Ambaji શક્તિપીઠના દર્શન સમયમાં ગ્રહણના કારણે થયો છે ફેરફાર, દિવાળીમાં દર્શન માટે જતા પહેલા જાણો સમગ્ર વિગતો

|

Oct 20, 2022 | 1:00 PM

નવા વર્ષના નવા દિવસે મા અંબે ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગ નો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે, કારણ કે આગલા દિવસે વેધ લાગેલો હોવાથી અન્નકૂટની વસ્તુઓ ભગવાનને ધરાવી શકાય નહીં.

Ambaji શક્તિપીઠના દર્શન સમયમાં ગ્રહણના કારણે થયો છે ફેરફાર, દિવાળીમાં દર્શન માટે જતા પહેલા જાણો સમગ્ર વિગતો
ગ્રહણને પગલે અંબાજી મંદિરના દર્શન સમયમાં ફેરફાર
Image Credit source: File Image

Follow us on

દિવાળીના (Diwali 2022) દિવસે  તેમજ નવા વર્ષના દિવસે લાખો  શ્રદ્ધાળુઓ  કુળદેવીના દર્શને  જતા હોય છે અને નવા વર્ષમાં સામાન્ય રીતે મંદિરોમાં દર્શન માટે ભીડ રહેતી હોય છે, પરંતુ દીવાળીના તહેવારમાં જ સૂર્ય ગ્રહણ હોવાથી  અંબાજી (Ambaji Mandir) ખાતે દર્શન સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેથી આ વર્ષે દીવાળીના દિવસે અંબાજી મંદિર  ભાવિકો માટે બંધ  રહેશે. જોકે સૂર્યગ્રહણને લઇ અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દિવાળીના દિવસે જે સવારની આરતી 7:30 વાગ્યે કરાતી હતી તેના બદલે વહેલી પરોઢીયે સવારના 4:00 આરતી કરવામાં આવશે અને જેનો સવારે 4. 39 ગ્રહણનો વેધ લાગતો હોવાથી મંદિર દર્શનાર્થીઓ માટે દિવસભર બંધ રહેશે અને સાંજની આરતી જે 6:30 કલાકે કરવામાં આવે છે.  તેના બદલે રાત્રિના 9:30 એટલે કે સાડા નવ કલાકે કરવામાં આવશે .

જોકે બેસતા વર્ષના દિવસે એટલેકે તારીખ 26 ના દિવસે સવાર ની આરતી 6:00 કરવામાં આવશે એટલું જ નહી બેસતા વર્ષના દિવસે એટલે કે નવા વર્ષના નવા દિવસે મા અંબે ને મંદિર ટ્રસ્ટ દ્વારા માતાજીને છપ્પનભોગ નો અન્નકુટ ધરાવવામાં આવે તે પણ આ વખતે ધરાવવામાં નહીં આવે કારણકે અન્નકુટના ધરાવવામાં આવતી મીઠાઈઓ આગળના દિવસમાં બની જતી હોય છે ને તેના ઉપર એના ઉપર ગ્રહણ નો વેધ લાગેલો હોવાથી મીઠાઈને માતાજીના સન્મુખ ધરાવી શકાય નહી. તેના કારણે બેસતા વર્ષના દિવસે અન્નકુટ ધરાવવાનું મોકૂફ રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. જ્યારે ભાઈબીજ થી લાભપાંચમ સુધી સવારની આરતી 6. 30 કલાકે કરવામાં આવશે અને ત્યાર બાદ મંદિરમાં સવારની આરતી 7. 30 કલાકે રાબેતા મુજબ રહેશે.

ગ્રહણના દિવસે અંબાજીના દર્શન સમયમાં ફેરફાર

તા  25/10/2022 દિવાળીની  સવારે આરતી 4.00 થી 4.30 ( ત્યાર બાદ મંદિર બંધ)

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

તા.25/10/2022  સાંજની આરતી રાત્રે 9.30 કલાકે

તા. 26/10/2022  નૂતન વર્ષની  આરતી 6.00 થી 6.30

તા.27/10/2022 થી 29/10/2022 સુધી સવારે આરતી  6.30 કલાકે

ત્યાર 30 ઓકટોબર બાદ રોજ  સવારે 7.30 કલાકે આરતી થશે

સોમનાથ મંદિરના દર્શન સમયમાં પણ થશે ફેરફાર

સોમનાથ મંદિર તથા ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરોમાં આરતી તેમજ નિત્ય- પૂજનના સમયમાં ફેરફાર રહેશે. સોમનાથ મંદિર તેમજ ટ્રસ્ટ હસ્તકના તમામ મંદિરો નિત્ય પૂજા-આરતી બંધ રહેશે તેમજ ગ્રહણ મોક્ષ બાદ નિત્યપૂજન આરતીનો ક્રમ યથાવત રહેશે.ગ્રહણ દરમીયાન તા.25 રોજ મંદિરના પૂજામાં પ્રાતઃમહાપૂજન-આરતી, મધ્યાહ્ન મહાપૂજન આરતી-ગંગાજળ અભિષેક, બિલ્વપૂજા, ધ્વજાપૂજા, સોમેશ્વર મહાપૂજન, યજ્ઞો સહિતની તમામ પૂજાઓ બંધ રહેશે. ગ્રહણ મોક્ષ પછી પૂજન સાંજે 6-50 થી પ્રારંભ થશે તેમજ સાયં આરતી 7-30 કલાકે કરાશે. ગ્રહણ દરમીયાન દર્શનનો સમય પ્રાતઃ 6 થી રાત્રે 10 સુધી યથાવત રહેશે

 

 

 

 

Next Article