Pitru paksha 2021: માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ! જાણો પિતૃ મોક્ષ મંત્ર

|

Sep 30, 2021 | 7:25 AM

પિતૃ પક્ષમાં લોકો શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરે છે, પિતૃ તર્પણ વિધિ અને પીંડદાન કરે છે પણ જો આ ન થઈ શકે તો ?શ્રી હરિ વિષ્ણુ એ મોક્ષના દાતા છે ત્યારે ભગવાન વિષ્ણુના સરળ મંત્રના જાપ માત્રથી પિતૃઓને થશે મોક્ષની પ્રાપ્તિ.

Pitru paksha 2021: માત્ર એક મંત્રના જાપથી પિતૃને થશે મોક્ષની પ્રાપ્તિ! જાણો પિતૃ મોક્ષ મંત્ર
ભગવાન વિષ્ણુના મંત્રથી પિતૃને મોક્ષની પ્રાપ્તિ !

Follow us on

પવિત્ર પિતૃ પક્ષ(Pitru paksh) અત્યારે ચાલી રહ્યો છે. શ્રાદ્ધના દિવસોમાં લોકો પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાયો કરે છે, શ્રદ્ધાથી શ્રાદ્ધ કર્મ કરે છે, પિતૃ તર્પણ વિધિ અને પીંડદાન કરે છે. તો વળી કેટલાક લોકો શ્રાદ્ધ પર ખાસ દાન કર્મ પણ કરતાં હોય છે. તો વળી કેટલાક લોકો કેટલાક ચોક્કસ નિયમોનું પાલન પણ કરતાં હોય છે. પણ આ વ્યસ્ત જીંદગીમાં ક્યારેક આ બધું કરવું શક્ય નથી બનતું. ત્યારે સવાલ એ થાય કે જો ચોક્કસ નિયમો સાથે શ્રાદ્ધ કર્મ ન કરી શકીએ તો શું પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ નથી થતી ? શું દાન ધર્મ કે તર્પણ વિધિ સિવાય પણ પિતૃઓની પ્રસન્નતા તમના આશિષની પ્રાપ્તિ થઈ શકે ? શું કોઈ એવો સરળ ઉપાય કે જે કોઈ પણ વ્યક્તિ કરી શકે અને તેનાથી પિતૃઓની આત્માને શાંતિની પ્રાપ્તિ થાય ? જી હાં, આજે તમારા આ તમામ સવાલોના આ લેખમાં જવાબ આપીશું. જાણીશું એ સરળ ઉપાય કે જેને કોઈ પણ વ્યક્તિ કરી શકશે. આજે અમે આપને પિતૃઓના મોક્ષ અર્થે કરવાના 3 અત્યંત સરળ મંત્ર જણાવીશું.
ૐ નમો ભગવતે વાયુદેવાય નમ:
પિતૃઓના મોક્ષ અર્થે આ મંત્રનો અચૂક જાપ કરવો જોઈએ. શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે ધ્રુવ અને પ્રહ્લાદે પણ આ મંત્રનો જાપ કરી મોક્ષના દાતા ભગવાન વષ્ણુની આરાધના કરી હતી. આ મંત્રના પ્રતાપે જ પ્રહ્લાદ હોળીની અગ્નિમાં પણ હેમખેમ રહ્યા. દેવ ઋષિ નારાદજી પણ સતત આ મંત્રનો જાપ કરતાં હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ મળે છે.
ૐ નમો નારાયણ
આ પિતૃઓની આત્માની શાંતિ માટેનો ખૂબ સરળ મંત્ર છે. એવું કહેવાય છે કે આ મંત્ર ખુબ પ્રભાવશાળી છે. આ મંત્ર સંન્યાસીઓ માટે તો પ્રાણવાયુ સમાન છે. એવું સંન્યાસીઓ સતત આ મંત્રનો જાપ કરતાં રહે છે. આ પ્રભુની કૃપાને પ્રાપ્ત કરવાનારો સરળ મંત્ર છે.
ૐ વિષ્ણવે નમ:
કહે છે કે મોક્ષદાતા વિષ્ણુ ભગવાનનું સ્મરણ જ અત્યંત લાભકારી છે. આ મંત્રના જાપ માત્રથી પૂર્વજોને મોક્ષ મળે છે. કહેવાય છે કે જે વ્યક્તિ આ મંત્રનો જાપ કરે છે તેના પૂર્વજોને, પોતાને અને તેની આવનારી પેઢીઓનો પણ મોક્ષ થાય છે.
આ પણ વાંચો: Pitru paksh 2021: જો શ્રાદ્ધ ન થઈ શકે તો ? સરળ ઉપાય થી પ્રાપ્ત કરો પિતૃઓની કૃપા

આ પણ વાંચો: શ્રાદ્ધ પર કરવામાં આવેલું દાન દૂર કરશે આપના ઘરનો કલેશ ! જાણો કઈ વસ્તુઓના દાન થી મળશે પિતૃઓના આશિષ

Published On - 7:24 am, Thu, 30 September 21

Next Article