Navratri Mantra: નવરાત્રીમાં સૌથી કારગર છે નવાર્ણ મંત્ર પ્રયોગ, શીઘ્ર મળે છે ફળ, દરેક મનોકામના થાય છે પૂરી

|

Oct 15, 2023 | 4:24 PM

દેવી ભાગવતમાં ઉલ્લેખ અનુસાર આ મંત્રને રચનાર ઋષિ સ્વયમ્ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. આ મહાન મંત્ર ત્રણ મહાદેવીના બીજ મંત્રોને એક સાથે મેળવી આ મહામંત્ર બન્યો છે , ત્રણ મહા દેવી લક્ષ્મી સરસ્વતી અને માં કાલી ની ચેતનાનું દિવ્ય સ્વરૂપ ગણાય છે માટે નવાર્ણ યંત્રનું નવરાત્રિમાં સ્થાપન કરી નવરાત્રી પૂજન કરાય તો તે ધન-ધાન્ય સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય ,રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ સંતતિ સંપત્તિ અને સૌભાગ્ય આપનારું છે અનેક લોકોની મનોકામના આ મહાન મંત્ર એ પૂર્ણ કરી છે.

Navratri Mantra: નવરાત્રીમાં સૌથી કારગર છે નવાર્ણ મંત્ર પ્રયોગ, શીઘ્ર મળે છે ફળ, દરેક મનોકામના થાય છે પૂરી
Navratri Mantra

Follow us on

દેવી ભાગવતમાં જણાવ્યા અનુસાર નવાર્ણ મંત્રને તુરંત ફળ આપતો ચમત્કારીક મંત્ર કહ્યો છે, આ અંગે વધુ માહિતી આપતા ગુજરાતના જાણીતા જ્યોતિષી ચેતન પટેલે જણાવ્યું કે આ મંત્ર યંત્ર આકારમાં દરેક અંબાજી માતાના ફોટાની નીચે હોય જ છે પરંતુ આ કેમ હોય છે તેનું રહસ્ય કોઈ જાણતું નથી.

આ મંત્ર નો મહિમા અપરંપાર છે આ મંત્રથી દેવીની સાધના પૂર્વ કાળમાં અનેક દેવતાઓએ અનેક રાજાઓએ અને અનેક ઋષિમુનિઓએ કરી હતી અને માં શક્તિને પ્રસન્ન કર્યા છે અને મનોકામના અનુસાર શીઘ્ર ફળની પ્રાપ્તિ કરી છે માટે આ મંત્રને શ્રેષ્ઠ ગણવામાં આવે છે.

આ મંત્ર ની ઉપાસનામાં એક યંત્ર નો ઉપયોગ કરવો અનિવાર્ય બની જાય છે જે યંત્રને નવાર્ણયંત્ર ગણવામાં આવે છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
મહાકાલના દર્શન કરતી વખતે આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા

નવાર્ણ મંત્ર ( નવ અક્ષરથી હોવાથી તેનું નામ નવાર્ણ મંત્ર છે)

ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે

દેવી ભાગવતમાં ઉલ્લેખ અનુસાર આ મંત્રને રચનાર ઋષિ સ્વયમ્ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ છે. આ મહાન મંત્ર ત્રણ મહાદેવીના બીજ મંત્રોને એક સાથે મેળવી આ મહામંત્ર બન્યો છે , ત્રણ મહા દેવી લક્ષ્મી સરસ્વતી અને માં કાલી ની ચેતનાનું દિવ્ય સ્વરૂપ ગણાય છે માટે નવાર્ણ યંત્રનું નવરાત્રિમાં સ્થાપન કરી નવરાત્રી પૂજન કરાય તો તે ધન-ધાન્ય સુખ-સમૃદ્ધિ આયુષ્ય આરોગ્ય ,રક્ષણ સ્વર્ગ મોક્ષ તેમજ સંતતિ સંપત્તિ અને સૌભાગ્ય આપનારું છે .અનેક લોકોની મનોકામના આ મહાન મંત્ર એ પૂર્ણ કરી છે.

આ પણ વાંચો : Panchmahal : નવરાત્રીને લઈ પાવાગઢ ખાતે અનોખુ આયોજન, જાણો કેવી છે સુવિધા, જુઓ Video

નવાર્ણ મંત્ર અનુષ્ઠાન વિધિ માટે

શુભ મુહૂર્ત માં શરૂ કરવી જેમાં આપડે માતાજી નું ઘટ સ્થાપના કે કુંભ સ્થાપના કરીએ તેજ મુહર્તમાં આ યંત્રનું વિધિ સહિત સ્થાપન કરવું.

મહા મંત્ર

ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે

આ મહાન મંત્રની વિધિ અનુસાર એકમનાથી નવરાત્રી ઉપવાસ રાખવાનો સંકલ્પ કરી શુભ મુહૂર્તમાં સ્નાનાદિકાર્ય બાદ ઘરના પૂજાસ્થાનમાં માતાજીનું ધ્યાન કરી આહવાન કરો તેમનું સ્થાપન કરતા હોય તેવા પાવિત્ર ભાવથી શ્વેત કાગળ પર લાલ સહિથી અથવા કુમકુમ કે હળદરથી આ પ્રમાણે યંત્ર બનાવવું.

ત્યારબાદ 1 થી 9 અંક માં આ નવ અક્ષરો લખી (ઐં હ્રીં ક્લીં ચામુંડાયે વિચ્યે )

ત્યારબાદ તેનું બાજોઠ પર ભાવથી સ્થાપન કરવું , સાથે કળશ તેમજ દિપ સ્થાપન કરવું ઘરની પૂજામાં અક્ષત કુમકુમ તિલક પુષ્પ અને પ્રસાદ ધરાવવો સ્થાપન સમયે ફ્રુટ અને સુકામેવા પણ મુકવા ત્યારબાદ થાળ આરતી કરી આનંદથી માતાજી નું પૂજન કરવું ત્યારબાદ નિયમિત નવરાત્રી પરિયંત રોજ માતાજીના સંપૂર્ણ આશીર્વાદ બની રહે તેવી કામનાથી નિયમિત 3,6, કે 9 માળા પૈકી પોતાના સંકલ્પ મુજબ કરવી આ પ્રમાણે નવાર્ણ મંત્ર યુક્ત યંત્રનું સ્થાપન કરવું ત્યાર બાદ નિત્ય નિયમિત 9 દિવસ પૂજન કરવું ધૂપ દીપ કરવા પુષ્પ અર્પણ કરવા અને નિયમ પ્રમાણે. મંત્રની માળા પણ યંત્ર સામે જોઈને કરવી જે અક્ષર બોલો ત્યારે તે અક્ષરના ખાના તરફ ધ્યાન કરવું આ પ્રમાણે વિધિ પૂર્વક નવરાત્રી દરમિયાન પૂજા કરવી

ઉપરોક્ત રીતે પૂજા કરવાથીમાં જગદંબા ની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે જેના ફળ સ્વરૂપે સમગ્ર પરિવાર ને સુખ સંપત્તિ સંતતિ અને ઐશ્વર્ય આરોગ્ય ની પ્રાપ્તિ થાય છે અને અનેક પ્રકારની આપત્તિઓ સામે રક્ષણ થાય મળે છે.

નવરાત્રી નવ દિવસ ના પૂજન બાદ આ યંત્ર ને ફ્રેમમાં મઢાવી પોતાના ધર ઓફિસ કે ફેકટરી જ્યાં પણ આપણી ઈચ્છા હોય ત્યાં પૂજા રૂમ માં રાખી નિયમિત ધૂપ દીપ થી પૂજન કરવાથી આ મહાન યંત્ર ના પ્રભાવ મુજબ વર્ષ દરમિયાન આપત્તિ સમયે રક્ષણ થાય છે અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તમામ પ્રકારની મનોકામના પૂરી થાય છે.

લેખક: ચેતન પટેલ- એસ્ટ્રોલોજર અને ધર્મવિદ

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:09 pm, Sun, 15 October 23

Next Article