Signature Vastu Shastra: હસ્તાક્ષરથી જાણી શકાય છે લોકોનું વ્યક્તિત્વ, જાણો તમારી પર્સનાલીટી

|

Aug 28, 2022 | 4:15 PM

Signature Vastu Shastra: વાસ્તુ નિષ્ણાત જય મદન પાસેથી જાણીએ હસ્તાક્ષરનો અર્થ અને હસ્તાક્ષર પરથી શું જાણી શકાય.

Signature Vastu Shastra: હસ્તાક્ષરથી જાણી શકાય છે લોકોનું વ્યક્તિત્વ, જાણો તમારી પર્સનાલીટી
Signature Vastu

Follow us on

Signature Vastu : વ્યક્તિનું કેવું વ્યક્તિત્વ છે, તે તેના બોલવા, લખવા અને વર્તનના વિવિધ પાસાઓ પરથી જાણી શકાય છે, વાસ્તુ એવું કહે છે. ઇન્સ્ટાગ્રામ પર પોતાના તથાસ્તુ નામના એકાઉન્ટ પર વાસ્તુ નિષ્ણાત જય મદાન સિગ્નેચરનો અર્થ જણાવી રહ્યા છે. વાસ્તુ(Vastu) એક્સપર્ટના મતે તમારા હસ્તાક્ષર (Signature) તમારા વ્યક્તિત્વ વિશે ઘણું બધું કહી જાય છે. જો તમે સહી કરો છો, તેમે સહી કરેલી હોય અને તેની પર લીટી મારો અથવા તેની નીચે એક લીટી કરો છો અથવા ખૂબ મોટી કે નાની સહી કરો છો, તો તેનો પણ કંઈક અર્થ નિકળી આવે છે. આવો, જાણીએ કે વાસ્તુ નિષ્ણાત સિગ્નેચર વિશે શું જણાવે છે.

વાસ્તુ અનુસાર હસ્તાક્ષરનો અર્થ

ઉતાવળે હસ્તાક્ષર કરવા

વાસ્તુ નિષ્ણાતોના મતે, જે લોકો ઉતાવળમાં અને ખૂબ જ ઝડપથી હસ્તાક્ષર કરે છે, તો એ લોકો ખૂબ જ મહત્વકાંક્ષી અને મહેનતુ હોય છે. પરંતુ, આ લોકોના જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ આવે છે. વળી, વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ લોકોના હસ્તાક્ષર દર્શાવે છે કે તેઓ રાજકારણમાં સારા છે, એટલે કે તેઓ રાજકીય પ્રતિભાથી સમૃદ્ધ છે.

No Muslim Country : દુનિયાનો એક એવો દેશ જ્યાં એક પણ મુસ્લિમ નથી!
Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી

સહીં કાપવા વાળા લોકો

આ લોકોને વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ લોકોનું વ્યક્તિત્વ એવું હોય છે કે આ લોકો સંતુષ્ટ રહેતા નથી. તેઓ એક સેકન્ડમાં પરેશાન થઈ જાય છે અને બીજી જ ક્ષણે ખુશ થઈ જાય છે. આ લોકો વિશે એક વાત જાણવા જેવી છે કે તેમને પોતાના પ્રેમને વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે. આ લોકો પોતાની નજીકના લોકો સાથે પણ પ્રેમ વ્યક્ત કરી શકતા નથી અને સાથે જ તેમને દરેક બાબતમાં ખામી શોધવાની આદત હોય છે.

ડાબા અને જમણા બંને હાથથી સહી કરવી

ડાબા અને જમણા બંને હાથથી હસ્તાક્ષર કરનારા લોકો વિશે વાસ્તુ નિષ્ણાતો કહે છે કે આ લોકો ખૂબ જ પ્રતિભાશાળી હોય છે. તેમની પાસે અદ્ભુત પ્રતિભા છે કારણ કે તેઓ બંને હાથ વડે સહી કરી શકે છે. તેઓ જે વિસ્તારમાં જશે ત્યાં ઈતિહાસ રચવાનો પ્રયાસ કરશે. તેમની સાથે એક જ સમસ્યા એ છે કે તેઓ ખૂબ જ બેદરકાર છે. જો બેદરકારી દૂર કરવામાં આવે તો તે તેમના માટે સારું રહેશે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Next Article