Putrada Ekadashi 2021 : એકાદશી પર શા માટે ચોખાનું સેવન ન કરવું જોઈએ ? જાણો તેના પાછળનું કારણ

|

Aug 18, 2021 | 1:52 PM

આ દિવસે વ્રત, જપ, તપ અને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. એકાદશીના દિવસે સાત્વિક ખોરાક લેવો જોઈએ. આ ખાસ દિવસે ભાત ન ખાવા જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે એકાદશી પર ભાત કેમ ન ખાવા જોઈએ.

Putrada Ekadashi 2021 : એકાદશી પર શા માટે ચોખાનું સેવન ન કરવું જોઈએ ? જાણો તેના પાછળનું કારણ
Putrada Ekadashi 2021 - Lord Vishnu

Follow us on

એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને (Lord Vishnu) સમર્પિત છે. આ દિવસે, ભક્તો ધાર્મિક નિયમ અને વિધિ વિધાન અનુસાર ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. આખા વર્ષમાં 24 એકાદશી તિથિઓ છે. એકાદશી દર મહિને બંને પક્ષમાં આવે છે. પવિત્ર શ્રાવન માસ ચાલી રહ્યો છે. આજે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી છે. આ એકાદશી ખાસ દીકરાના લાંબા આયુષ્ય અને સુખ માટે છે. નિ:સંતાન લોકો માટે આ વ્રત ખૂબ મહત્વનું છે.

પુત્રદા એકાદશીનું વ્રત રાખવાથી તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ. આ દિવસે વ્રત, જપ, તપ અને દાન કરવાથી વ્યક્તિને શુભ ફળ મળે છે. એકાદશીના દિવસે સાત્વિક ખોરાક લેવો જોઈએ. આ ખાસ દિવસે ભાત ન ખાવા જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે એકાદશી પર ભાત કેમ ન ખાવા જોઈએ.

ધાર્મિક માન્યતા

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

માન્યતાઓ અનુસાર, એકાદશીના દિવસે ભાત ખાવાથી જમીન પર ઢસળાઈને ચાલતા જીવોની યોનિમાં જન્મ મળે છે. પૌરાણિક કથા અનુસાર, મહર્ષિ મેધાએ માતા શક્તિના ક્રોધથી બચવા માટે પોતાનું શરીર છોડી દીધું હતું અને તેમના શરીરના અંગો પૃથ્વીમાં સમાઈ ગયા હતા, તે દિવસે એકાદશી તિથિ હતી.

એવું માનવામાં આવે છે કે મહર્ષિ મેધાનો જન્મ જવ અને ચોખાના રૂપમાં થયો હતો. આ જ કારણ છે કે ચોખા અને જવને જીવ માનવામાં આવે છે, તેથી એકાદશી પર ભાત ખાવામાં આવતા નથી. એવું માનવામાં આવે છે કે એકાદશીના દિવસે ચોખા ખાવાને મહર્ષિ મેધાના માંસ અને લોહીનું સેવન કરવા સમાન ગણવામાં આવે છે.

વૈજ્ઞાનિક માન્યતા

વૈજ્ઞાનિક તથ્યો અનુસાર ચોખામાં પાણીનું પ્રમાણ વધારે છે. ચંદ્ર પાણી પર અસર કરે છે અને ચંદ્ર મનનું પરિબળ છે. ચોખાનું સેવન કરવાથી શરીરમાં પાણીની માત્રા વધે છે. જ્યારે મન અશાંત હોય, ત્યારે તે ઉપવાસ કરતી વખતે બાધા ઉભી કરી શકે છે. આ જ કારણ છે કે એકાદશી પર ભાતનું સેવન ન કરવું જોઈએ.

વ્રત કથા

પ્રાચીન સમયમાં મહિષ્મતિ નામની નગરીમાં મહીજિત નામના એક ધર્માત્મા રાજાનું રાજ હતું. તે રાજા ખૂબ જ જાણકાર અને સેવાભાવી હતો. તે રાજાને કોઈ સંતાન નહોતું, આ કારણે તે ઘણીવાર દુ:ખી રહેતો હતો. એક દિવસ રાજાએ પોતાના રાજ્યના તમામ ઋષિઓ, સંન્યાસીઓ અને વિદ્વાનોને બોલાવ્યા અને સંતાન મેળવવાનો રસ્તો પૂછ્યો.

ત્યારે એક ઋષિએ કહ્યું કે રાજન! અગાઉના જન્મમાં શ્રાવન મહિનાની એકાદશીના દિવસે, એક ગાય તમારા તળાવમાંથી પાણી પીતી હતી. તમે તેને ત્યાંથી ભગાડી દીધી. તેથી તે ગાયે તમને નિ:સંતાન થવાનો શ્રાપ આપ્યો. આ કારણે તમને આજ સુધી કોઈ સંતાન નથી.

જો તમે ભગવાન જનાર્દનની ભક્તિભાવથી પૂજા કરો અને તમારી પત્ની સાથે પુત્રદા એકાદશીનું વ્રત કરો તો આ શ્રાપની અસર દૂર થઈ જશે. ઋષિના આદેશ મુજબ રાજાએ પણ એવું જ કર્યું. તેણે પત્ની સાથે પુત્રદા એકાદશીનો ઉપવાસ કર્યો. આ વ્રતની અસરને કારણે, રાણી થોડા સમયમાં ગર્ભવતી થઈ ગઈ અને તેણે એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો.

પુત્રના જન્મથી રાજા ખૂબ જ ખુશ થયા અને તેમણે એકાદશીના કાયમ માટે ઉપવાસ શરૂ કર્યા. એવું કહેવામાં આવે છે કે જે નિ:સંતાન છે, જો તે વ્યક્તિ શુદ્ધ મનથી આ વ્રત પૂર્ણ કરે છે, તો ચોક્કસ તેની ઇચ્છા પૂર્ણ થાય છે અને તેને સંતાનની પ્રાપ્તિ થાય છે.

 

આ પણ વાંચો : Varalakshmi Vratam 2021: ગરીબીનું નામો-નિશાન મિટાવી દે છે આ ચમત્કારી વ્રત, જાણો તિથી, પૂજા વિધિ અને વ્રત કથા

આ પણ વાંચો : Astrology: કામને લઈને ઘણા ગંભીર હોય છે આ 4 રાશિના જાતકો, પર્સનલથી વધુ પ્રોફેશનલ લાઈફને આપે છે મહત્વ, જાણો આ 4 રાશિ વિશે

Next Article