Nandi Puja : ભોલે બાબાની સવારી નંદીની પૂજા કરવાથી કેવું મળે છે ફળ, જાણો મહાદેવની પૂજાના નિયમ અને ઉપાય
શૈવ પરંપરામાં દેવોના દેવ ગણાતા મહાદેવનું વાહન નંદી છે,નંદીને ભક્તિ અને શક્તિનું પ્રતિક માનવામાં આવે છે.શિવ પુજા કરતી વખતે નંદીની પૂજાનું શું મહત્વ છે તે જાણવા માટે આ લેખ જરૂર વાંચો.

Nandi puja: હિંદુ ધર્મ અનુસાર, કોઈપણ શિવાલયમાં ભગવાન શિવની સામે તેમની સવારી તરીકે નંદીની મૂર્તિ હોય છે. ભોલે બાબાના દર્શનની જેમ નંદીના દર્શન અને પૂજાને પણ જરૂરી માનવામાં આવી છે. સનાતન પરંપરામાં ભગવાન ભોલેનાથ સમક્ષ નંદી મહારાજની પૂજા કરવાનો નિયમ છે.
એવું માનવામાં આવે છે કે મહાદેવે નંદીને વરદાન આપ્યું હતું કે જો કોઈ ભક્ત તમારા કાનમાં તેમની ઈચ્છા કહે તો તે પ્રાર્થના તેમના સુધી પહોંચશે. નંદી, જેને શિવના દરબારના મુખ્ય સદસ્ય કહેવામાં આવે છે, તેને તેમના દ્વારપાલ પણ માનવામાં આવે છે, જેની પરવાનગી પછી જ તમારી ઇચ્છાઓ અને પ્રાર્થના મહાદેવ સુધી પહોંચે છે.
નંદી એ ભગવાન શિવના વિશેષ ગણોમાંથી એક છે. જેનું એક સ્વરૂપ મહિષ છે, જેને આપણે બળદ પણ કહીએ છીએ. આવી સ્થિતિમાં, જ્યારે ઘણા લોકો મંદિરમાં જાય છે. પરંતુ શિવજીની સાથે તેમની પૂજા કરવી જરૂરી છે, નહીં તો શિવજીની પૂજાનું પુણ્ય ફળ મળતું નથી.
આ પણ વાંચો : ભગવાન શિવના અવતાર એવા આદિગુરુ શ્રીશંકરાચાર્યજીના મહાન કાર્યોને જાણો !
નંદીના કાનમાં ભક્તો શું કહે છે?
શિવની પૂજા કરતા પહેલા નંદીના કાનમાં તમારી ઈચ્છા કહેવા પાછળ એક કથા છે. જે મુજબ ભગવાન શિવે એક વખત નંદીને કહ્યું હતું કે જ્યારે પણ તે ધ્યાન માં હોય ત્યારે તેણે પોતાના ભક્તોની ઈચ્છા કોણ સાંભળશે,ત્યારે મહાદેવે નંદિને કહ્યું કે જ્યારે હું ધ્યાનમાં હોય ત્યારે મારા ભક્તો તેની વાત તારા કાનમાં કહેશે,બાદમાં જ્યારે હું ધ્યાન માંથી બહાર આવું ત્યારે તારે મને તમામ વાત કહેવી.એવું માનવામાં આવે છે કે ત્યારથી, જ્યારે પણ ભોલે બાબા તપસ્યા અથવા ધ્યાનમાં વ્યસ્ત રહેતા હતા, ત્યારે માત્ર તેમના ભક્તો જ નહીં પરંતુ માતા પાર્વતી પણ નંદીના કાનમાં તેમની વાત કહેતા હતા.
હિંદુ માન્યતા અનુસાર જેમ ભગવાન શ્રી રામના આશીર્વાદ મેળવવા માટે તેમના સેવક ગણાતા હનુમાનજીની પૂજા ફળદાયી હોય છે, તેવી જ રીતે આશીર્વાદ મેળવવા માટે સૌથી પહેલા નંદીની પૂજા કરવાનો નિયમ છે.
શિવના સૌથી મોટા ભક્ત છે નંદી
પૌરાણિક માન્યતા અનુસાર, જ્યારે અસુરો અને દેવતાઓએ સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી હલાહલ ઝેર નીકળ્યું, ત્યારે તેઓએ બ્રહ્માંડને બચાવવા માટે તેને પીધું. ઝેર પીતી વખતે તેનાં કેટલાંક ટીપાં ધરતી પર પડ્યાં, પરંતુ નંદીએ તરત જ તેને પોતાની જીભથી સાફ કરી નાખ્યું. એવું માનવામાં આવે છે કે જ્યારે ભોલે બાબાએ નંદીનું આ સમર્પણ જોયું ત્યારે તેઓ તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને સૌથી મોટા શિવ ભક્તનું બિરુદ આપ્યું.
(અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને જાહેર માન્યતાઓ પર આધારિત છે, તેના માટે કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવી છે.)