Pitru Pakshan / Shradh 2021: જાણો કયારથી શરૂ થાય છે શ્રાદ્ધ, કઈ તારીખે છે કયું શ્રાદ્ધ, આ રહ્યું લિસ્ટ

|

Sep 19, 2021 | 2:38 PM

શાસ્ત્રો મુજબ, પૂનમથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલું પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે.

Pitru Pakshan / Shradh 2021: જાણો કયારથી શરૂ થાય છે શ્રાદ્ધ, કઈ તારીખે છે કયું શ્રાદ્ધ, આ રહ્યું લિસ્ટ
Pitru Pakshan / Shradh 2021

Follow us on

Pitru Pakshan/Shradh 2021: શ્રાદ્ધનો અર્થ બધા કુળના દેવો અને પૂર્વજો પ્રત્યે આદર બતાવવાનો છે. શાસ્ત્રો મુજબ, પૂનમથી અમાસ સુધી પિતૃઓની આત્માની તૃપ્તિ માટે શ્રદ્ધાથી કરેલું પિંડ, જળ, તર્પણ, ભોજનદાનને શ્રાદ્ધ કહેવાય છે. દરેક મહિનાના નવા ચંદ્રના દિવસે, પૂર્વજોની શાંતિ માટે પિંડ દાન અથવા શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.

પરંતુ પિત્રુ પક્ષમાં શ્રાદ્ધ કરવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ વર્ષે શ્રાદ્ધ 20 સપ્ટેમ્બર 2021 થી શરૂ થઈ રહ્યું છે અને 6 ઓક્ટોબરે સમાપ્ત થશે. 6 તારીખ સુધી ચાલતા શ્રાદ્ધને મહાલય કહેવાય છે. એવું માનવામાં આવે છે કે આ દરમિયાન પિંડ દાન, તર્પણ કર્મ અને બ્રાહ્મણને ભોજન કરાવીને પૂર્વજો પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

અંકલેશ્વર સ્થિત જયેશભાઇ શુક્લ અને પરેશભાઈ જોશીએ તૈયાર કરેલા વિશેષ શ્રાદ્ધ ચાર્ટ:

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

Pitru Pakshan / Shradh 2021

પિત્રુ પક્ષ ક્યારે છે? હિન્દુ કેલેન્ડર મુજબ, આસો મહિનાના કૃષ્ણ પક્ષને પિત્રુ પક્ષ કહેવામાં આવે છે. પિત્રુ પક્ષ ભાદ્રપદ મહિનાની પૂર્ણિમાથી શરૂ થાય છે અને . ભાદ્રપદ પૂર્ણિમાના દિવસે, જે લોકો પૂર્ણિમા તિથિના દિવસે મૃત્યુ પામ્યા હોય તેમના માટે જ શ્રાદ્ધ કરવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર, જે વ્યક્તિનું શુક્લ પક્ષ અથવા કૃષ્ણ પક્ષની તારીખે મૃત્યુ થાય છે, તેનું શ્રાદ્ધ કર્મ પિતૃ પક્ષની તે જ તારીખે કરવામાં આવે છે.

શ્રાદ્ધની તારીખ યાદ ન રહે તો? શાસ્ત્રોમાં એવું પણ આપવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને તેના પૂર્વજોના મૃત્યુની તારીખ ખબર ન હોય તો આ પૂર્વજોનું શ્રાદ્ધ આસો અમાવસ્યાના દિવસે કરી શકાય છે. આ સિવાય ચતુર્દશી તિથિ પર અકાળે મૃત્યુ કે કોઈપણ અકસ્માતનો ભોગ બનેલા પરિવારના સભ્યો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

શ્રાદ્ધ વિશે પુરાણોમાં ઉલ્લેખ
હરવંશ પુરાણમાં વર્ણવામાં આવ્યું છે કે ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને કહ્યું કે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે તેને બંને લોકમાં સુખ મળે છે. શ્રાદ્ધથી પ્રસન્ન થઈને, પૂર્વજો જેમને ધર્મ જોઈએ છે તેમને ધર્મ, જેમને સંતાન જોઈએ છે તેમને સંતાન અને જેઓ કલ્યાણ ઈચ્છે છે તેમને કલ્યાણ જેવા ઈચ્છાનુસાર આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

આ પણ વાંચો: Anant Chaturdashi 2021: કેવી રીતે થઈ ગણેશ વિસર્જનની શરૂઆત ? જાણો, રસપ્રદ કથા અને વિસર્જન વિધિથી પ્રાપ્ત થતા આશીર્વાદ

આ પણ વાંચો: Vastu Tips: તમારી આ આદતો બની શકે છે વાસ્તુ દોષનું કારણ, વધી શકે છે આર્થિક બોજો

Next Article