Bhakti: સોમવારથી થશે શ્રાવણની શરૂઆત, જાણીલો શ્રાવણ માસ દરમિયાન ધ્યાનમાં રાખવાની આ બાબતો

|

Aug 07, 2021 | 9:11 PM

શ્રાવણની શરૂઆત થવા જઈ રહી છે. શ્રાવણ માસ દરમિયાન થતી પૂજામાં વિશેષ કાળજી આપના પર શિવજીની કૃપા વરસાવી શકે છે. વિશેષ કાળજી સાથે થતી મહાદેવની પૂજા આપની તમામ ઈચ્છા કરશે પૂર્ણ.

Bhakti: સોમવારથી થશે શ્રાવણની શરૂઆત, જાણીલો શ્રાવણ માસ દરમિયાન ધ્યાનમાં રાખવાની આ બાબતો
File Image

Follow us on

લેખક : ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

સોમવારથી શ્રાવણ(Shravan) માસની શરૂઆત થઈ રહી છે. સંપૂર્ણ માસ દરમિયાન શિવભક્તો તો શ્રાવણ માસની આતુરતા પૂર્વક રાહ જોતા હોય છે. હવે જ્યારે શ્રાવણ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે અમે આપને જણાવીશું કે શ્રાવણ માસ દરમિયાન આપે શું ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. અમે આપને જણાવીશું કે શ્રાવણ દરમિયાન કયા કાર્યો ખાસ કરવા જોઈએ અને એટલું જ નહીં આજે આપણે જાણીશું કે શ્રાવણમાં કઈ બાબતો અવશ્ય ટાળવી જોઈએ.

 

શ્રાવણ દરમિયાન ધ્યાનમાં રાખવાની બાબતો

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

શ્રાવણ મહિનો ભગવાન શિવને ખૂબ પ્રિય છે, તેથી આ મહિનામાં શુદ્ધ હૃદય અને મનથી ભગવાન શિવની પૂજા કરો. જ્યારે પણ તમે ભગવાન શિવની પૂજા કરો છો, ત્યારે તેમનો અભિષેક કરવાનું ભૂલશો નહીં અથવા તેમનો રુદ્રાભિષેક કરો.

• તેનાથી વિશેષ લાભ થશે. આ પવિત્ર મહિનામાં જ્યારે પણ તમને સમય મળે, ભગવાન શિવના પંચાક્ષર મંત્રનો જાપ કરીને ભગવાન શિવનું ધ્યાન કરો. તેનાથી ભગવાન શિવ તમારા પર ખૂબ પ્રસન્ન થશે.

• ભગવાન શિવને પ્રિય વસ્તુઓ અર્પણ કરો જેમ કે બિલીપત્ર, ભાંગ, ધતુરો. ભગવાન શિવની સાથે દેવી પાર્વતીની પણ પૂજા કરો. સાંજે શિવ પાર્વતીની બંનેની આરતી કરો.

• શ્રાવણમાં સોમવારનું ઘણું મહત્વ છે કારણ કે સોમવાર ખાસ ભગવાન શિવને સમર્પિત છે અને શ્રાવણમાં પડતા સોમવારનું મહત્વ વધારે છે. આવી સ્થિતિમાં શ્રાવણમાં આવતા સોમવારે ઉપવાસ રાખો.

• મીઠું (નમક) અને અનાજને ગ્રહણ ન કરો, માત્ર ફળોના આહાર પર રહો.

• જો તમે રુદ્રાક્ષ ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનાથી વધુ સારો સમય બીજો કોઈ ન હોય.

• શ્રાવણ માસમાં રુદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ મહિનામાં દૂધ અને દૂધની વસ્તુઓ જેમ કે ઘી, દહીં વગેરેનું દાન કરો. ઘરને સ્વચ્છ રાખો. દરરોજ સ્નાન કરો અને સ્વચ્છ કપડાં પહેરો.

 

શ્રાવણ માસ દરમિયાન ટાળવા જેવી બાબતો

• શ્રાવણ મહિનામાં ભૂલથી પણ માંસ અને નશાનું સેવન ન કરો નહીં તો ભગવાન શિવ ખૂબ જ ક્રોધિત થઈ જાય છે.

• શ્રાવણ મહિનામાં શરીરને તેલથી માલિશ કરવું નિષિદ્ધ માનવામાં આવે છે. માટે આ કાર્ય ન કરો.

• આ પવિત્ર મહિના દરમિયાન બપોરે સૂવું ખાસ કરીને વર્જિત માનવામાં આવે છે.

• શ્રાવણ મહિનામાં દાઢી અને વાળ કાપવા નહીં. શ્રાવણ મહિનામાં ડુંગળી અને લસણ જેવા તામસિક ખોરાક લેવાનું ટાળવું જોઈએ.

• આ મહિનામાં કાંસાના વાસણમાં ભોજન કરવું પણ વર્જિત માનવામાં આવે છે.

• ભગવાન શિવને તુલસીના પાન ક્યારેય ન ચઢાવો.

 

આ પણ વાંચો : શું તમને ખબર છે ઓમકાર જાપના આ ત્રણ નિયમ ? નિયમાનુસાર જાપથી જ પૂર્ણ થશે સઘળી કામના !

 

આ પણ વાંચો : વર્ષમાં માત્ર દોઢ માસ ભક્તોને દર્શન દે છે આ દેવાધિદેવ ! સ્વયં પાંડવો દ્વારા પૂજીત શિવલિંગનો જાણો મહિમા

Next Article