Holi Festival Rituals: હોળીના અવસર પર નવવધૂએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !

|

Mar 05, 2023 | 6:29 AM

સાસરીયામાં પહેલી હોળી (Holi) જોવી એ નવપરિણીતા માટે અશુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે તેનાથી દુલ્હનના સાસરી તરફના સંબંધો બગડવા લાગે છે. એટલે, નવપરિણીતાએ પહેલી હોળી તો હંમેશા પિયરમાં જ ઉજવવી જોઈએ !

Holi Festival Rituals: હોળીના અવસર પર નવવધૂએ ભૂલથી પણ ન કરવા જોઈએ આ કામ, નહીંતર મુસીબતનો કરવો પડશે સામનો !

Follow us on

લૌકિક માન્યતામાં હોળીના પર્વને લઈને કેટલાક નિયમો જોવા મળે છે. આ નિયમ મોટાભાગે નવપરિણીતાના સંદર્ભમાં આપવામાં આવ્યા છે. માન્યતા અનુસાર જેમની લગ્ન બાદની પહેલી હોળી છે, તેવી મહિલાઓએ હોળીના અવસર પર કેટલીક બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે. કહે છે કે જે નવવધૂ આ વાતોની અવગણના કરે છે, તેને મુસીબતો સહન કરવાનો વારો આવે છે ! ત્યારે, આવો જાણીએ કે હોળીના અવસર પર નવપરિણીતાએ કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

કયા રંગના વસ્ત્ર પહેરવા ?

નવવધૂએ હોળી દરમિયાન કાળા રંગના વસ્ત્ર ધારણ ન કરવા જોઈએ. કારણ કે, તેને અશુભ રંગ માનવામાં આવે છે. એક માન્યતા અનુસાર કાળા રંગ તરફ નકારાત્મક ઊર્જા ખૂબ જ ઝડપથી આકર્ષિત થાય છે. અને હોળાષ્ટક દરમિયાન આ જ નકારાત્મક ઊર્જાનું વિશેષ પ્રભુત્વ હોય છે.

એ જ કારણ છે કે, હોળી-ધુળેટી પર લોકો સફેદ રંગના વસ્ત્ર ધારણ કરતા હોય છે. પરંતુ, જેમના લગ્ન હોળીના થોડાં સમય પહેલાં જ થયા હોય, એટલે કે જેમની લગ્ન બાદની પહેલી હોળી હોય તેમણે સફેદ વસ્ત્ર પણ ન પહેરવા જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવવધૂએ હોળીના અવસર પર લાલ કે પીળા રંગના વસ્ત્ર પહેરવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સાસરીયામાં પહેલી હોળી ન ઉજવો !

એક માન્યતા અનુસાર નવપરિણીતાએ પહેલી હોળી તેના સાસરામાં ન ઉજવવી જોઇએ. કહે છે કે હોળી પ્રાગટ્યને જો સાસુ-વહુ એકસાથે જોઇ લે તો ઘરમાં વાદ-વિવાદ શરૂ થઇ જાય છે. સાસરીયામાં પહેલી હોળી જોવી એ નવપરિણીતા માટે અશુભ માનવામાં આવે છે. એવી પણ માન્યતા છે કે તેનાથી દુલ્હનના સાસરી તરફના સંબંધો બગડવા લાગે છે. એટલે, નવપરિણીતાએ પહેલી હોળી તો હંમેશા પિયરમાં જ ઉજવવી જોઈએ.

શું રાખશો ધ્યાન ?

જો તમે લગ્ન પછી પહેલી હોળી પિયરમાં ઉજવો છો, તો હોલિકા દહન સમયે ઘરથી બહાર ન નીકળવું જોઈએ. તેમજ પ્રગટ હોળી પણ ન જોવી જોઈએ.

સામાન કોઇને ન આપો !

નવપરિણીતાએ હોળી પ્રાગટ્ય પહેલા એટલે કે હોલિકા દહન પૂર્વે તેનો લગ્નનો સામાન કોઈને પણ ન આપવો જોઈએ. હોળી એ મહારાત્રી અને સાધનાની રાત્રી મનાય છે. આ રાત્રીએ ઘણી જગ્યાઓ પર તંત્ર સાધના કરવામાં આવે છે. એટલે જ, નવપરિણીતાએ તેના લગ્નનો સામાન કોઇને પણ ન આપવો જોઇએ. નહીં તો તે તેના માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે !

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article