જીવનમાં ખુશીઓનો રંગ ભરશે તમારા ઘર મંદિરનો રંગ !

ઘરની સકારાત્મક ઉર્જાને બરકરાર રાખવા અને નકારાત્મકતાને દુર કરવા માટે એ ખુબ જરુરી છે કે તમારા ઘરમાં એક નાનકડું મંદિર અવશ્ય હોય.

જીવનમાં ખુશીઓનો રંગ ભરશે તમારા ઘર મંદિરનો રંગ !
મંદિર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે
| Edited By: | Updated on: May 22, 2021 | 1:41 PM

જો ઘરમાં મંદિર (MANDIR) હોય તો જ તે ઘર બને છે. ઘરમાં રહેલું મંદિર એ પરિવારના સુખ અને સમૃદ્ધીનું કારણ બને છે. એવું કહેવાય છે કે મંદિર ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે. આજકાલ વ્યકિત અનેક પ્રકારની પરેશાની થી ઘેરાયેલો રહે છે. ક્યારેક શારિરીક પ્રશ્નો તો ક્યારેક માનસિક પરેશાની. પરંતુ જો તમને કોઈ કહે કે તમારી દરેક પરેશાનીનો હલ તમારા ઘરમાં જ છે તો ?

શું તમે જાણો છો કે તમારા ઘરની અંદર રહેલું એક નાનકડું મંદિર જ તમારી દરેક પરેશાનીને દુર કરવાનું સામર્થ્ય ધરાવે છે ? જીહાં આજે અમે આપને જણાવીશું કે તમારું મંદિર કેવી રીતે પૂરી કરશે આપની મનોકામના.

એવું કહેવાય છે કે ઘરની આર્થિક અને સામાજિક સ્થિતીની નિર્ભરતા ઘરમાં કેવી ઉર્જા ઉત્પન્ન થાય છે તેના પર રહેલી છે. અને ઘરની સકારાત્મક ઉર્જાને બરકરાર રાખવા અને નકારાત્મકતાને દુર કરવા માટે એ ખુબ જરુરી છે કે તમારા ઘરમાં એક નાનકડું મંદિર અવશ્ય હોય. પણ સવાલ તો એ છે કે મંદિર કેવી જગ્યાએ હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ ?

સૌથી પહેલાં તો એ જાણવું જરુરી છે કે ઘર મંદિરની દિશા કઈ હોવી જોઈએ. તો આપને જણાવી દઈએ કે વાસ્તુશાસ્ત્ર અનુસાર મંદિરની સ્થાપના માટે ઘરનો ઈશાન ખૂણો સર્વોત્તમ મનાય છે. એટલે કે શક્ય હોય ત્યાં સુધી ઈશાન ખૂણામાં જ મંદિરની સ્થાપના કરવી. જો તે શક્ય ન હોય તો પૂર્વ દિશા પણ મંદિર સ્થાપન માટે ફળદાયી બનશે.

જો તમારું ઘર મોટું હોય તો મંદિર એક અલગ જ રૂમમાં રાખવું. જો અલગ રૂમ ફાળવી શકાય તેમ ન હોય તો મંદિરનું સ્થાન થોડું અલગ રહે તેવી વ્યવસ્થા ગોઠવવી. ઘરમાં મંદિર યોગ્ય દિશામાં હોય તે ખૂબ જ જરૂરી છે. એટલું જ નહીં, મંદિર શેમાંથી બનેલું છે તે બાબત પણ ફળપ્રાપ્તિ પર અસર કરી શકે છે. તો, મંદિરની વિશેષ રચના પણ ભાગ્યોદય માટે કારણભૂત બની શકે છે.

લાકડામાંથી બનેલું મંદિર પ્રભુ સ્થાપન માટે ઉત્તમ મનાય છે ! ભક્તની ઈચ્છા હોય તો તે આરસપહાણનું મંદિર પણ બનાવડાવી શકે છે.
ઘરના મંદિરનો રંગ આછો પીળો અથવા નારંગી રંગનો જ રાખવો. જ્યાં મંદિર સ્થાપિત કર્યું છે તે દિવાલનો રંગ સફેદ અથવા આછો પીળો રાખવો.

તમારા મંદિરમાં સૂર્યપ્રકાશ આવે એ પણ અત્યંત જરુરી છે. કારણકે અંધારામાં રહેલું આપનું મંદિર આપના જિવનમાં પણ અંધારપટ્ટ ફેલાવી શકે છે. મંદિરની યોગ્ય દિશા, મંદિરની યોગ્ય રચના અને મંદિરનો યોગ્ય રંગ તમારા જીવનમાં લાવશે ઉમંગ અને સાથે જ આપના પર અને આપના ઘર પર ઈશ્વરકૃપા સદેવ રહેશે.

 

આ પણ વાંચો  : અહીં વીત્યું સીતાજીનું બાળપણ ! આ જ છે ત્રેતાયુગની ‘જનકપુરી’