Safala Ekadashi 2021: સફલા એકાદશીએ સરળ ઉપાયથી બનાવો આપના કામને સફળ

|

Dec 29, 2021 | 6:35 AM

હજારો વર્ષોની તપસ્યાનું ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી પ્રાપ્ત થાય છે. શક્ય હોય તો સફલા એકાદશીએ ઘરની પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવવો જોઈએ. આવતી કાલે જરૂરિયાતમંદને દાન કરવું.

Safala Ekadashi 2021: સફલા એકાદશીએ સરળ ઉપાયથી બનાવો આપના કામને સફળ
LAXMI-NARAYAN (Symbolic Image)

Follow us on

સફલા એકાદશી (SAFALA EKADASHI) એટલે તો શ્રીહરિ વિષ્ણુની આરાધનાનો ઉત્તમ અવસર. આવતી કાલે એટલે કે 30 ડિસેમ્બરે સફલા એકાદશી છે. વર્ષ 2021ની આ અંતિમ એકાદશી છે. આ દિવસ શ્રીહરિ વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની આરાધના કરવાનો અને તેમના આશીર્વાદની પ્રાપ્તિ કરવાનો પણ છે.
આજે અમે આપને જણાવીશું એ ઉપાય કે જેને સફલા એકાદશીએ કરવાથી આપના દરેક કામ સફળ થઈ જશે.

1. વર્ષની તમામ એકાદશીનું વ્રત કરવું ફળદાયી મનાય છે. પણ જો અન્ય કોઈ ન કરી શકો તો સફલા એકાદશીનું વ્રત તો અવશ્ય કરવું જોઈએ. એવું કહેવાય છે કે હજારો વર્ષોની તપસ્યાનું ફળ સફલા એકાદશીના વ્રત માત્રથી પ્રાપ્ત થાય છે. અને એટલું જ નહીં માન્યતા તો એવી પણ છે કે મોક્ષની પ્રાપ્તિ કરાવનાર છે સફલા એકાદશીનું વ્રત.

2. શક્ય હોય તો સફલા એકાદશીએ ઘરની પૂર્વ દિશામાં તુલસીનો છોડ વાવવો જોઈએ. એવું કહેવાય છે કે શ્રીહરિ વિષ્ણુને તુલસી અત્યંત પ્રિય છે. એટલે કે આવતી કાલે તુલસીનો છોડ અચૂક વાવજો. અને સાથે જ નિયમિત છોડને પાણી પણ પીવડાવવું એટલે કે છોડનું જતન કરવું જોઈએ. તો શ્રીહરિ ને પીળો રંગ પસંદ હોવાનું કહેવાય છે એટલે પીળા રંગના પુષ્પ ગલગોટાના છોડને વાવો તો તે પણ ઉત્તમ માનવામાં આવે છે. અને તેના માટે ઘરની ઉત્તર દિશા શુભ માનવામાં આવે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

3. તો સાથે જ એવી માન્યતા છે કે સફલા એકાદશીના દિવસે વ્યક્તિએ કાળા રંગના કપડા પહેરવાનું ટાળવું જોઈએ. અને પીળા રંગના વસ્ત્ર પહેરવાં જોઈએ. તો સાથે જ શ્રીહરિને પણ આવતી કાલે પીળા વસ્ત્ર અને પીળા ફૂલ અર્પણ કરવાં જોઈએ.

4. ભગવાન વિષ્ણુની પ્રતિમા ને ધુપ, દિપ અને ફળ અને નૈવેદ્ય અર્પણ કરવાં જોઈએ.

5. જો શક્ય હોય તો આવતી કાલે જરૂરિયાતમંદને દાન કરવું જોઈએ. આપ અન્નનું દાન કરી શકો છો. આપ પીળા રંગના વસ્ત્રનું દાન કરો તો તે પણ ઉત્તમ માનવામાં આવે છે.

એવું કહેવાય છે કે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને સફલા એકાદશીના માહાત્મયથી પરિચિત કરાવ્યા હતાં. વ્યક્તિ જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રતથી ન પ્રાપ્ત કરી શકે તેવા શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ માત્ર સફલા એકાદશીથી પ્રાપ્ત થાય છે.  અત્યંત પુણ્યદાયી મનાય છે સફલા એકાદશી.

આ પણ વાંચો: ganesha blessings: શા માટે સર્વ પ્રથમ થાય છે ગણેશજીની પૂજા ? જાણો વિવિધ આશિષની પ્રાપ્તિ કરાવતા એકદંતનો મહિમા

આ પણ વાંચો: Tulsi Puja: તુલસીનો એક છોડ પ્રદાન કરશે સંતાન અને કારકિર્દીના આશીર્વાદ ! જાણો તુલસી પૂજાના રસપ્રદ લાભ !

Next Article