આ એક વસ્તુને આપના ઘરમાં રાખી લો, આર્થિક સમૃદ્ધિને આવતા કોઈ નહીં રોકી શકે !

|

Jun 03, 2022 | 7:36 AM

Astrology Remedies : તમે તમારા ઘરના (Home) મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં શ્રીયંત્રને રાખી શકો છો. ક્રિસ્ટલનું શ્રીયંત્ર આપને કારકિર્દીમાં આગળ વધવા તેમજ પ્રગતિ મેળવવામાં મદદરૂપ થશે. સાથે જ તે યશ અને કિર્તીની પણ પ્રાપ્તિ કરાવશે.

આ એક વસ્તુને આપના ઘરમાં રાખી લો, આર્થિક સમૃદ્ધિને આવતા કોઈ નહીં રોકી શકે !
Shree Yantra (symbolic image)

Follow us on

શ્રીયંત્રને (Shree yantra) ઘર કે મંદિરમાં (Temple) રાખવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહે છે કે માતા લક્ષ્મીને (Goddess Lakshmi) પ્રિય છે શ્રીયંત્ર. એટલા માટે જ તેને ઘરમાં સ્થાપિત કરવાથી ધન સંપન્નતામાં વધારો થવાની માન્યતા છે. શ્રીયંત્રની મહત્તા જ એ છે કે તેના પ્રભાવને લીધે વ્યક્તિને ક્યારેય જીવનમાં કોઇપણ પ્રકારના અભાવનો સામનો નથી કરવો પડતો. વાસ્તુશાસ્ત્રમાં પણ શ્રીયંત્રની મહત્તા દર્શાવવામાં આવી છે. વાસ્તુમાં માનનાર વર્ગ શ્રીયંત્રને ગુડલક ચાર્મ માને છે. શ્રીયંત્ર એક બહુ જ મહત્વપૂર્ણ, લાભદાયી અને શક્તિશાળી યંત્ર માનવામાં આવે છે. જે ન માત્ર લાભ આપે છે, પરંતુ ઘરમાં સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધારે છે.

જ્યોતિષાચાર્યોના મત અનુસાર શ્રીયંત્રની સૌથી ઉપરના ભાગને મહત્રિપુર સુંદરી કહેવામાં આવે છે. કહેવાય છે કે આ સ્થાન પર હિન્દુ ધર્મના દરેક દેવીદેવતા વાસ કરે છે. એટલા માટે શ્રીયંત્રનું આટલું મહત્વ માનવામાં આવે છે. ત્યારે આવો જાણીએ કે ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કેવી રીતે કરવી ?

શ્રીયંત્રની સ્થાપન વિધિ

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જો તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા ઇચ્છતા હોવ અને તમારા ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરવા ઇચ્છતા હોવ તો સૌપ્રથમ તમારે 24 કલાક સુધી શ્રીયંત્રને મીઠાવાળા (નમક) પાણીમાં મૂકી રાખવું. તેના પછી શ્રીયંત્રને વહેતા પાણીથી સ્વચ્છ કરી લો. ત્યારબાદ ઘરના મંદિરમાં શ્રીયંત્રની સ્થાપના કરો. તેનાથી આપના ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર થશે અને હંમેશા આપના ઘરમાં સકારાત્મકતાનું વાતાવરણ બનેલું રહેશે.

ભેટમાં આપવા માટે સૌથી શુભ શ્રીયંત્ર !

એવું માનવામાં આવે છે કે જો તમે કોઇને દિલથી ચાહતા હોવ અને તેમની સંપન્નતા ઇચ્છતા હોવ તો તેમને ભેટના રૂપમાં શ્રીયંત્ર આપવું જોઇએ. આ શ્રીયંત્ર એ વ્યક્તિના જીવન સાથે જોડાયેલી સમસ્ત સમસ્યાઓનું સમાધાન કરવામાં મદદરૂપ સાબિત થશે અને તેના જીવનની દરેક પ્રકારની નકારાત્મક ઊર્જાને દૂર કરી દે છે.

કારકિર્દીમાં પ્રગતિ માટે મદદરૂપ થશે શ્રીયંત્ર !

ક્રિસ્ટલમાં એક પ્રકારની દિવ્ય શક્તિ હોવાના કારણે તેને ધન અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. તમે તમારા ઘરના મંદિરમાં, ઓફિસમાં, લોકરમાં શ્રીયંત્રને રાખી શકો છો. ક્રિસ્ટલનું શ્રીયંત્ર આપને કારકિર્દીમાં આગળ વધવા તેમજ પ્રગતિ મેળવવામાં મદદરૂપ થશે સાથે જ તે યશ અને કિર્તીની  પણ પ્રાપ્તિ કરાવશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

Next Article