Pashankusha Ekadashi 2022 : જાણતા કે અજાણતા કરેલ પાશાંકુશા એકાદશી વ્રત અપાવશે સ્વસ્થ દીર્ઘાયુના આશીર્વાદ !

|

Oct 06, 2022 | 8:30 AM

એકવાર ભગવાન કૃષ્ણે (Krishna) ધર્મરાજ યુધિષ્ઠિરને પાશાંકુશા એકાદશીનો (Pashankusha Ekadashi) મહિમા જણાવતા કહ્યુ હતું કે આ વ્રત તમામ પાપોને નષ્ટ કરનાર છે. માનવામાં આવે છે કે જો કોઇ જાતક પાશાંકુશા એકાદશીનું વ્રત કરે છે તો તેને અશ્વમેઘ યજ્ઞ અને સૂર્ય યજ્ઞ કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે.

Pashankusha Ekadashi 2022 : જાણતા કે અજાણતા કરેલ પાશાંકુશા એકાદશી વ્રત અપાવશે સ્વસ્થ દીર્ઘાયુના આશીર્વાદ !
Lakshmi narayan (symbolic image)

Follow us on

પાશાંકુશા (Pashankusha) એકાદશીના (Ekadashi) વ્રતને ઘણું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પૌરાણિક ગ્રંથોમાં ઉલ્લેખ અનુસાર પાશાંકુશા એકાદશીનું વ્રત (Ekadashi vrat) કરવાથી તપસ્યા કરવા સમાન ફળની પ્રાપ્તિ થાય છે. આ વ્રત કરનાર જાતક તમામ સુખ અને ધન ભોગવીને મોક્ષ પ્રાપ્ત કરે છે. હિન્દૂ પંચાંગ (Hindu panchang) અનુસાર આસો માસની શુકલ પક્ષની એકાદશી (Ekadashi) પાશાંકુશા એકાદશી તરીકે ઉજવાય છે. પૌરાણિક ગ્રંથ મહાભારત અનુસાર એકવાર ભગવાન કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિરને પાશાંકુશા એકાદશીનો મહિમા જણાવતા કહ્યુ હતું કે આ એકાદશીનું વ્રત તમામ પાપોને નષ્ટ કરનાર છે. માનવામાં આવે છે કે જો કોઇ જાતક પાશાંકુશા એકાદશીનું વ્રત કરે છે તો તેને અશ્વમેઘ યજ્ઞ અને સૂર્ય યજ્ઞ કરવા સમાન ફળ પ્રાપ્ત થાય છે.

પાશાંકુશા એકાદશી વ્રત નિયમો

  • વ્રતને દિવસે સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી સૌ પ્રથમ શ્રી હરિ વિષ્ણુનું ધ્યાન ધરી ઉપવાસ પૂર્ણ કરવાનો સંકલ્પ કરો.
  • ઉપવાસના દિવસે પણ અન્ન ગ્રહણ ન કરવું જોઈએ.
  • બીજા દિવસે, વ્રત પૂર્ણ થયા પછી જ, ખોરાક લેવો જોઈએ.
  • ઉપવાસના દિવસે ભૂલથી પણ ભાતનું સેવન ન કરવું જોઈએ.
  • સંકલ્પ લીધા પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા ચિત્રને પૂર્વોત્તર દિશામાં પીળા કપડા પર મૂકો અને પૂજા અર્ચના કરો.
  • ભગવાન વિષ્ણુની ઉપાસનામાં ચોખાનો ઉપયોગ ન કરવો.
  • ચોખાને બદલે ભગવાન સમક્ષ ઘઉંની ઢલગી પર ગંગાજળ ભરેલ કળશ લઇને તેના પર સોપારી, પાન અને નાળિયેર મૂકો.
  • કળશ પર કંકુથી ૐ અને સ્વસ્તિક બનાવો. તેના પર ભગવાન વિષ્ણુને પ્રિય તેવા પીળા રંગના પુષ્પ અને પીળા રંગના ફળ અર્પણ કરો.
  • જો શક્ય હોય તો, આ એકાદશી પર રાત્રે જાગરણ કરો અને ભગવાનનું નામ સ્મરણ કરો.
  • વ્રતના બીજા દિવસે બ્રાહ્મણને ભોજન કરાવો.
  • ઉપવાસના દિવસે સાધકે યથા શક્તિ દાન કરવું જોઇએ.

પાશાંકુશા એકાદશીનું ફળ 

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
  • પાશાંકુશા એકાદશીનું વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે .
  • આ એકાદશીના દિવસે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ .
  • આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગ લોકની પ્રાપ્તિ થાય છે .
  • જે ફળ મનુષ્ય કઠીન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે ક્ષીર સાગરમાં શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવા માત્રથી મળે છે .
  • આ વ્રત કરનાર મનુષ્યને યમનું દુઃખ ભોગવવું પડતું નથી .
  • હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસૂય યજ્ઞનું ફળ આ એક એકાદશીનું ફળના સોળમાં હિસ્સાની બરાબર પણ નથી હોતું એટલે કે આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથી નથી .
  • જો કોઈ મનુષ્ય અજાણતા પણ એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમ દર્શન થતા નથી .
  • જે મનુષ્ય આસો માસની શુકલ પક્ષની પાશાંકુશા એકાદશીનું વ્રત કરે છે એમને હરિ લોકની પ્રાપ્તિ થાય છે.
  • જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ,ગાય ,અન્ન ,વસ્ત્ર ,છત્રનું દાન કરે છે તેને યમરાજાના દર્શન થતા નથી .
  • આ એકાદશી કરનાર મનુષ્ય આલોકમાં સ્વસ્થ દીર્ઘાયુ, પુત્ર તથા ધન ધાન્યથી પૂર્ણ થઇને સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોકમાં ગતિ કરે છે.

 

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article