Makar Sankranti 2022: મકરસંક્રાંતિનો તહેવાર દર વર્ષે 14 કે 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે (Sun Transit in Capricorn) અને ખરમાસનો મહિનો પૂરો થાય છે તે પછી મકરસંક્રાંતિ ઉજવવામાં આવે છે. આ સાથે બધા શુભ કાર્ય પણ શરૂ થાય છે. પરંતુ આ વખતે સૂર્ય 14 જાન્યુઆરી, શુક્રવારે બપોરે 02:40 કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે. મકરસંક્રાંતિ પર નદીએ સ્નાન કરવુ, દાન અને પુણ્યનું વિશેષ મહત્વ હોવાથી લોકોમાં શંકા છે કે સૂર્ય ક્યારે બપોરના સમયે મકર રાશિમાં પ્રવેશ કરે છે, કયા દિવસે આ તહેવાર ઉજવવો. કેટલાક લોકો તેને 14 જાન્યુઆરીએ ઉજવવાની વાત કરી રહ્યા છે તો કેટલાક 15 જાન્યુઆરીને દાન માટે શુભ માની રહ્યા છે. જો તમને પણ સંક્રાંતિની તારીખને લઈને કોઈ મૂંઝવણ હોય, તો ચાલો અહીં જાણીએ ચોક્કસ તારીખ (Real Date of Makar Sankranti 2022) વિશે…
જ્યોતિષશાસ્ત્રી ડૉ. અરવિંદ મિશ્રા ના મતે 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિની ઉજવણી કરવી શ્રેષ્ઠ છે કારણ કે સૂર્યાસ્ત પહેલા સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. સૂર્યના મકર રાશિમાં પ્રવેશના 16 કલાક પહેલા અને 16 કલાક પછીનો સમય પુણ્યકાળ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, કોઈ શંકા વિના, 14 જાન્યુઆરી, શુક્રવારે મકરસંક્રાંતિનો તહેવાર ઉજવો અને નદી સ્નાન, દાન અને પુણ્ય કરો.
કહેવાય છે કે મકરસંક્રાંતિનો તહેવાર મહાભારતના સમયથી ઉજવવામાં આવે છે. તે જ સમયે, કેટલીક વાર્તાઓમાં, તેને ભગવાન વિષ્ણુના વિજયના દિવસ તરીકે વર્ણવવામાં આવ્યો છે. કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ પૃથ્વી પરના રાક્ષસોનો સંહાર કરીને દેવતાઓને તેમના આતંકમાંથી મુક્ત કર્યા હતા. મકરસંક્રાંતિના દિવસથી ઉત્તરાયણ શરૂ થાય છે અને દિવસો લાંબા અને રાત ટૂંકી થાય છે. શાસ્ત્રોમાં ઉત્તરાયણ (Uttrayan) ને દેવતાઓનો સમય કહેવામાં આવે છે.
સંક્રાંતિના દિવસે સૂર્યદેવની પૂજાનું વિશેષ મહત્વ છે. સૂર્ય ભગવાનને કળિયુગના વાસ્તવિક દેવતા માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સંક્રાંતિના દિવસે સૂર્યની ઉપાસના કરવાથી સૂર્ય ભગવાન (Lord Surya) ના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, જેનાથી વ્યક્તિનું પદ અને પ્રતિષ્ઠા વધે છે, શારીરિક અને આધ્યાત્મિક શક્તિઓનો વિકાસ થાય છે અને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય ઉપાસકને સૂર્યની સાથે શનિ સંબંધિત તમામ પરેશાનીઓથી પણ મુક્તિ મળે છે.
મકરસંક્રાંતિના દિવસે નદી સ્નાન અને દાનને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતમાં મકરસંક્રાંતિને પોંગલ (Pongal), ઉત્તરાયણ (Uttrayan), ખીચડી અને માત્ર સંક્રાંતિ જેવા નામોથી ઓળખવામાં આવે છે.
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !
આ પણ વાંચો: Makar Sankranti Surya Rashi Parivartan: મકરસંક્રાંતિ પર સૂર્ય બદલશે રાશી, આ 5 રાશીને થશે ધન લાભ