Puja Aarti Rules : દેવી-દેવતાઓની પૂજામાં આરતી શા માટે કરવામાં આવે છે ? જાણો શું છે નિયમ

Puja Aarti Rules: હિંદુ ધર્મમાં કોઈપણ દેવી-દેવતાની પૂજા આરતી વિના અધૂરી માનવામાં આવે છે, તેને કરવાની સાચી રીત શું છે એ જાણવા માટે આ લેખ ચોક્કસ વાંચો

Puja Aarti Rules : દેવી-દેવતાઓની પૂજામાં આરતી શા માટે કરવામાં આવે છે ? જાણો શું છે નિયમ
Puja Aarti Rules
| Edited By: | Updated on: May 04, 2023 | 12:08 PM

સનાતન પરંપરામાં ભગવાનની ઉપાસનાનું ખૂબ મહત્વ છે. હિંદુ માન્યતા અનુસાર, જો તમે દરરોજ એક નિશ્ચિત સમયે તમારા દેવતાની પૂજા કરો છો, તો ભગવાનની કૃપા તમારા પર વરસે છે. ભગવાનની પૂજા માટે કેટલાક નિયમો પણ બનાવવામાં આવ્યા છે, જેનાથી સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. હિંદુ માન્યતા અનુસાર તમારી પૂજા આરતી વિના અધૂરી માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમારા ઇષ્ટદેવની દરરોજ દીવો પ્રગટાવીને આરતી કરવી જોઇએ. આવો જાણીએ ભગવાનની આરતી કરવાના સાચા નિયમ અને પદ્ધતિ વિશે.

પૂજામાં આરતી ક્યારે કરવી

જે આરતી ભગવાનની પૂજામાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તે હંમેશા પૂજાના અંતે કરવામાં આવે છે. આ સિવાય તમે તમારી સવાર અને સાંજની પૂજામાં એક નિશ્ચિત સમયે દરરોજ આરતી કરી શકો છો. જો કે શક્ય હોય તો તમે દિવસમાં પાંચ વખત આરતી કરી શકો છો.

આ પણ વાંચો :Plants Vastu Tips: આ 5 છોડ ઘરમાં વાવવાથી ઘરમાં આવે છે નકારાત્મકતા, જાણો તેનાથી બચવા માટે યોગ્ય વાસ્તુ નિયમો

ભગવાનની આરતી કેવી રીતે કરવી

દેવી-દેવતાઓની આરતી કરતી વખતે, તમે તમારી આસ્થા, માન્યતા અથવા પૂજાની પદ્ધતિ અનુસાર દીવો પસંદ કરી શકો છો. ઉદાહરણ તરીકે, તમે એક વાટ સાથેનો દીવો અથવા પાંચ કે સાત વાટ સાથેનો દીવો પસંદ કરી શકો છો. એ જ રીતે તમારા ઇષ્ટદેવના અનુસાર તેલ કે ઘીનો દીવો પ્રગટાવો. ઘર અથવા મંદિરમાં પૂજા કરતી વખતે ચાર વાર તમારા દેવતાના ચરણ તરફ, બે વાર નાભિ તરફ અને છેલ્લે એક વાર તેમના ચહેરા તરફ કરીને આરતી પૂર્ણ કરો.

પછી તમે બેસીને પણ આરતી કરી શકો છો.

ભગવાનની પૂજામાં, હંમેશા ઉભા રહીને આરતી કરવાનો નિયમ છે, પરંતુ ખાસ સંજોગોમાં, તમે બેસીને પણ આરતી કરી શકો છો. હિંદુ માન્યતા અનુસાર, જો તમે શારીરિક રીતે ઊભા રહી શકતા નથી અથવા બીમાર છો, તો તમે ભગવાનની માફી માંગીને બેસીને આરતી કરી શકો છો. એવું માનવામાં આવે છે કે સાચા હૃદયથી કરવામાં આવતી આરતી તમામ દુ:ખ દૂર કરે છે અને દેવી-દેવતાઓ તરફથી ઇચ્છિત વરદાન આપે છે.

આરતી કરતી વખતે આ નિયમો યાદ રાખો

ભક્ત અથવા અન્ય કોઈ વ્યક્તિએ આરતી કર્યા પછી સીધી આરતી ન લેવી જોઈએ. આરતી કર્યા પછી સૌથી પહેલા તેને જલ ધારા આપવામાં આવે છે . આ પછી પૂજાનું પવિત્ર જળ દરેક પર છાંટવું જોઈએ. આ પછી આરતી કરનાર વ્યક્તિએ પહેલા આરતી લેવી જોઇએ, બાદમાં દરેકને આરતી આપવી જોઇએ.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ભક્તિના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 12:06 pm, Thu, 4 May 23