ગુરૂવારનો દિવસ સાંઈ બાબાને સમર્પિત દિવસ છે. આ દિવસે ઘણા લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે વ્રત રાખતા હોય છે. કહેવાય છે સાંઈની મહિમા અપરંપાર છે. સાઈએ ક્યારેય કોઈ સાથે નાત-જાતના વાડા રાખ્યા નથી, કોઈ પણ સાથે ભેદભાવ કર્યો નથી. આજે દુનિયાભરમાં સાઇના લખો ભક્તો મોજૂદ છે. કહેવાય છે કે ભક્તો જ્યારે પણ સાંઈ બાબાને યાદ કરે છે ત્યારે સાઈ દોડી આવે છે, પરંતુ ગુરુવારે કરવામાં આવતા વ્રતથી સાઈની વિશેષ કૃપા ભક્તો પર બની રહે છે. જો તમે પણ ગુરુવારે સાંઈ બાબાના વ્રત રાખવાની ઈચ્છા ધરાવો છો તો અહી અમે જણાવીશું પૂજા વિધિ (Sai Baba Puja Vidhi), વ્રત વિધિ (Sai Baba Vrat Vidhi) અને ઉધ્યાપન વિધિ (Sai Udhyapan Vidhi) વિશે.
વ્રત પૂજા વિધિ: વ્રત કરનાર વ્યક્તિએ સાવારે કે સંધ્યા કોઈ પણ એક સમયે સાઈ પૂજા જરૂર કરવી જોઈએ. પૂજા માટે આપણે સાંઈ બાબાની એક છબી કે મૂર્તિ લેવાની રેહશે. ત્યાર બાદ તેને સાફ કરીને તેને એક પીળા કપડાં ઉપર સ્થાપન કરવાનું રહશે. ત્યાર બાદ મૂર્તિની સામે ઘીનો એક દીવો પ્રગટાવો. ત્યારબાદ સાઈ બાબનું ધ્યાન કરીને તેની વ્રત કથા વાંચી કે સાંભળવી તેમજ તેનું ગાન કરવું. સાઈની પૂજા કરવામાં પીળા રંગના ફૂલોનું વિશેષ મહત્વ છે, તેમજ તે ઉત્તમ માનવામાં આવે છે. આરતી થાય બાદ સાઈને બેસનના લાડુ અથવા કોઈ પણ મીઠાઈનો અથવા તો કોઈ પણ ફળનો ભોગ ધરી શકો છો. ત્યાર બાદ બધાને તેનો પ્રસાદ વહેચી દો.
કેવી રીતે કરશો વ્રત ?
સાઈ બાબાના વ્રતની વિધિ અત્યંત સરળ છે. આ વ્રત ફરાળ કરીને કરી શકાય છે જેમ કે દૂધ, ચા, ફળ, મીઠાઇ વગેરેનું સેવન કરીને વ્રત કરી શકાય છે. જો અગર તમે ઈચ્છો તો આ વ્રતને એક સમય ભોજન કરીને પણ કરી શકો છો. પણ ધ્યાન રહે કે વ્રતના દિવસે બિલકુલ ભૂખ્યા રહીને ક્યારેય પણ વ્રત ના કરવું જોઈએ. શક્ય હોય તો સાઈ બાબાના મંદિરે જઈને દર્શન કરવા જોઈએ. જો આ શક્ય ના હોય તો ઘરે જ સાઈ બાબાની શ્રદ્ધાપૂર્વક પૂજા અર્ચના કરવી જોઈએ. જે સ્ત્રીઓને વ્રતના દિવસે માસિક સમસ્યા હોય ત્યારે તેને તે ગુરુવારે વ્રત ના કરવું જોઈએ અને તે ગુરૂવારને 9 ગુરૂવારમાં ના ગણવો અને બીજા ગુરુવારે વ્રત કરવું.
સાંઈ વ્રત ઉધ્યાપન વિધિ: શિરડી સાઈ બાબાના વ્રતની સંખ્યા 9 હોવી જોઈએ. અંતિમ વ્રતના દિવસે પાંચ ગરીબ વ્યક્તિઓને ભોજન કરાવુ જોઈએ અને યથા શક્તિ પ્રમાણે દાન દક્ષિણા આપવી જોઈએ. આ સાથે જ સગા સબંધીઓ અને પાડોશીઓને સાઈ વ્રતની પુસ્તિકા ભેટમાં આપવી જોઈએ જેની સંખ્યા 9, 11, અથવા 21 હોવી જોઈએ.
આ પણ વાંચો: અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ Joe Bidenનું પ્રથમ સંબોધન, વાંચો વિગત