
દરેક વ્યક્તિ એવું ઇચ્છતી હોય કે તેનું જીવન સુખ સમૃદ્ધિથી ભરેલું અને શાંતિથી પસાર થાય. આ રીતે જીવન જીવવા માટે દરેક વ્યક્તિ તનતોડ મહેનત કરતી હોય છે. ઘણીવાર એવું પણ બને છે કે વ્યક્તિ લાખો રૂપિયા કમાય છે છતાં તેને આર્થિક તંગીનો સામનો કરવો પડતો હોય છે. તેમના ઘરમાં રૂપિયા ટકતા જ નથી અને તે લોકો દેવામાં ડૂબેલા રહે છે. આવી સ્થિતિ સર્જાય તો તેનાથી બચવા માટે અથવા તો તેમાંથી રાહત મેળવવા માટે આર્થિક તંગી દૂર કરવા માટે આપને કેટલાક વાસ્તુ ઉપાયો જણાવીશું જેને અજમાવવાથી આપના ઘરનો વાસ્તુદોષ દૂર થશે અને આપના ઘર પરિવારની પ્રગતિ થશે. તો ચાલો જાણીએ તે વાસ્તુ ઉપાયો વિશે.
જો આપના ઘરમાં લાખો રૂપિયાની આવક છે છતાં પણ આપ દેવાના બોજ નીચે દબાયેલા રહો છો તો આ સ્થિતિમાં તમારે ઘરના મુખ્યદ્વાર પર સિંદૂરની મદદથી સ્વસ્તિકનું નિશાન બનાવવું જોઇએ. વાસ્તુ શાસ્ત્રમાં એવી માન્યતા છે કે આ ઉપાય કરવાથી ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ અકબંધ રહે છે.
જો આપના ઘરમાં વાસ્તુદોષ હોય, તો તેના કારણે આપના ઘરની પ્રગતિમાં અવરોધો આવતા રહે છે. આ સ્થિતિમાં ઘરની ઉત્તર દિશામાં જળ ભરેલ ઘડો મૂકી રાખવો જોઇએ. આ ઉપાય કરવાથી ઘરમાં રહેલ વાસ્તુ દોષ દૂર થાય છે અને માતા લક્ષ્મીની કૃપા હંમેશા આપની પર રહે છે. ખાસ વાત એ ધ્યાનમાં રાખવી કે ઘડો ક્યારેય ખાલી ન હોય. જો આવું હશે તો ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.
શું આપને નોકરીમાં પ્રગતિ નથી મળી રહી ? સખત મહેનત કરવાં છતા આપને તેનું યોગ્ય ફળ નથી મળી રહ્યું ? આપની આર્થિક સ્થિતિ નબળી છે ? જો આ પ્રકારના સવાલોથી આપ સતત પરેશાન રહેતા હોવ તો આપે શુક્રવારના દિવસે માતા લક્ષ્મી અને કુબેરની તસવીર લાવીને ઘરમાં લગાવવી જોઇએ. વાસ્તુ અનુસાર આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની સાથે કુબેર ભંડારીની પણ કૃપા આપની પર રહે છે અને આપને ઘરમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે.
જો આપ ખૂબ જ નાણાં કમાઇ રહ્યા છો છતાં પણ આપના ઘરમાં નાણાં ટકતા જ નથી તો કોઇ સારું મૂહુર્ત જોઇને સારા દિવસે એકાક્ષી નારિયેળ ઘરમાં લાવો. એકાક્ષી નારિયેળને માતા લક્ષ્મીનું સ્વરૂપ માનીને તેની વિધિ વિધાન સાથે પૂજા કરવી. ત્યારબાદ આ નારિયેળને લાલ રંગના વસ્ત્રમાં બાંધીને પૂજા સ્થાન પર રાખી દેવું જોઇએ. આપ જો નિયમિત રૂપે આ નારિયેળની પૂજા કરશો તો આપની પર માતા લક્ષ્મીની અવિરત કૃપા વરસતી રહેશે. આપના ઘરમાં ધનના ભંડાર ભરેલા રહેશે.
આપને જીવનમાં ક્યારેય આર્થિક તંગીનો સામનો ન કરવો પડે તેમજ આપના ઘરમાં સુખ-સમૃદ્ધિ હંમેશા અકબંધ રહે તેના માટે ઘરની ઉત્તર દિશામાં લીલા કલરના છોડ લગાવવા જોઇએ. આ ઉપાય કરવાથી આપના ઘરમાં રહેલ દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે અને ધન સંપત્તિમાં વૃદ્ધિ થાય છે.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)