
Swastik: હિન્દુ ધર્મમાં સ્વસ્તિક (Swastik)નું આગવું મહત્વ છે. તે બે શબ્દોથી બનેલું છે જેમાં ‘સુ’ એટલે શુભ અને ‘અસ્તિ’નો અર્થ થાય છે તાત્પર્ય. એટલે કે, સ્વસ્તિક (Swastik)નો મૂળ અર્થ છે ‘શુભ બનો’, ‘કલ્યાણકારી બનો’. દરેક શુભ કાર્યમાં સ્વસ્તિકનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. તેને ગણપતિનું પ્રતીક પણ માનવામાં આવે છે. લોકો તેમના ઘરના મુખ્ય દ્વાર પર સંપૂર્ણ શ્રદ્ધા અને આદર સાથે સ્વસ્તિક બનાવે છે.સ્વસ્તિકને સાંથિયા પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ બનાવાયેલ સ્વસ્તિક ખૂબ જ શુભ હોય છે. વાસ્તુશાસ્ત્ર (Vastu Shastra)માં પણ ઘરના મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું સારું માનવામાં આવે છે. ચાલો જાણીએ, મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું.
મુખ્ય દરવાજા પર હંમેશા સિંદૂરથી સ્વસ્તિક કરો. સિંદૂરથી બનેલું સ્વસ્તિક ઘરમાં સુખ-સમૃદ્ધિનો માર્ગ ખોલે છે.
જ્યારે પણ તમે મુખ્ય દરવાજા પર સ્વસ્તિક બનાવો ત્યારે ધ્યાન રાખો કે દરવાજો ધૂળ અને માટીથી ગંદો ન હોવો જોઈએ.
મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવ્યા પછી ધ્યાન રાખો કે ત્યાં આસપાસ ચંપલ-ચપ્પલનો ઢગલો ન હોવો જોઈએ.
સ્વસ્તિક બનાવતી વખતે તેની સાઈઝનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
એવું માનવામાં આવે છે કે વાસ્તુ દોષો (Vastu Dosh)ને ઘટાડવા અથવા દૂર કરવા માટે સ્વસ્તિકની દરેક રેખાને લાંબી અને પહોળી બનાવો.
જો ઘરની સામે ઝાડ અથવા થાંભલો દેખાય તો તે નકારાત્મક ઉર્જાનું પ્રતિક છે. તેના અશુભ પ્રભાવથી બચવા માટે દરરોજ મુખ્ય દ્વાર પર સ્વસ્તિક બનાવવું શુભ માનવામાં આવે છે.
મુખ્ય દ્વાર પર બનાવેલા સ્વસ્તિકની આસપાસ પીપળા, કેરી અથવા અશોકના પાંદડાના તોરણ બાંધો. આમ કરવું ખૂબ જ શુભ છે. મુખ્ય દરવાજા સિવાય તમે ઘરના આંગણાની વચ્ચે સ્વસ્તિક પણ બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે તેના કારણે પૂર્વજો આંગણામાં નિવાસ કરે છે અને તેમને આશીર્વાદ આપે છે.
નોંધ : આ લેખ માત્ર જાણકારી માટે છે અને તેને વિવિધ લેખનાં આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ તમામ સાથે Tv9 ગુજરાતી પણ સંમત જ છે તેમ માનવું નહી