ભારતના આ મંદિરની અંદર વસેલું છે આખું શહેર, યુરોપના Vatican City કરતાં પણ મોટું છે!

તમિલનાડુમાં કાવેરી અને કાલીદમ નદીઓ વચ્ચેના ટાપુ પર બનેલું શ્રી રંગનાથ સ્વામી મંદિર વિશ્વનું સૌથી મોટું પૂજનીય મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ, રામ, કૃષ્ણ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

ભારતના આ મંદિરની અંદર વસેલું છે આખું શહેર, યુરોપના Vatican City કરતાં પણ મોટું છે!
Ranganatha Swami Temple
| Edited By: | Updated on: Apr 25, 2023 | 5:55 PM

Ranganatha Swami Temple: કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ભારતમાં એવી ઘણી જગ્યાઓ છે – જેની વાર્તાઓ સાંભળ્યા પછી તમને વિશ્વાસ કરવો પણ મુશ્કેલ થઈ શકે છે. આવું જ એક મંદિર દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં આવેલું છે. આ મંદિરનું નામ શ્રી રંગનાથ સ્વામી મંદિર છે. તમિલનાડુમાં કાવેરી અને કાલિદમ નદીઓ વચ્ચેના ટાપુ પર બનેલું શ્રી રંગનાથ સ્વામી મંદિર વિશ્વનું સૌથી મોટું પૂજનીય મંદિર છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુ, રામ, કૃષ્ણ અને લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

તમને વિશ્વાસ નહીં થાય પણ આ મંદિર યુરોપના સૌથી પ્રખ્યાત સ્થળ વેટિકન સિટી કરતા પણ મોટું છે. આવો અમે તમને આ મંદિરના વિશાળ સંકુલ વિશે જણાવીએ. મુખ્ય મંદિરને રંગનાથ સ્વામી મંદિર કહેવામાં આવે છે, જે ભગવાનનો શયનખંડ છે. આ મંદિરમાં ભગવાન વિષ્ણુની મૂર્તિ સુતેલી મુદ્રામાં છે.

મંદિરની અદ્ભુત શૈલી

દ્રવિડ શૈલીમાં બનેલું રંગનાથ સ્વામી મંદિર હોયસાલા અને વિજયનગર સ્થાપત્યનો અદ્ભુત નમૂનો છે. મંદિરની કિલ્લા જેવી દીવાલો અને જીંણવટ ભરી કોતરણીવાળા ગોરૂપમ ખૂબ જ સુંદર છે. તેમાં ભગવાન વિષ્ણુના 24 અવતારોની કોતરણી સાથે 4 સ્તંભો છે, જેને ચતુર્વિમાષ્ટિ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : Knowledge: Generic Drugs કેવી રીતે ઓળખવી? જેનરિક દવા શું છે? જાણો તમામ માહિતી

આ તહેવાર 9 દિવસ સુધી ચાલે છે

રંગનાથ સ્વામી મંદિરમાં દિવાળી પહેલા એક મોટો ઉત્સવ ઉજવવામાં આવે છે. કારતક માસના કૃષ્ણ પક્ષની બીજથી એકાદશી સુધી નવ દિવસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવાર ઓંજલ તહેવાર તરીકે પણ ઓળખાય છે. શ્રી રંગનાથ સ્વામીની મૂર્તિને પાલખીમાં શોભાયાત્રામાં કાઢવામાં આવે છે, તમિલ ગીતોનો પાઠ કરવામાં આવે છે.

તમે ઉનાળાની રજાઓમાં આ મંદિરની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. મંદિરમાં ફરવાનો અનુભવ તો અલગ જ હશે, સાથે જ તમે તેની આસપાસ અનેક આકર્ષક પર્યટન સ્થળો પણ જોઈ શકશો. આ ઉનાળાના વેકેશન દરમિયાન તમિલનાડુમાં શ્રી રંગનાથ સ્વામી મંદિરની મુલાકાત લેવાની યોજના બનાવો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…