Magh Purnima 2022: માઘ (મહા) પૂર્ણિમાના દિવસે કરો આ લાભકારી ઉપાય, મા લક્ષ્મી કરશે ધનવર્ષા

|

Feb 14, 2022 | 6:21 PM

Magh Purnima 2022: માઘ (મહા) મહિનાની પૂર્ણિમાના દિવસે ગંગા સ્નાન વગેરેનું વિશેષ મહત્વ છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓનો અંત આવે છે.

Magh Purnima 2022: માઘ (મહા) પૂર્ણિમાના દિવસે કરો આ લાભકારી ઉપાય, મા લક્ષ્મી કરશે ધનવર્ષા
Magh Purnima 2022

Follow us on

Magh Purnima 2022: હિંદુ ધર્મમાં માઘ (મહા) મહિનાની પૂર્ણિમાનું ખૂબ જ વિશેષ મહત્વ છે. આ વખતે માઘ પૂર્ણિમા 16 ફેબ્રુઆરી, 2022, બુધવારના રોજ આવશે. આ દિવસે ભક્તો ખાસ પુજા-અર્ચના કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે માઘ પૂર્ણિમાના દિવસે પણ ખાસ સંયોગ બની રહ્યો છે. આ વખતે માઘ પૂર્ણિમાના દિવસે આશ્લેષા નક્ષત્ર અને કર્કનો સંયોગ બની રહ્યો છે. એવું માનવામાં આવે છે કે માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન અને દાન વગેરે કરવાથી સુખ-સમૃદ્ધિ મળે છે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે. ચાલો જાણીએ માઘ પૂર્ણિમા માટે કયા ઉપાય કરવા જોઈએ, જેનાથી મા લક્ષ્મીની કૃપા મળશે.

માઘ પૂર્ણિમાના ઉપાયો (Magh Purninam Upaay )
ગંગામાં સ્નાન કરવુ

માઘ પૂર્ણિમાના દિવસે ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે ગંગામાં સ્નાન કરીને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવાથી આશીર્વાદ મળે છે અને ધન, વૈભવ અને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે.

મા લક્ષ્મીની પૂજા કરો

માઘ પૂર્ણિમાએ દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે. આ દિવસે દેવી લક્ષ્મીના મંત્રોનો જાપ કરવાથી દરેક સંકટમાંથી મુક્તિ મળે છે.આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા પૂર્ણ ભક્તિ સાથે કરવી જોઈએ.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ખીરનો ભોગ

પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીને પીળા અને લાલ રંગની સામગ્રી અર્પણ કરવી જોઈએ. આ સાથે ખાસ કરીને મા લક્ષ્મીને ખીર ચઢાવવી જોઈએ, તેનાથી તેમની મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સિવાય આ દિવસે ચંદ્રદેવને ખીર અર્પણ કરવાથી પણ ચંદ્ર ગ્રહ બળવાન બને છે.આનાથી આર્થિક પરેશાનીઓનો પણ અંત આવે છે.

ગાયનું દાન

માઘ માસની પૂર્ણિમાના દિવસે દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે તલ, ઘી, ગોળ, મીઠું, ધાબળો, કપડાં, પાંચ પ્રકારના અનાજ અને ગાયનું દાન કરવાથી પણ ઘણું પુણ્ય મળે છે.

કોડીનો ઉપાય

જો તમે આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છો, તો આ ખાસ દિવસે 11 કોડીઓને હળદરમાં રંગીને દેવી લક્ષ્મીને અર્પણ કરવી જોઈએ અને સમસ્યા વિશે વાત કર્યા પછી, જ્યાં તમે પૈસા રાખતા હોવ ત્યાં આ કોડીને રાખો.

લક્ષ્મીજીનો પાઠ

માઘ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા કર્યા પછી શ્રીસૂક્તનો પાઠ કરવો પણ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જે ભક્તો આ કરે છે, દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે. આ દિવસે તુલસી નીચે દીવા પ્રગટાવવાનું પણ વિશેષ મહત્વ છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ડાકોરના યુવાનોએ એવું કાર્ય કરી બતાવ્યું જેનાં કારણે ડાકોર પાલિકાનું નાક કપાઈ ગયું!

આ પણ વાંચો: ભારતના આ ગામમાં કષ્ટભંજક હનુમાનની પુજા છે મોટો અપરાધ, જાણો શું છે કારણ

Next Article