Papmochani Ekadashi 2022 : કેવી રીતે શરૂ થયું એકાદશી વ્રત, જાણો તેનો મહિમા અને નિયમો!

|

Mar 25, 2022 | 6:19 PM

એક વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે. તમામ એકાદશી વ્રતનું મહત્વ અને નામ અલગ-અલગ છે. આ વ્રત ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. અહીં જાણો કેવી રીતે એકાદશી વ્રતની શરૂઆત થઈ અને તેના નિયમો શું છે.

Papmochani Ekadashi 2022 : કેવી રીતે શરૂ થયું એકાદશી વ્રત, જાણો તેનો મહિમા અને નિયમો!
Papmochani Ekadashi 2022 (symbolic image )

Follow us on

એકાદશી વ્રત શ્રેષ્ઠ વ્રત માંનું એક માનવામાં આવે છે. એકાદશી વ્રત દર મહિનામાં બે વાર કરવામાં આવે છે. આમ એક વર્ષમાં કુલ 24 એકાદશીઓ આવે છે. એકાદશીના તમામ ઉપવાસ ભગવાન વિષ્ણુને સમર્પિત છે. શાસ્ત્રોમાં દરેક એકાદશીનું અલગ નામ અને અલગ અલગ મહત્વ છે. ચૈત્ર માસના કૃષ્ણ પક્ષની એકાદશીને પાપમોચની (Papmochani Ekadashi) એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ એકાદશી તમામ પાપોનો નાશ કરનારી માનવામાં આવે છે. આ વખતે પાપમોચની એકાદશીનું વ્રત 28 માર્ચે આવશે. શાસ્ત્રોમાં તમામ એકાદશીના વ્રત મોક્ષ આપનાર કહેવાય છે. અહીં જાણો કેવી રીતે શરૂ થયું એકાદશીનું વ્રત (Ekadashi Vrat). પ્રથમ એકાદશીનું વ્રત કોણે કર્યું હતું અને તેના નિયમો (Ekadashi Vrat Rules) શું છે.

એકાદશીનું વ્રત શ્રી કૃષ્ણએ ધર્મરાજા યુધિષ્ઠિરે શરૂ કર્યુ હતું

પદ્મ પુરાણ અનુસાર, એકવાર ધર્મરાજા યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પાપોમાંથી મુક્તિ મેળવવાનું સાધન પૂછ્યું. ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમને એકાદશી વ્રતનો મહિમા જણાવ્યો. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે એકાદશી ઉપવાસ એ છે જે દુ:ખ અને ત્રિવિધ તાપથી મુક્તિ આપે છે, હજારો યજ્ઞોના અનુષ્ઠાનની તુલના બરાબર છે. યુધિષ્ઠિરે આ વ્રત ભગવાન કૃષ્ણ દ્વારા આપવામાં આવેલા નિયમો અનુસાર રાખ્યું હતું. જેના કારણે તેમના તમામ દુ:ખ દૂર થઈ ગયા અને પાપોનો અંત આવ્યો.

આ રહ્યા ઉપવાસના નિયમો

એકાદશી વ્રતના નિયમો અઘરા છે. આ વ્રતના નિયમો દશમી તિથિની સાંજથી શરૂ થાય છે અને દ્વાદશીના પારણ સુધી ચાલે છે. દશમીના દિવસે સૂર્યાસ્ત પહેલા ડુંગળી અને લસણ વગરનું સાદું ભોજન લેવું જોઈએ. આ પછી, એકાદશીના દિવસે, વ્યક્તિએ ઉપવાસ કરવો જોઈએ અને પૂર્ણ ભક્તિ સાથે ભગવાનની પૂજા કરવી જોઈએ. દરેક એકાદશીની એક અલગ કથા હોય છે, તે વાર્તા વાંચવી જોઈએ. જો તમે વ્રત દરમિયાન ઈચ્છો તો એક સમયે ફળ ખાઈ શકો છો. પરંતુ નિર્જલા એકાદશીનું વ્રત પાણી પીધા વગર રાખવાનું હોય છે. એકાદશીની રાત્રે જાગરણ કરીને ભગવાનના ભજનનો જાપ કરો. દ્વાદશીના દિવસે સ્નાન વગેરેથી પરવારી પછી બ્રાહ્મણને ભોજન કરાવો, ક્ષમતા પ્રમાણે દક્ષિણા આપો અને તેમના ચરણસ્પર્શ કરીને આશીર્વાદ લો. તે પછી ઉપવાસ તોડવો.

Ganesh Puja : ભગવાન ગણેશને કયા તેલનો દીવો પ્રગટાવવો જોઈએ? જાણી લો
આયોડીનની ઉણપથી કયા રોગો થાય છે?
ભારતનો સૌથી મોંઘો કોમેડિયન રજનીકાંતથી પણ વધારે પૈસાદાર છે , જુઓ ફોટો
One Day Marriage : અહીં ફક્ત એક દિવસ માટે થાય છે લગ્ન ! બીજા દિવસે પતિ-પત્ની અલગ
Jioએ લોન્ચ કર્યા ડેટા વગરના બે સસ્તા પ્લાન ! મળશે 365 દિવસની વેલિડિટી, જાણો કિંમત
Expensive divorce : ઈન્ડિયાના સૌથી મોંઘા છૂટાછેડા આપનાર નવાઝ મોદી કોણ છે? જાણો

આ પણ ધ્યાનમાં રાખો

કોઈપણ વ્રતનો ઉદ્દેશ્ય મનને શુદ્ધ કરવાનો હોય છે. એકાદશી વ્રત દરમિયાન મનમાં કોઈપણ પ્રકારના દૂષિત વિચારો ન લાવો. આવે તો પણ ભગવાનનું ધ્યાન કરીને તેને દૂર કરો. કોઈની ટીકા કે નિંદા ન કરો. કોઈની સાથે ખરાબ વર્તન ન કરો. બ્રહ્મચર્યનું પાલન કરો.

આ પણ વાંચો :Travel Dishes : પ્રવાસ દરમિયાન આ પ્રખ્યાત અને આરોગ્યપ્રદ વાનગીઓનો આનંદ જરુર માણજો

આ પણ વાંચો :Coronavirus : જર્મનીમાં 3 લાખ, ફ્રાન્સમાં 1.5 લાખ દુનિયામાં કોરોનાનો ભય વધ્યો, વધુ ખતરનાક વેરિઅન્ટ આવવાનું જોખમ

Next Article