
Navratri 2023: આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ ગયો છે. નવરાત્રીના પ્રથમ દિવસે (Navratri 1st Day) ઘટ સ્થાપના અને મા શૈલપુત્રીની પૂજા કરવાની પરંપરા છે. આ દિવસથી માતાના નોરતા ચાલું થાય છે. એવી માન્યતા છે કે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. દેવીને સફેદ ફૂલ અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો. આવો જાણીએ નવરાત્રીના પહેલા દિવસે માતાના શૈલપુત્રી સ્વરૂપની કેવી રીતે પૂજા કરવી જોઈએ.
ऊं ऐं ह्नीं क्लीं चामुण्डायै विच्चे ॐ शैलपुत्री देव्यै नम:
આ પણ વાંચો : નવરાત્રીના ઉપવાસ દરમિયાન આ ફળો ખાવાથી મળે છે ઈન્સ્ટન્ટ એનર્જી
શારદીય નવરાત્રીના પ્રથમ દિવસે, દેવી શૈલપુત્રીની પૂજા કરતા પહેલા શુભ સમયે ઘટસ્થાપન કરો.અખંડ જ્યોત પ્રગટાવો અને ભગવાન ગણેશનું આહ્વાન કરો. દેવી શૈલપુત્રીને સફેદ રંગ ગમે છે, જો કે નારંગી અને લાલ પણ દેવીને ખૂબ પ્રિય છે. ઘટસ્થાપન પછી ષોડશોપચાર પદ્ધતિથી દેવી શૈલૂપત્રીની પૂજા કરો. મા શૈલપુત્રીને કુમકુમ, સફેદ ચંદન, હળદર, અક્ષત, સિંદૂર, સોપારી,લવિંગ, નારિયેળ અને 16 શ્રૃંગાર વસ્તુઓ અર્પણ કરો. દેવીને સફેદ ફૂલ અને રસગુલ્લા જેવી સફેદ મીઠાઈઓ અર્પણ કરો. મા શૈલપુત્રીના બીજ મંત્રોનો જાપ કરો અને પછી આરતી કરો. સાંજે માતાની આરતી પણ કરો.
માતા શૈલપુત્રીને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાને ગાયના ઘીમાંથી બનેલી વસ્તુઓ ખૂબ જ પસંદ છે. ગાયના ઘીમાંથી બનાવેલી બદામની ખીર માતા શૈલપુત્રીને અર્પણ કરી શકાય છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો