Navratri 2023: નવરાત્રીમાં ઉપવાસ રાખવાનું વિચારી રહ્યા છો? તો જાણી લો આ નિયમ

શક્તિની ઉપાસના માટે નવરાત્રીના 09 દિવસ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમે પણ આ વર્ષે શારદીય નવરાત્રી દરમિયાન દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે 9 દિવસ ઉપવાસ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે આ લેખમાં આપવામાં આવેલા તમામ નિયમો જાણવા જ જોઈએ.

Navratri 2023: નવરાત્રીમાં ઉપવાસ રાખવાનું વિચારી રહ્યા છો? તો જાણી લો આ નિયમ
Navratri 2023
| Edited By: | Updated on: Oct 06, 2023 | 3:16 PM

સનાતન ધર્મમાં શક્તિના સાધનાનું ખુબ મહત્વ છે, શક્તિની આરાધનાથી માણસની દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે. હિન્દુ માન્યતા
અનુસાર, નવરાત્રીના 09 દિવસ માતાજીની પૂજા અર્ચના કરવી ખુબ શુભ માનવામાં આવે છે આ વર્ષે નવરાત્રી 15થી 24 ઓક્ટોબર સુધી ચાલશે. માતાજીને પ્રસન્ન કરવા માટે આ નવ દિવસ દરમિયાન તેમના ભક્તો સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે જપ અને ઉપવાસ કરે છે.

પરંતુ નોરતાના ઉપવાસના કેટલાક નિયમ છે,જો તમે પણ આ વર્ષે નવરાત્રી વ્રત રાખવાનું વિચારી રહ્યા છો, તો તેના ફાયદાકારક પરિણામો મેળવવા માટે તમારે તેનાથી સંબંધિત તમામ મહત્વપૂર્ણ નિયમો જાણવું જોઈએ. ચાલો જાણીએ નવરાત્રી વ્રત સાથે જોડાયેલી 09 મહત્વની વાતો.

  1. જો તમે નવરાત્રીના 9 દિવસનું ઉપવાસ રાખવા જઇ રહ્યા છો તો હોય સૌપ્રથમ તન અને મનથી શુદ્ધ બની શુભ મુહૂર્તમાં આ વ્રત રાખવાનો સંકલ્પ લો.
  2. જો તમે આખો દિવસ ઉપવાસ ન રાખી શકો તો તમારી અનુકૂળતા મુજબ નવરાત્રીના પહેલા અને છેલ્લા દિવસે ઉપવાસ રાખીને માની પૂજા-અર્ચના કરી શકો છો.
  3. શક્તિની ઉપાસના અને વ્રતનો સંકલ્પ લીધા પછી, નવરાત્રીના પ્રથમ દિવસે, એક શુભ મુહૂર્તમાં હેઠળ કળશની સ્થાપના કરો અને અને જવારા વાવો
  4. નવરાત્રી દરમિયાન વ્રત રાખનારા ભક્તોએ તેમના ઘરની પૂર્વ અથવા ઉત્તર દિશામાં બેસીને દેવીની પૂજા કરવી જોઈએ. માતાજીની પૂજા કરતી વખતે તમારું મુખ પૂર્વ તરફ રહેવું જોઈએ.
  5. નવરાત્રી દરમિયાન હંમેશા આસન પર બેસીને માતા દુર્ગાની પૂજા કરવી જોઈએ. લાલ રંગનું આસન શક્તિની સાધના માટે શુભ માનવામાં આવે છે.તમે ક્યારેય જમીન પર બેસીને દુર્ગાની પૂજા ન કરો.
  6. નોરતા દરમિયાન વ્રત રાખનાર ભક્તે વ્રતના છેલ્લા દિવસે કન્યાની પૂજા કરવી જોઈએ.નવરાત્રી દરમિયા 2 વર્ષથી 9 વર્ષ સુધીની કન્યાઓની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
  7. નવરાત્રી દરમિયાન ઉપવાસ કરનાર વ્યક્તિએ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેવી જ રીતે, દેવી સાધનાએ વ્રત દરમિયાન સંપૂર્ણ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.
  8. નવરાત્રી દરમિયાન દેવીની પૂજા કરનારા ભક્તોએ ઉપવાસ દરમિયાન ભૂલથી પણ કોઈની ટીકા, કોઇનું અપમાન ન કરવું જોઈએ.
  9. જો તમે નવરાત્રીના 09 દિવસ સુધી ઉપવાસ રાખવા જઈ રહ્યા છો, તો આ 09 દિવસોમાં તમારા વાળ અને નખ ન કાપો. ઉપરાંત ક્ષમતા પ્રમાણે દાન પણ આપો.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

 ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો