પ્રમુખ સ્વામી મહારાજની 101 મી જન્મજયંતિ, માત્ર ભારત જ નહીં, આખા વિશ્વમાં ઉજવાઇ રહ્યો છે શતાબ્દી મહોત્સવ

|

Dec 07, 2022 | 11:39 AM

પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિમાં વિશ્વના ઘણા ભાગોમાં તેમના ભક્તો અને અનુયાયીઓ દ્વારા ચાલી રહી છે. એક મહિનો - ચાલનારા આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ગુજરાતના અમદાવાદમાં યોજાશે.

પ્રમુખ સ્વામી મહારાજની 101 મી જન્મજયંતિ, માત્ર ભારત જ નહીં, આખા વિશ્વમાં ઉજવાઇ રહ્યો છે શતાબ્દી મહોત્સવ
Pramukh Swami Maharaj

Follow us on

Pramukh Swami Maharaj Shatabdi Mahotsav : પુજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજે 101 મી જન્મજયંતિ છે, પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિને લઇને હરીભક્તોમાં ખુબ ઉત્સાહ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદમાં આ નિમિતે આખું નગર બનાવામાં આવ્યું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજના સંસ્મરણોને તાજા કરવામાં આવશે, અને સ્વામીનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલી ધાર્મિક બાબતોને લઇને આખું નગરને બનાવામાં આવ્યુ છે. સ્વામી મહારાજના જન્મજયંતિ નિમિતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પત્ર લખીને પ્રમુખ સ્વામી મહારાજ સાથેના પોતાના સંસ્મરણોને જીવંત કર્યા છે.

આ પ્રસંગે અનેક જગ્યાએ યોજાયા છે ઉત્સવો

પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિમાં વિશ્વના ઘણા ભાગોમાં તેમના ભક્તો અને અનુયાયીઓ દ્વારા ચાલી રહી છે. એક મહિનો – ચાલનારા આ શતાબ્દી મહોત્સવ 15 ડિસેમ્બર, 2022 થી 15 જાન્યુઆરી 2023 સુધી ગુજરાતના અમદાવાદમાં યોજાશે. આમાં, બોચાસન નિવાસી અક્ષર પુરૂષોતમ સ્વામિનારાયણ સંસ્થા (બીએપીએસ) ના લાખો અનુયાયીઓ જુદા જુદા દેશોના શહેરમાં આવશે.

વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરે આવશે ગુજરાત, પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવના કાર્યક્રમનું કરશે ઉદ્દઘાટન

14 ડિસેમ્બરે પીએમ મોદી અમદાવાદ આવશે અને પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું તેમના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવશે. 14 ડિસેમ્બરે સાંજે પાંચ કલાકે મહોત્સવનું પીએમ મોદી ઉદ્દઘાટન કરશે. BAPSના વડા મહંત સ્વામીની ઉપસ્થિતિમાં આ મહોત્સવનો પ્રારંભ થશે. અમદાવાદના ઓગણજમાં 15મી ડિસેમ્બરથી મહોત્સવનો પ્રારંભ થશે. 30 દિવસ સુધી ચાલનારા આ મહોત્સવમાં દેશ-વિદેશના લાખો લોકો હાજરી આપશે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

આ સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી છે. એક મહિના સુધી મહોત્સવનું સ્થળ ‘પ્રમુખસ્વામી મહારાજનગર’ અનેકવિધ કાર્યક્રમોથી ગુંજતું રહેશે. પ્રમુખસ્વામી મહારાજના જીવન, કાર્ય અને સંદેશને કેન્દ્રમાં રાખીને દરેક દિવસના વિવિધ વિષયો નિર્ધારિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રોજ મધ્યાહને અલગ-અલગ મહિલા કાર્યક્રમો, સવારે વિવિધ વિષયક એકેડેમિક કોન્ફરન્સ તથા એસોસિએશનોની કોન્ફરન્સ જેવા વિવિધ કાર્યક્રમોની ભરમાર રહેશે.

કાર્યક્રમોની વિગતવાર રૂપ-રેખા

  • 14 ડિસેમ્બરે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે
  • 15 ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ ઉત્કર્ષ સંમેલન ઉદ્ઘાટન થશે
  • 16 ડિસેમ્બરે સંસ્કૃતિ દિન, 17 ડિસેમ્બરે પરાભક્તિ દિન
  • 18 ડિસેમ્બરે મંદિર ગૌરવ દિન
  • 19 ડિસેમ્બરે ગુરુભક્તિ દિન
  • 20 ડિસેમ્બરે સંવાદિતા દિન
  • 21 ડિસેમ્બરે સમરસતા દિન
  • 22 ડિસેમ્બરે આદિવાસી ગૌરવ દિન
  • 23 ડિસેમ્બર અધ્યાત્મ અને આરોગ્ય દિન
  • 24 ડિસેમ્બરે વ્યસન મુક્તિ જીવન પરિવર્તન દિન
  • 25 ડિસેમ્બરે રાષ્ટ્રીય સંમેલન
  • 26 ડિસેમ્બર સ્વામિનારાયણીય સંત સાહિત્ય લોકસાહિત્ય દિન
  • 27 ડિસેમ્બરે વિચરણ સ્મૃતિદિન
  • 28 ડિસેમ્બરે સેવા દિન
  • 29 ડિસેમ્બરે પારિવારિક એકતા દિન
  • 30 ડિસેમ્બરે સંસ્કાર અને શિક્ષણ દિન
  • 31 ડિસેમ્બરે દર્શન શાસ્ત્ર દિન
  • 1 જાન્યુઆરીએ બાળ યુવા કીર્તન આરાધના
  • 2 જાન્યુઆરીએ બાળ સંસ્કાર દિન
  • 3 જાન્યુઆરીએ યુવા સંસ્કાર દિન
  • 4 જાન્યુઆરીએ ગુજરાત ગૌરવ દિન
  • 5 જાન્યુઆરીએ મહિલા દિન-1
  • 6 જાન્યુઆરીએ બીએપીએસ અખાતી દેશ દિન
  • 7 જાન્યુઆરીએ બીએપીએસ નોર્થ અમેરિકા દિન
  • 8 જાન્યુઆરીએ બીએપીએસ યુકે-યુરોપ દિન
  • 9 જાન્યુઆરીએ બીએપીએસ આફ્રિકા દિન
  • 10 જાન્યુઆરીએ મહિલા દિન-
  • 11 જાન્યુઆરીએ બીએપીએસ એશિયા પેસિફિક દિન
  • 12 જાન્યુઆરીએ અક્ષરધામ દિન
  • 13 જાન્યુઆરી સંત કીર્તન આરાધના
  • 15 જાન્યુઆરીએ પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉજવાશે
Next Article