રાખી લો આ નાની-નાની બાબતોનું ધ્યાન, માતા લક્ષ્મી ચોક્કસથી પ્રદાન કરશે આશીર્વાદ !

|

Apr 22, 2022 | 7:29 AM

શ્રી વિષ્ણુની પૂજા વિના દેવી લક્ષ્મીની પૂજા અપૂર્ણ મનાય છે. એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી પોતાના પૂજનથી તો પ્રસન્ન થાય જ છે. પણ તેમના પતિ નારાયણની આરાધનાથી તે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે સૌથી મહત્વનું એ છે કે દેવી લક્ષ્મીની પૂજા હંમેશા નારાયણની સાથે જ કરવી જોઈએ !

રાખી લો આ નાની-નાની બાબતોનું ધ્યાન, માતા લક્ષ્મી ચોક્કસથી પ્રદાન કરશે આશીર્વાદ !
Goddess Lakshmi (symbolic image)

Follow us on

શાસ્ત્રો અનુસાર લક્ષ્મી માતાનું અવતરણ સમુદ્રમંથન દરમ્યાન થયું હતું. સમુદ્ર મંથનની કથા અનુસાર ચૌદ રત્નોમાંથી આઠમા રત્નના રૂપમાં લક્ષ્મીદેવી અવતરિત થયા હતા. દેવી લક્ષ્મીને ધન અને વૈભવની દેવી માનવામાં આવે છે. સનાતન પરંપરામાં ધનની અછતને દૂર કરવા માટે અને સુખ-શાંતિ પ્રાપ્ત કરવા માટે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. જે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે ત્યાં હંમેશા ખુશીઓ જોવા મળે છે. આ કારણથી જ માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો પોતાના ઘરમાં અનેક ઉપાયો કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે અને માતા લક્ષ્મીની શુક્રવારના દિવસે અવશ્ય પૂજા કરે છે. એવી ઘણી વસ્તુઓ છે કે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવાથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. આ એ બાબતો છે કે જે અંગે ખાસ ધ્યાન રાખવાથી માતા લક્ષ્મી આપની ઉપર સદાય એમના આશિષ વરસાવતા રહે છે. તો ચાલો આપને જણાવીએ કે એ કઈ બાબતો છે.

 

ઘરમાં રહેલી સાવરણી

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

એક માન્યતા અનુસાર ઝાડૂ એટલે કે સાવરણીમાં પણ દેવી લક્ષ્મીનો વાસ રહેલો છે. જેથી સાવરણીને ક્યારેય પગથી ઠોકર ન મારવી જોઈએ. ઘરમાં સાવરણી એ રીતે ગોઠવવી જોઈએ કે જેથી તે દેખાય નહીં. એટલું જ નહીં સાવરણી ઊભી તો બિલ્કુલ જ ન રાખવી.

ચોખા-દહીં

શુક્રવાર એ દેવી લક્ષ્મીનો વાર મનાય છે. કહે છે કે શુક્રવારની રાત્રે ચોખા અને દહીં ન આરોગવા જોઈએ. તે લક્ષ્મીકૃપા પ્રાપ્ત કરવામાં અવરોધક બની શકે છે !

અન્નનો અનાદર

માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવી હોય તો ભોજન સમયે અન્નનો બગાડ તો બિલ્કુલ જ ન કરવો જોઈએ. કારણ કે અન્નનો અનાદર એ લક્ષ્મીના અનાદર સમાન જ મનાય છે !

ચંદન

દેવી લક્ષ્મીને ચંદન ખૂબ જ પ્રિય છે. પણ, કહે છે કે ક્યારેય એક હાથેથી ચંદન ન ઘસવું જોઈએ. બે હાથેથી ચંદન લસોટીને તેને એક વાટકીમાં કાઢી લેવું જોઈએ. અને ત્યારબાદ વાટકીમાંથી ચંદન લઈને જ દેવીને તિલક કરવું જોઈએ.

વિષ્ણુપૂજા

ઉલ્લેખનીય છે કે શ્રીવિષ્ણુની પૂજા વિના દેવી લક્ષ્મીની પૂજા અપૂર્ણ મનાય છે. એક માન્યતા અનુસાર દેવી લક્ષ્મી પોતાના પૂજનથી તો પ્રસન્ન થાય જ છે. પણ તેમના પતિ નારાયણની આરાધનાથી તે વિશેષ પ્રસન્નતા પ્રાપ્ત કરે છે. એટલે સૌથી મહત્વનું એ છે કે દેવી લક્ષ્મીની પૂજા હંમેશા નારાયણની સાથે જ કરવી જોઈએ.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ દેવી રાંદલ સાથે વિવાહ કરવા સૂર્યદેવે અજમાવી હતી ગજબ યુક્તિ! જાણો રસપ્રદ કથા

આ પણ વાંચોઃ મહેનત કર્યા પછી પણ નથી મળતું તમને ઈચ્છિત પરિણામ? કાર્યસ્થળ પર અજમાવો આ વાસ્તુ ઉપાય

Next Article