Hanuman Chalisa: જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !

|

Jan 01, 2022 | 9:52 AM

હનુમાન ચાલીસાની 40 પંક્તિઓ તમારા જીવનમાં સિદ્ધિ અપાવનાર છે. હનુમાનજીને ક્યારેય હારનો સામનો નથી કરવો પડતો. એટલે હનુમાન ચાલીસાનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવાથી કોઇપણ વ્યક્તિ હનુમાનજીની કૃપા સરળતાથી પ્રાપ્ત કરી શકે છે.

Hanuman Chalisa: જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !
lord hanuman (symbolic image)

Follow us on

હિન્દુ ધર્મમાં હનુમાન ચાલીસાનું (hanuman chalisa) ખાસ મહત્વ છે. ભાગ્યે જ કોઈ ઘર એવું હશે કે જ્યાં હનુમાન ચાલીસાનું પઠન ન થતું હોય. પણ, શું તમે એ જાણો છો કે આ હનુમાન ચાલીસાના પઠન સમયે કેટલીક સાવધાની રાખવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે ! તો ચાલો જાણીએ, હનુમાન ચાલીસા કરતા સમયે કઇ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ? કે જેથી હનુમાન ચાલીસાનું શુભ ફળ આપને પ્રાપ્ત થાય ?

પૂજા પાઠમાં હનુમાન ચાલીસાનું ખૂબ મહત્વ છે. હનુમાન ચાલીસાના શબ્દો ખૂબ જ સરળ છે. અને આ સરળ શબ્દોથી રામભક્ત હનુમાનજીને જલ્દી પ્રસન્ન કરી શકાય છે. હનુમાન ચાલીસા દ્વારા તમે મુશ્કેલમાં મુશ્કેલ કામ પણ સરળતાથી પાર પાડી શકો છો. અને હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરી શકો છો. હનુમાન ચાલીસાની 40 પંક્તિઓ તમારા જીવનમાં સિદ્ધિ અપાવનાર છે. હનુમાનજીને (lord hanuman) ક્યારેય હારનો સામનો નથી કરવો પડતો. એટલે હનુમાન ચાલીસાનો પાઠ શ્રદ્ધાપૂર્વક કરવાથી કોઇપણ વ્યક્તિ હનુમાનજીની કૃપા આસાનીથી પ્રાપ્ત કરી શકે છે. અલબત્, તે માટે સૌથી જરૂરી બાબત એ છે કે આ પાઠ યોગ્ય વિધિ અનુસાર થાય.

ફળદાયી વિધિ
1. સવારે બ્રહ્મ મૂહુર્તમાં કે સંધ્યા સમયે સ્નાનાદિ કાર્ય કરીને સ્વસ્છ વસ્ત્ર ધારણ કરો.
2. પોતાનું મુખ પૂર્વ દિશામાં કે દક્ષિણ દિશામાં રાખીને લાલ રંગના આસન પર સ્થાન ગ્રહણ કરવું.
3. હનુમાનજીની તસવીરને કે મૂર્તિને પૂર્વ કે દક્ષિણ દિશામાં લાલ રંગના આસન પર સ્થાન ગ્રહણ કરાવવું.
4. ગાયના ઘી કે તલના તેલનો દીવો પ્રજવલિત કરો.
5. એક કળશમાં જળ ભરીને હનુમાનજી સમક્ષ મૂકો અને હનુમાનજીની સમક્ષ 3 વાર હનુમાન ચાલીસાનો પાઠ કરો.
6. પ્રભુને ગોળ કે બુંદીના લાડુનો ભોગ અર્પણ કરો.
6. માન્યતા અનુસાર આ કાર્ય સતત 11 શનિવાર સુધી કરવાથી હનુમાનજીની કૃપા પ્રાપ્ત થાય છે.

કાવ્યાની ટીમના 23 વર્ષના ખેલાડીએ IPLમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી
શેરડીના રસમાં કયા વિટામિન ભરપૂર હોય છે?
મુકેશ અંબાણીની Jio યુઝર્સને ભેટ, 365 દિવસના પ્લાનમાં મળશે 912.5 GB ડેટા ફ્રી !
Navratri: નવરાત્રી દરમિયાન ભૂલથી પણ આ વસ્તુઓ ન ખરીદો, તમારા જીવનમાં ગરીબી છવાઈ જશે!
તુલસીના છોડમાં કીડીઓનું નીકળવું કઈ વાતનો આપે છે સંકેત?
ચૈત્ર નવરાત્રી આજથી શરૂ ! આ 5 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે

શું રાખશો ખાસ ધ્યાન ?
1. હનુમાન ચાલીસાનો પાઠ હંમેશા સ્વચ્છ થઈને અને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને જ કરવો જોઇએ.
2. માંસ અને મદિરાના સેવનથી દૂર રહેવું જોઇએ.
3. પાઠ કરતી વખતે મનમાં સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઇએ. તેનાથી જ શીઘ્ર ફળની પ્રાપ્તિની માન્યતા છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : હનુમાનજીની કૃપા પ્રાપ્ત કરવા માટે પૂજા-અર્ચના કેવી રીતે કરવી ? જાણો તેના ઉપાય અને ફાયદાઓ વિશે

આ પણ વાંચો : તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ