
વડીલો હંમેશા કહે છે કે ચોવીસ કલાકમાં એકવાર દરેક મનુષ્યની જીભ પર સરસ્વતી અવશ્ય બેસે છે, એટલા માટે દરેક શબ્દ વિચારીને મોંમાંથી કાઢવો જોઈએ. આપણે બધાએ અનુભવ્યું જ હશે કે ઘણી વખત આપણે જે કહીએ છીએ તે સાચું પડે છે, કહેવાય છે કે દિવસમાં એક વખત સરસ્વતી જીભ પર બેસે છે. સરસ્વતી જીભ પર બેસવાનો યોગ્ય સમય કયો છે તે ચોક્કસ કહેવું મુશ્કેલ છે, પરંતુ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દરમિયાન, થોડી મિનિટો હોય છે જ્યારે માતા સરસ્વતી માણસની જીભ પર બિરાજે છે. આ સમયે જે પણ બોલવામાં આવે છે તે સાચું બને છે.
આ પણ વાંચો : Nandi Puja : ભોલે બાબાની સવારી નંદીની પૂજા કરવાથી કેવું મળે છે ફળ, જાણો મહાદેવની પૂજાના નિયમ અને ઉપાય
એવું કહેવાય છે કે સવારે 3.00 થી 4.00 સુધી સમય દરમિયાન માણસે પોતાની ઇચ્છાઓને હંમેશા રીપીટ કરવી જોઇએ,એટલે કે 60 મિનિટ સુધીનો સમય એવો છે કે જ્યારે મા સરસ્વતી જીભ પર બેસવાની અને વાણી ફળવાની શક્યતા સૌથી વધારે હોય છે. વડીલો હંમેશા એ વાત પર ભાર મૂકે છે કે વાણીમાં કડવાશ ન હોવી જોઈએ.જે તમને અને અન્ય લોકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેથી જ જોખી જોખીને બોલો.
કારણ કે કોણ જાણે ક્યારે સરસ્વતી જીભ પર બેસી જાય. આ દરમિયાન મોંમાંથી એવી કોઈ વસ્તુ ન નીકળવી જોઈએ જેનાથી કોઈને મોટું નુકસાન થઈ શકે. તેથી જ બોલતા પહેલા હંમેશા વિચારવું અને સમજવું જોઈએ. મા સરસ્વતીના આશીર્વાદ એવા લોકોને જ મળે છે જેઓ પોતાની ભાષા પર નિયંત્રણ રાખે છે અને પોતાની વાણીથી બીજાને નુકસાન નથી કરતા. એટલા માટે કોઈનું પણ અપમાન ન કરવું જોઈએ.
સરસ્વતીને જ્ઞાન અને વિદ્યાની દેવી માનવામાં આવે છે.વિદ્યાર્થીઓએ સરસ્વતીને પ્રસન્ન કરવા માટે જપ અને પૂજા કરવી જોઈએ. બીજાને ખરાબ શબ્દો બોલવાની મનાઈ છે કારણ કે કોણ જાણે ક્યારે સરસ્વતી જીભ પર બેસી જશે અને જે બોલવામાં આવ્યું છે તે સાચું પડી જશે. એટલા માટે હંમેશા સારી વાતો પણ બોલવી જોઈએ.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:30 am, Fri, 23 June 23