Navratri special : નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતાજીને પ્રસન્ન કરવા માટે 9 દિવસ સુધી દરરોજ અલગ-અલગ પ્રસાદ ચઢાવવામાં આવે છે. ચાલો જાણીએ કે દેવીના કયા સ્વરૂપને કયો પ્રસાદ ચઢાવવો જોઈએ.15 ઓક્ટોમ્બરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. વર્ષમાં ચાર નવરાત્રી (Navratri ) ઉત્સવો ઉજવવામાં આવે છે. નવરાત્રિમાં દેવી દુર્ગાના નવ સ્વરૂપોની અલગ-અલગ રીતે પૂજા-અર્ચના કરવામાં આવે છે.
નવરાત્રિના 9 દિવસ ખૂબ જ વિશેષ
નવરાત્રિ દેવીનો પ્રથમ સ્વરૂપની પૂજા સાથે શરૂ થાય છે. નવરાત્રિના 9 દિવસ ખૂબ જ વિશેષ અને શુભ હોય છે. જેમ નવરાત્રિના નવ દિવસો દરમિયાન દેવી-દેવતાઓના વિવિધ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે, તેવી જ રીતે આ નવ દિવસોમાં નવ દેવીઓને ધરવામાં આવતો પ્રસાદ પણ અલગ-અલગ છે. આવો જાણીએ નવરાત્રીના 9 દિવસ દરમિયાન દેવીને અલગ-અલગ પ્રસાદ ચઢાવવાનું મહત્વ.
આ પણ વાંચો : Navratri 2023 : નવરાત્રિમાં આ ટિપ્સને ફોલો કરીને મેળવો શાનદાક લુક, અપનાવો આ સ્ટેપ્સ
પ્રથમ દિવસે શૈલપુત્રી- નવરાત્રિના પહેલા દિવસે કલશની સ્થાપના સાથે માતા દુર્ગાના પ્રથમ સ્વરૂપમા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માતા શૈલપુત્રી હિમાલયના રાજાની પુત્રી છે અને તે વૃષભ પર સવારી કરે છે. આ દિવસે તેમને ગાયનું ઘી અને તેમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી વ્યક્તિને સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિ મળે છે.
- નવરાત્રીના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવાની પરંપરા છે. માતાના આ સ્વરૂપને સાકર ખૂબ જ પ્રિય છે.
- નવરાત્રીના ત્રીજા દિવસે ચંદ્રધંટાની પુજા કરવામાં આવે છે. આ દિવસે માતાજીને દુધમાંથી બનેલી મિઠાઈ, ખીર અને પકવાનનો ભોગ ધરાવવામાં આવે છે.
- નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડાની પુજા કરવામાં આવે છે. માતાજીના આ સ્વરુપને માલપુઆ ખુબ પ્રિય હોય છે. ત્યારે નવરાત્રિના ચોથા દિવસે માતાજીને માલપુઆનો ભોગ અર્પણ કરી શકો છો.
- નવરાત્રિના પાંચમા દિવસે માતા સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે કેળા અર્પણ કરવાથી તમામ શારીરિક રોગોથી મુક્તિ મળે છે અને બાળકોનું સ્વાસ્થ્ય સારું રહે છે.
- નવરાત્રિના છઠ્ઠા દિવસે માતાને મધ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે કારણ કે માતા કાત્યાયની મધને ખૂબ પ્રેમ કરે છે. માતાને મધ અર્પણ કરવાથી વ્યક્તિની નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
- સાતમો દિવસ કાલરાત્રિ નવરાત્રિના સાતમા દિવસે માના કાલરાત્રિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. માતા કાલરાત્રિને ગોળ અર્પણ કરવો ખૂબ જ પ્રિય છે. આ દિવસે માતાને ગોળ અર્પણ કરવાથી રોગો અને દુઃખમાંથી મુક્તિ મળે છે.
- આઠમો દિવસ મા મહાગૌરી- આ દિવસે માતાજીને ભોગ તરીકે હલવો ચઢાવવો ખૂબ જ શુભ છે. આ સિવાય આ દિવસે નારિયેળ ચઢાવવાથી દેવી માતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે અને ઘરમાં હંમેશા ધન-સંપત્તિ બની રહે છે.
- નવમો દિવસ મા સિદ્ધિદાત્રી- નવરાત્રિના નવમા દિવસે મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસે દેવી સિદ્ધિદાત્રીને હલવો-પુરી અને ખીર અર્પણ કરીને કન્યા પૂજા કરવી જોઈએ.
Health અને લાઇફસ્ટાઇલના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો