
મહિલાઓ કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે કરવા ચોથનું વ્રત રાખે છે. અખંડ સૌભાગ્ય માટે રાખવામાં આવતા આ વ્રતનું ચંદ્રમાની પુજા સાથે ખાસ મહત્વ છે. શું તમે પણ કરવા ચોથનું વ્રત રાખશો તો ક્યાં સમયે તમારા શહેરમાં ચાંદ જોવા મળશે. જાણો તમામ વિગતો.
પતિના લાંબા આયુષ માટે કરવા ચોથનું વ્રત રાખવામાં આવે છે. હિન્દુ માન્યતા અનુસાર કરવા ચોથનું વ્રત રાખવાથી મહિલાઓને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળે છે. આ વ્રત જે મહિલાઓના લગ્ન થઈ ચૂક્યા છે તે રાખી શકે છે. જેમાં મહિલાઓ કાંઈ પણ પાણી-કે કાંઈ પણ જમ્યા ભગવાન શિવ, માતા પાર્વતી, ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને ચંદ્ર દેવતા માટે રાખવામાં આવે છે. તેમજ જે મહિલાઓ કુંવારી હોય છે તે પણ તેના મનપસંદ પતિ મેળવવા માટે આ વ્રત રાખી શકે છે. આવો જાણીએ કે કરવા ચોથના વ્રત દરમિયાન જેના દર્શન ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે, તે ચંદ્ર તમારા શહેરમાં ક્યારે દેખાશે.
દેશની રાજધાની દિલ્હીમાં પંચાગ અનુસાર આ વર્ષે કરવા ચોથની પુજાનું મુહૂત 05:36 કલાકથી શરુ થઈ 06:54 સુધી સારુ છે. હિંદુ માન્યતા અનુસાર કરવા ચોથના વ્રતની પુજા શુભ મુહર્તમાં કરવાથી શુભ ફળની પ્રાપ્તી થાય છે.
હિંદુ માન્યતા અનુસાર પરિણીત મહિલાઓને કરવા ચોથના દિવસે ચંદ્રના દર્શન ચાળણી વડે તેમની પૂજા કરી કરવા જોઈએ. ચંદ્રની પૂજા કરતી વખતે, તેને પાણી ચઢાવો અને પછી તમારા પતિને તિલક કરો અને તેને મીઠાઈ ખવડાવો. આ પછી તમારા પતિના હાથનું પાણી પીને આ વ્રત પૂર્ણ કરો. કરવા ચોથની પૂજા પૂર્ણ થયા પછી, તમારા પતિ અને વડીલોના આશીર્વાદ લો અને દરેકને પ્રસાદ વહેંચો.
આ પણ વાંચો : દૈનિક ટેરો રાશિફળ: આ રાશિના જાતકોને ટેરો કાર્ડ આપી રહ્યું છે ખાસ સંકેત,મહત્વપૂર્ણ કામમાં મળશે સફળતા
લાઈફસ્ટાઈલના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:20 pm, Tue, 31 October 23