Radha Ashtami 2021: રાધાષ્ટમી પર જાણો કોણ છે શ્રી રાધા ? આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો

|

Sep 14, 2021 | 8:37 AM

એકવાર રાધાએ શ્રી કૃષ્ણને બીજી પત્ની વિરજા સાથે જોયા હતા, જેના કારણે તે દુખી થઈ ગઈ અને કૃષ્ણને ખરું-ખોટું સંભળાવવા લાગ્યા હતા.

Radha Ashtami 2021: રાધાષ્ટમી પર જાણો કોણ છે શ્રી રાધા ? આ દિવસ સાથે જોડાયેલી મહત્વની વાતો
Radha Krishna

Follow us on

Radha Ashtami 2021: મોટાભાગના લોકો શ્રી કૃષ્ણ અને રાધાની પ્રેમ કહાની વિશે જાણે છે. આ બે નામો એકસાથે લેવામાં આવ્યા છે. ભક્તોના મુખે રાધા કૃષ્ણનું નામ એક સાથે આવે છે. શાસ્ત્રો અનુસાર રાધાના નામનો જાપ કરવાથી ભગવાન શ્રીકૃષ્ણ ઝડપથી પ્રસન્ન થાય છે. આજે રાધા અષ્ટમી છે. રાધાષ્ટમીનો તહેવાર ભાદરવા મહિનાના શુક્લ પક્ષની અષ્ટમી તારીખે ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કે શ્રી રાધા કોણ છે અને શા માટે આ તહેવાર ઉજવવામાં આવે છે.

કોણ છે શ્રી રાધા ?
રાધાજીનો જન્મ ભાદ્રપદ મહિનાની શુક્લ પક્ષની તારીખે થયો હતો. આ દિવસને રાધાષ્ટમી તરીકે ઉજવવામાં આવે છે. હિન્દુ શાસ્ત્રો અનુસાર રાધાજીનો જન્મ શ્રી કૃષ્ણ પ્રત્યેના પ્રેમને મજબૂત કરવા માટે થયો હતો. બ્રહ્મવૈવર્ત પુરાણ અનુસાર શ્રી કૃષ્ણના ડાબા અંગમાંથી એક સુંદર કન્યા પ્રગટ થઈ. પ્રગટ થતાની સાથે જ કન્યાએ શ્રી કૃષ્ણના ચરણોમાં પુષ્પો ચડાવ્યા અને વાત કરતી વખતે તેમના સિંહાસન પર બિરાજમાન થઈ ગઈ.

આ સુંદર કન્યા શ્રી રાધા છે. એકવાર રાધાએ શ્રી કૃષ્ણને બીજી પત્ની વિરજા સાથે જોયા હતા, જેના કારણે તે દુખી થઈ ગઈ અને કૃષ્ણને ખરું-ખોટું સંભળાવવા લાગ્યા હતા. આ બધું જોઈને શ્રીકૃષ્ણના સેવક અને મિત્ર શ્રીદામા ગુસ્સે થયા અને તેમણે રાધાને પૃથ્વી પર જન્મ લેવા માટે શ્રાપ આપ્યો. પુરાણો અનુસાર, જ્યારે દેવી રાધા અને શ્રીદામાએ એકબીજાને શાપ આપ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણે કહ્યું કે તમે દેવી કીર્તિ અને વૃષભાનુની પુત્રી તરીકે જન્મ લેશો. જ્યારે, કેટલાક લોકો માટે, રાધા એક લાગણી/ભાવ છે જે શ્રી કૃષ્ણના માર્ગ પર ચાલવાથી પ્રાપ્ત થાય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રાધાષ્ટમીનું મહત્વ
આજે રાધાષ્ટમીના દિવસે જે લોકો સાચા દિલથી રાધાની પૂજા કરે છે. તેમની તમામ મુશ્કેલીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી બધા પાપો દૂર થાય છે. આ ખાસ દિવસે વિવાહિત મહિલાઓ વિશેષ પૂજા કરે છે અને અખંડ સૌભાગ્યવતી બનવાનું વરદાન માગે છે. આ ખાસ દિવસે ખીરનો ભોગ દેવી રાધા અને શ્રી ક્રુષ્ણને અર્પણ કરવી

આ પણ વાંચો: Saurashtra Rain: રાજકોટ, પોરબંદર, જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલીમાં ભારે વરસાદ, ડેમો છલકાયા અને રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

આ પણ વાંચો: Pancake recipe : આજે જ ઘરે બનાવો આ સરળ રીતે વેજીટેબલ પેનકેક, જાણો તેને કેવી રીતે બનાવવી

Next Article