Rashifal 2022: નવા વર્ષનાં પ્રારંભ પહેલા શું કહે છે મેષ, વૃષભ અને મિથુન રાશિનાં ગ્રહ, ત્રણ રાશિનાં જાતકો માટે જાણો ફળકથન

|

Oct 27, 2021 | 6:16 PM

નવા વર્ષનાં પ્રારંભે કેવું રહેશે તમારૂ આ નવું વર્ષ તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક રહેતા હોય છે. ટીવી નાઈનની ખાસ રજુઆતનાં માધ્યમથી અમે આપને જણાવીશું કે તમારા ગ્રહ શું કહી રહ્યા છે

Rashifal 2022: વિક્રમ સંવત 2078ની રાહ જોવાઈ રહી છે અને સાથે વર્ષ 2021 પણ જલ્દીથી પુરૂ થઈને નવા વર્ષની આલબેલ પોકારાઈ રહી છે. આ વચ્ચે નવા વર્ષનાં પ્રારંભે કેવું રહેશે તમારૂ આ નવું વર્ષ તે જાણવા માટે તમામ લોકો ઉત્સુક રહેતા હોય છે. ટીવી નાઈનની ખાસ રજુઆતનાં માધ્યમથી અમે આપને જણાવીશું કે તમારા ગ્રહ શું કહી રહ્યા છે. શું શનિ મહારાજ નવા વર્ષે તેમનો પ્રારંભ ઘટાડશે? શું તમારા જુના વર્ષનાં અટકેલા કામો આ વર્ષે સરળતાથી પાર પડશે કે કેમ?

જ્યોતિષિ ચેતન પટેલનાં જણાવ્યા અનુસાર મેષ, વૃષભ અને મિથુન રાશિનાં જાતકો માટે સારો સમય છે. અટકેલા કામ તો પાર પડશે જ સાથે ધંધા અને વેપાર માટે પણ આ રાશિનાં જાતકોને સારો સમય રહેશે. મિથુન રાશિનાં જાતકો માટે શનિ મહારાજની ચાલી રહેલી પનોતીનો પ્રભાવ થોડો ધીમો પડવાનાં કારણે તેમની માનસિક, શારીરિક અને આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે.

મેષ, વૃષભ અને મિથુન રાશિની મહિલા જાતકોમાં લગ્નજીવનથી લઈ અપરિણિત લોકો માટે સારો સમય છે જીવનસાથીને શોધવા માટે અને સિંગલ લોકોને પણ તેમના મનપસંદ સાથીને મેળવવા માટે સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ સારો સમય ચાલી રહ્યો છે, જો કે મિથુન રાશિનાં વિદ્યાર્થીઓએ સતત મહેનત કરાત રહેવું પડશે. સાંભળો આ આ ત્રણ રાશિનાં જાતકોનું આખુ ભવિષ્ય.

 

Published On - 7:24 pm, Tue, 26 October 21

Next Video