Maha Shivratri 2022: મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન

|

Feb 18, 2022 | 12:13 PM

આ વખતે મહાશિવરાત્રી 1 માર્ચ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને મહાદેવના લગ્ન થયા હતા, તેથી આ દિવસ મહાદેવ અને માતા પાર્વતી બંનેને ખૂબ જ પ્રિય છે.

Maha Shivratri 2022: મહાદેવને અતિ પ્રિય છે આ વસ્તુ, મહાશિવરાત્રિના દિવસે કરો અર્પણ, ભોલેનાથ થશે પ્રસન્ન
Maha Shivratri (symbolic image )

Follow us on

મહા શિવરાત્રી એ મહાદેવ અને માતા પાર્વતી (Mahadev and Mata Parvati) ની વિશેષ પૂજાનો દિવસ આવવાનો છે. દર વર્ષે આ તહેવાર ફાલ્ગુન માસ (Phalguna Month) ના કૃષ્ણ પક્ષની ચતુર્દશીના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે મહાશિવરાત્રી 1 માર્ચ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે માતા પાર્વતી અને મહાદેવના લગ્ન થયા હતા, તેથી આ દિવસ મહાદેવ અને માતા પાર્વતી બંનેને ખૂબ જ પ્રિય છે. જે ભક્તો મહાશિવરાત્રીનું વ્રત રાખીને સાચા હૃદયથી મહાદેવ અને મા ગૌરીની પૂજા કરે છે તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. આ વખતે મહાશિવરાત્રિ પર ઘણા શુભ યોગ પણ બની રહ્યા છે, આવી સ્થિતિમાં જો તમે ભોલેનાથની પૂજા કરો છો, તો તમારે તેમને તેમની મનપસંદ વસ્તુઓ અર્પણ કરવી જોઈએ. તેનાથી તેઓ ખૂબ જ ખુશ થશે અને તમારી દરેક ઈચ્છા પૂરી કરશે.

મહાશિવરાત્રી પર શુભ યોગ બની રહ્યા છે

આ વખતે મહાશિવરાત્રીના દિવસે અનેક શુભ યોગો બનવાના છે. દિવસના 11 વાગ્યો અને 18 મીનિટ સુધી પરિગ્રહ યોગ રહેશે. ત્યારપછી શિવયોગ શરૂ થશે. પરિઘ યોગમાં તમે શત્રુઓને હરાવવા માટે કોઈ ખાસ ઉપાય કરી શકો છો, તમને આમાં ચોક્કસ સફળતા મળશે. બીજી તરફ શિવ યોગમાં તમે કોઈ મહત્વપૂર્ણ અને શુભ કાર્ય કરી શકો છો. એ કામમાં સફળતા મળવાની સાથે તમને તેનું અનેકગણું પુણ્ય પણ મળશે. એટલું જ નહીં, મહાશિવરાત્રીના દિવસે મંગળ, શનિ, ચંદ્ર, શુક્ર અને બુધ ગ્રહો મકર રાશિમાં હોવાના કારણે પંચગ્રહી યોગ પણ બનવા જઈ રહ્યો છે.

મહાદેવની પૂજામાં આ વસ્તુઓ અવશ્ય ચઢાવો

બીલીપત્ર

મહાદેવને બીલીપત્ર અતિ પ્રિય છે. બીલીપત્રના પાન હંમેશા મહાદેવને ચઢાવવામાં આવે છે. શાસ્ત્રોમાં આ ત્રણેય પાંદડાઓને ત્રિદેવ અને મહાદેવના ત્રિનેત્રનું નામ આપવામાં આવ્યું છે. બીલીના પાન ચઢાવવાથી મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે, પરંતુ ખંડિત બીલીના પાન ક્યારેય ચઢાવતા નહીં.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પીપળાના પાન

શું તમે જાણો છો કે પીપળના પાન પણ મહાદેવને ખૂબ જ પ્રિય છે. જો તમને કોઈ કારણસર બીલીના પાન ન મળે તો તમે મહાદેવને પીપળાના પાન અર્પણ કરી શકો છો.

ભાંગ

આ દિવસે, તમે શિવને ભાંગના પાન અથવા ભાંગથી બનેલી ઠંડાઇ પણ અર્પણ કરી શકો છો. એવું કહેવાય છે કે જ્યારે શિવે સમુદ્ર મંથન દરમિયાન ઝેર પીધું ત્યારે તેની સળગતી સંવેદનાને શાંત કરવા માટે ભાંગના પાનનો ઉપયોગ કર્યો હતો. એટલા માટે ભાંગના પાન પણ મહાદેવને ખૂબ પ્રિય છે.

ધતુરા

મહાદેવને ધતુરા પણ ખુબ પ્રિય છે તમે ધતુરા પણ અર્પણ કરી શકો છો-. કહેવાય છે કે ધતુરા ચઢાવવાથી મહાદેવ પોતાના ભક્તની તમામ પરેશાનીઓ દૂર કરે છે. દાતુરામાં ઔષધીય ગુણો છે. સમુદ્ર મંથન માંથી નિકળેલા ઝેરની વેદના શાંત કરવા ગાંજાના પાનની સાથે ધતુરાનો પણ ઉપયોગ થતો, તેથી ધતુરો પણ મહાદેવને પ્રિય છે.

શમીના પાન

જો તમારા પર શનિદેવનો પ્રકોપ હોય તો તમારે મહાશિવરાત્રીના દિવસે મહાદેવને શમીના પાન અર્પણ કરવા જોઈએ. શમીના પાન શિવને ખૂબ પ્રિય છે.

આ પણ વાંચો :2008 Ahmedabad Serial Blast verdict Live: અમદાવાદ બ્લાસ્ટ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 49 દોષિતોને આજીવન કેદની સજા, દરેકને 10 હજારનો દંડ

આ પણ વાંચો :Corona Update: કોરોનાના 25,920 નવા કેસ સામે આવ્યા, 492 લોકોના મોત, એક્ટિવ કેસ ઘટીને 3 લાખથી ઓછા થયા

Next Article