Navratri 2021: નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના

|

Oct 04, 2021 | 12:47 PM

શક્તિની ભક્તિનો અવસર એટલે નવરાત્રી ! નવરાત્રીના નવ દિવસ દેવીના અલગ અલગ નવ રૂપની આરાધના થાય છે. દેવીના અલગ અલગ સ્વરૂપ વ્યક્તિને અલગ અલગ ફળની પ્રાપ્તિ કરાવે છે.

Navratri 2021: નવરાત્રી એટલે આદ્યશક્તિના નવ રૂપની આરાધનાનો અવસર ! જાણો કયા દિવસે દેવીના કયા રૂપની કરશો ઉપાસના
નવરાત્રીમાં નવદુર્ગા પ્રદાન કરશે આશીર્વાદ

Follow us on

નવરાત્રી (Navratri) એટલે તો ગુજરાતીઓનો મનપસંદ તહેવાર. આવી ગઈ છે રૂડી નોરતાની રાત. એ નવલી નવરાત કે જેની તો સમગ્ર વર્ષ દરમિયાન ગુજરાતીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. નવરાત્રી એટલે તો શક્તિની ભક્તિનો અવસર. નવરાત્રી એટલે તો જગદંબાની ઉપાસનાનો અવસર. નવરાત્રી એટલે તો જગતજનનીના ગુણલાં ગાવાનો અવસર અને ગરબે ઘુમવાનો અવસર.
આપણે આદ્યશક્તિના અલગ અલગ 9 સ્વરૂપોનું નવરાત્રીમાં આવાહન કરતા હોઈએ છીએ. દેવીને રોજ ખાસ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે તેમને ગમતા પુષ્પ અર્પણ કરવામાં આવે છે. પણ સૌથી પહેલાં તો એ જાણવું જરૂરી છે કે નવરાત્રીમાં દેવીના કયા સ્વરૂપની કરશો આરાધના. આવો આજે જાણીએ કે કયા નોરતે દેવીનું કયુ સ્વરૂપ પૂજાય છે. અને શું છે નવદુર્ગાના નવ નામનું રહસ્ય.

દેવી શૈલપુત્રી
નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે પહેલાં નોરતે આદ્યશક્તિના શૈલપુત્રી સ્વરૂપનું પૂજન થાય છે. શૈલ એટલે હિમાલય. પર્વતરાજ હિમાલયના પુત્રી હોઈ માતાના આ રૂપને શૈલપુત્રી કહે છે.

દેવી બ્રહ્મચારિણી
બીજા નોરતે દેવીના બ્રહ્મચારિણી સ્વરૂપની આરાધના કરવામાં આવે છે. માતાએ મહાદેવને પતિ રૂપે પામવા હજારો વર્ષ સુધી તપસ્યા કરી. તેમના એ આકરી તપસ્યા વાળા રૂપને માતાનું બ્રહ્મચારિણી રૂપ કહે છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

દેવી ચંદ્રઘંટા
ત્રીજા નોરતે દેવીના ચંદ્રઘંટા સ્વરૂપની આરાધના કરાય છે. દેવીના આ સ્વરૂપની વિશેષતા જ એ છે કે દેવીના દસ હાથ છે, અને અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત છે માતાનું આ રૂપ.

દેવી કુષ્માંડા
નવરાત્રીના ચોથા દિવસે કુષ્માંડા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. મા દુર્ગાએ આખાય બ્રહ્માંડની રચના કરી છે તેથી તેમનું એક નામ કુષ્માંડા પણ છે.

દેવી સ્કંદમાતા
પાંચમા નોરતે શક્તિના સ્કંદમાતા સ્વરૂપનું પૂજન કરવામાં આવે છે. સ્કંદ એ શિવ અને પાર્વતીના પુત્ર કાર્તિકેયનું એક નામ છે. સ્કંદના માતા હોઈ દેવી સ્કંદમાતા કહેવાય છે.

દેવી કાત્યાયની
છઠ્ઠા નોરતે જગદંબાના કાત્યાયની સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. સુવર્ણની જેમ ચમકતું દેવીનું ચતુર્ભુજ સ્વરૂપ એટલે માતા કાત્યાયનીનું રૂપ.

દેવી કાલરાત્રિ
નવરાત્રીના સાતમા દિવસે જગતજનનીના કાલરાત્રિ રૂપની પૂજા કરવામાં આવે છે. આ સ્વરૂપ ચારભુજા ધારી અને ભક્તોની રક્ષા કરતું માનું સ્વરૂપ છે. તેમનું વાહન ગદર્ભ છે.

દેવી મહાગૌરી
આઠમની તિથિ પર માતાના મહાગૌરી રૂપનું પૂજન કરવામાં આવે છે. દેવીના આ રૂપનું વાહન વૃષભ છે. દેવીનો વર્ણ અત્યંત ગોરો છે. અને તેમણે શ્વેત વસ્ત્ર ધારણ કરેલા છે. જેને લીધે દેવી અત્યંત ગૌર વર્ણના ભાસે છે. અને તેના પરથી જ મા મહાગૌરી તરીકે પૂજાય છે.

દેવી સિદ્ધિદાત્રી
છેલ્લા નોરતે સિદ્ધિની પ્રાપ્તિ કરાવતા માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. ચતુર્ભુજધારી મા સિદ્ધિદાત્રી કમળ પર બિરાજમાન જોવા મળે છે. પરંતુ, મૂળે તો તેમનું વાહન સિંહ છે. સૌની કામનાને પૂર્ણ કરનારુ સ્વરૂપ એટલે માતા સિદ્ધિદાત્રીનું સ્વરૂપ.

આ પણ વાંચો: સૌભાગ્ય અને સમૃદ્ધિ માટે નવરાત્રી પર ઘરે લવો આ 6 વસ્તુઓ

આ પણ વાંચો: સર્વ પિતૃ અમાસે ગજછાયા યોગનો શુભ સંયોગ, માત્ર 1 શ્રાદ્ધથી 12 વર્ષ સુધી પિતૃઓ રહેશે તૃપ્ત !

 

Next Article