પણ વાંચોઃ ઘર ઘરમાં ગુંજતુ નામ અને પૂજાતું સ્વરૂપ એટલે ભગવાન શ્રી રામ !
આ પણ વાંચોઃ શું તમને ખબર છે તુલસી પૂજાના આ ફાયદા ? ચાંદ્રાયણ વ્રત સમાન દેહને શુદ્ધ કરશે તુલસીનું પાન !

Next Article