Navratri 2021: માતાના 9 સ્વરૂપો સાથે આ 9 ઔષધિઓનો સંબંધ, તેનું સેવન અનેક રોગો માટે ફાયદાકારક

|

Oct 11, 2021 | 12:37 PM

માતાના આ સ્વરૂપોની સમાન નવ આયુર્વેદિક ઔષધિઓ છે, જેનો ઉલ્લેખ માર્કંડેય ચિકિત્સા પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. માતાના નવ સ્વરૂપો સાથે આ નવ ઔષધિઓની સરખામણી કરતા તેમને નવદુર્ગા કહેવામાં આવી છે.

Navratri 2021: માતાના 9 સ્વરૂપો સાથે આ 9 ઔષધિઓનો સંબંધ, તેનું સેવન અનેક રોગો માટે ફાયદાકારક
Navratri 2021

Follow us on

નવરાત્રીના પવિત્ર દિવસોમાં માતા દેવીના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મા દુર્ગાના નવ સ્વરૂપો અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્વરૂપોની પૂજા કરવાથી વ્યક્તિ તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે, તમામ પ્રકારના દુ:ખ અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મેળવી શકે છે.

માતાના આ સ્વરૂપોની સમાન નવ આયુર્વેદિક ઔષધિઓ છે, જેનો ઉલ્લેખ માર્કંડેય ચિકિત્સા પદ્ધતિમાં કરવામાં આવ્યો છે. માતાના નવ સ્વરૂપો સાથે આ નવ ઔષધિઓની સરખામણી કરતા તેમને નવદુર્ગા કહેવામાં આવી છે. આ ઔષધિઓ વ્યક્તિના તમામ રોગોને હરાવવાની ક્ષમતા ધરાવે છે. જાણો આ નવ ચમત્કારીક ઔષધિઓ વિશે.

1. હરડ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

હરડને માતા શૈલપુત્રીનું સ્વરૂપ માનવામાં આવે છે. હરડના 7 પ્રકાર છે અને તે બધાના અલગ અલગ ઉપયોગ છે. પ્રથમ હરિતિકા છે, ભયનો નાશ કરનાર, બીજો પથયા એટલે દરેકને લાભદાયક, ત્રીજો કાયસ્થ છે જે શરીરને સ્વસ્થ રાખવા માટે છે. ચોથું અમૃતા, જેનું સેવન અમૃત જેવું છે, પાંચમો હેમવતી એટલે કે હિમાલયમાં ઉદ્ભવેલ, છઠ્ઠો ચેતકી, મનને પ્રસન્ન કરનાર અને સાતમું શ્રેયસી બધાનું કલ્યાણ કરે છે.

2. બ્રાહ્મી

બ્રાહ્મી માતાનું બ્રહ્મચારિણી સ્વરૂપ હોવાનું કહેવાય છે. તેના સેવનથી મગજને લગતી બીમારીઓ દૂર થાય છે. યાદશક્તિ મજબૂત થાય છે, લોહીની વિકૃતિઓ દૂર થાય છે અને આયુષ્ય વધે છે.

3. ચંદુસુર

ચંદુસુરને ચંદ્રઘંટાનું સ્વરૂપ માનવામાં આવે છે. તેના પાંદડા ધાણા જેવા દેખાય છે. તે હૃદયરોગ અને બીપીની સમસ્યામાં ફાયદાકારક માનવામાં આવે છે. સ્થૂળતાને પણ નિયંત્રિત કરે છે.

4. કુમ્હડા

કુમ્હડાની તુલના માતા કુષ્માંડા સાથે કરવામાં આવી છે. તેના સેવનથી શરીર મજબૂત બને છે. તે પેટ સાફ કરે છે, લોહીની વિકૃતિઓ દૂર કરે છે અને માનસિક સમસ્યાઓ અને શારીરિક ખામીઓ દૂર કરે છે. તે હૃદયના દર્દીઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.

5. અળસી

અળસીના નાના દાણા સ્કંદ માતા સાથે જોડાયેલા છે. તેનું સેવન કરવાથી શરીરમાં વાત, પિત્ત અને કફ સંબંધિત રોગો દૂર થાય છે.

6. મોઇયા

છઠ્ઠી ચમત્કારિક ઔષધિ છે મોઇયા. તેને અંબા, અંબાલિકા, અંબિકા અને માચિકા તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની તુલના માતા કાત્યાયની સાથે કરવામાં આવે છે. તે કફ, પિત્ત અને ગળાના રોગોનો નાશ કરનાર છે.

7. નાગદૌન

નાગદૌન માતા કાલરાત્રિ સમાન માનવામાં આવે છે. જેમ મા કાલરાત્રી બધી મુશ્કેલીઓ દૂર કરે છે, તેવી જ રીતે નાગદૌન તમામ પ્રકારના શારીરિક અને માનસિક રોગો સામે લડી શકે છે. તે તમામ પ્રકારના ઝેરને દૂર કરવા માટે પણ સક્ષમ માનવામાં આવે છે.

8. તુલસી

તુલસીને આયુર્વેદમાં મહાગૌરી કહેવામાં આવે છે. તુલસી શરીરની રોગ પ્રતિકારક શક્તિને સ્વસ્થ રાખે છે અને કફ સંબંધિત વિકારો દૂર કરે છે. તે લોહીને શુદ્ધ કરે છે અને ફેફસાં, હૃદય અને ગળાને લગતા રોગોના ઉપચારમાં ઉપયોગી છે.

9. શતાવરી

શતાવરીને માતાનું નવમું સ્વરૂપ માનવામાં આવે છે. તે પુરુષોમાં માનસિક શક્તિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે વાત અને પિત્ત સંબંધિત વિકારોને દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેના નિયમિત સેવનથી લોહીની વિકૃતિઓ દૂર થાય છે.

 

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે. જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. જનરુચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Astrology: ભૂલથી પણ એક સાથે ન પહેરો આ રત્નો , જીવનમાં થઈ શકે છે મોટી ઊથલ પાથલ

આ પણ વાંચો : Horoscope Today 11 October : વાંચો આજનું મેષ થી મીન સુધીનું દૈનિક રાશિફળ સંક્ષિપ્તમાં

Next Article