દેવ દિવાળીએ તમે દીપદાન કરો છો કે નહીં ? દીપદાનથી પૂર્ણ થશે આપની મનોકામના

|

Nov 07, 2022 | 6:15 AM

દેવ દિવાળીએ (DEV DIWALI) પવિત્ર નદીઓમાં સ્નાન અને દીપદાનનું વિશેષ મહત્વ છે. શ્રીહરિ સમક્ષ પ્રગટાવેલો એક દીપ આપને અપાવશે નોકરીમાં બઢતી.

દેવ દિવાળીએ તમે દીપદાન કરો છો કે નહીં ? દીપદાનથી પૂર્ણ થશે આપની મનોકામના
Deepdan

Follow us on

દેવ દિવાળી હિન્દુ ધર્મનો વિશેષ તહેવાર છે. તેનું મહત્વ પણ ખૂબ છે. આ દિવસે ગંગાઘાટ પર સ્વર્ગમાંથી ધરતીલોક પર સ્નાન કરવા દેવી અને દેવતાઓ અવતરિત થાય છે. એટલા માટે આ દિવસે ગંગાઘાટને વિશેષ સ્વરૂપે દીવાઓથી સજાવવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું આગવું મહત્વ છે. માન્યતા છે કે આ દિવસે નદીમાં સ્નાન કરીને દીપદાન  કરવું જોઇએ. માન્યતા તો એવી છે કે આપની મનોકામના અનુસાર ચોક્કસ સ્થાન પર દીપદાન કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે અને ઇચ્છા અનુસાર આપને ફળની પ્રાપ્તિ કરાવે છે. દેવદિવાળીના દિવસે આપ શ્રદ્ધાપૂર્વક એ સ્થાન પર દીપદાન કરશો તો આપની તમામ મનોકામનાની પૂર્તિ થશે.

 

વિદ્યા-બુદ્ધિની પ્રાપ્તિ અર્થે

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

જો ભણવામાં મન ન લાગતું હોય અથવા તો મહેનત અનુસાર ફળ ન મળતું હોય તો આ સ્થિતિમાં માતા સરસ્વતી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો સાથે માતાની સમક્ષ વિદ્યા-બુદ્ધિ અને સફળતાની પ્રાર્થના કરવી.

 

નોકરીમાં બઢતી અર્થે

નોકરીમાં બઢતી મેળવવા માટે દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુ સમક્ષ દીવો પ્રજવલિત કરવો. માન્યતા તો એવી છે કે આ ઉપાય કરવાથી આપને નોકરીમાં બઢતીની અવશ્ય પ્રાપ્તિ થશે અને જો નોકરી નથી તો તેને નોકરીની તકો પણ પ્રાપ્ત થશે.

 

આવકમાં વૃદ્ધિ અર્થે

જો આપને આપની આવકના સ્ત્રોતમાં વૃદ્ધિ કરવી હોય તો દેવદિવાળીના દિવસે માતા લક્ષ્મી સમક્ષ ઘીનો દીવો પ્રજવલિત કરવો જોઇએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી આપની આવકમાં વૃદ્ધિ કરશે સાથે જ આવકની પ્રાપ્તિ માટે નવા સ્ત્રોત પણ પ્રાપ્ત કરાવશે.

 

દુર્ઘટનાથી મુક્તિ અર્થે

જો તમે કોઇને કોઇ પ્રકારની દુર્ઘટનાનો શિકાર બનતા હોવ તો દેવ-દિવાળીના દિવસે બજરંગ બલી હનુમાનજી સમક્ષ દીવો પ્રજવલિત કરવો. આ ઉપાય કરવાથી આપને આકસ્મિક દુર્ઘટનાઓથી મુક્તિ મળશે તેમજ તમારા શત્રુઓ પરાસ્ત થશે.

 

માંદગીમાંથી મુક્તિ અર્થે

જો પરિવારનું કોઇ સભ્ય બિમાર હોય કે લાંબાગાળાથી માંદગીમાં સપડાયેલું હોય તો દેવદિવાળીના દિવસે સૂર્ય દેવની સમક્ષ સૂર્યયંત્રની સ્થાપના કરવી અને તેમની સમક્ષ દીપ પ્રજવલિત કરવો. સાથે જ મનોમન પ્રાર્થના પણ કરવી આ માંદગીથી મુક્તિ મળે તે માટેની.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article