બસ કરી લો આ ખૂબ જ નાના નાના કામ, કુંડળીમાં રહેલ તમામ સૂર્યદોષ થઈ જશે શાંત !

|

Apr 02, 2023 | 6:37 AM

કુંડળીમાં સૂર્યદેવની (Lord sun) સ્થિતિને મજબૂત કરવા આપે આપના કબાટમાં લાલ અને કેસરી રંગના કપડાની સંખ્યા વધારી દેવી જોઇએ ! પરિવારના દરેક સભ્યનું માન સન્માન જાળવવું જોઈએ. તેમજ નાના મોટા દરેકની સાથે પ્રેમપૂર્વક વર્તવું જોઈએ.

બસ કરી લો આ ખૂબ જ નાના નાના કામ, કુંડળીમાં રહેલ તમામ સૂર્યદોષ થઈ જશે શાંત !

Follow us on

આપણાં શાસ્ત્રોમાં પંચદેવનું માહાત્મ્ય જણાવવામાં આવ્યું છે. દરેક સારા કામ પહેલાં આ પંચદેવની પૂજા કરવામાં આવે છે. આ પંચદેવ એટલે શ્રીગણેશ, શિવજી, વિષ્ણુજી, દેવી દુર્ગા અને સૂર્યદેવ. હિન્દુ માન્યતાઓ અનુસાર અઠવાડિયાનો પ્રત્યેક દિવસ કોઇને કોઇ દેવતાને સમર્પિત હોય છે. સૂર્યદેવ એકમાત્ર સાક્ષાત જોઇ શકાય એવા દેવ છે. રવિવારે સૂર્ય દેવતાની આરાધના કરવાનો મહિમા છે. તેના દ્વારા તમે તમારી કુંડળીમાં રહેલ સૂર્યની સ્થિતિને પણ મજબૂત કરી શકો છો. કહે છે કે રોજ સવારે તેમની પૂજા કરવાથી ઘર-પરિવાર અને સમાજમાં માન-સન્માનની પ્રાપ્તિ થાય છે. સૂર્યદેવને પ્રસન્ન કરવાનો સૌથી સારો ઉપાય છે, સવારે સૂર્યોદયના સમયે તેમને અર્ઘ્ય અર્પિત કરવું. આવો, આજે કેટલાંક આવા જ સરળ ઉપાયો જાણીએ જે આપને પણ સૂર્યકૃપાની પ્રાપ્તિ કરાવશે.

જીવનમાં લાવો આ પરિવર્તન !

દરેક ગ્રહનો એક રંગ હોય છે અને એ રંગ દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ પ્રભાવ પાડે છે. એટલે આપ જો ઇચ્છો તો આપના જીવનમાં દરેક વસ્તુઓ સારી થઇ શકે છે એ પણ માત્ર થોડું પરિવર્તન કરવાથી. જો આપ પણ આપના જીવનમાં સુખાકારી ઇચ્છતા હોવ તો આ કાર્ય આજથી જ અપનાવી લો.

⦁ આપે આપના કબાટમાં લાલ અને કેસરી રંગના કપડાની સંખ્યા વધારી દેવી જોઇએ ! એટલે કે લાલ અને કેસરી રંગના વસ્ત્ર વધુ ખરીદવા જોઈએ.

આજનું રાશિફળ તારીખ : 15-11-2024
ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ

⦁ પરિવારના દરેક સભ્યનું માન સન્માન આપે જાળવવું જોઈએ.

⦁ નાના મોટા દરેકની સાથે પ્રેમ પૂર્વક વર્તવું જોઈએ.

⦁ સવારે જલ્દી ઉઠવાની આદત રાખવી જોઈએ.

⦁ નિત્ય ઉગતા સૂર્યને નિહાળવો તેમજ તેમને પ્રણામ કરવા જોઈએ.

દર રવિવારે કરો આ કામ

⦁ સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે દર રવિવારે ઉપવાસ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે.

⦁ રવિવારના ઉપવાસમાં એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે મીઠાનું (નમકનું) સેવન ન કરવું જોઇએ.

⦁ રવિવારે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરવું અને સૂર્યદેવતાને અર્ઘ્ય અર્પણ કરવું જોઈએ.

⦁ સૂર્ય ઉપાસના અને આરતી કર્યા બાદ ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.

⦁ જો તમે શારીરિક રૂપે સ્વસ્થ ન રહેતા હોવ કે પછી અન્ય કોઇ કારણથી તમે મીઠા વગર ન રહી શકતા હોવ તો સાંજના સમયે વ્રતના એકટાણાંમાં મીઠાનો ઉપયોગ કરી શકો છો.

આદિત્યહૃદય સ્ત્રોતનો નિત્ય પાઠ કરવો

પ્રાર્થના એ આપણી વાત ભગવાન સુધી પહોંચાડવાનો સૌથી સરળ માર્ગ મનાય છે. પ્રાર્થનાથી આપણને શક્તિ પ્રાપ્ત થાય છે. જે આપણાં સપના પૂર્ણ કરે છે. ભગવાન સૂર્યના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે આપે નિત્ય સૂર્યદેવની પૂજા કરવી જોઇએ અને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઇએ. આ પાઠ સૂર્યદેવતાની પરમકૃપાને પ્રાપ્ત કરાવનારો અને અત્યંત ફળદાયી મનાય છે.

દાન મહિમા

ગ્રહોના દરેક પ્રકારના અશુભ પ્રભાવને દૂર કરવા દાન પુણ્ય કરવું સૌથી શ્રેષ્ઠ ઉપાય મનાય છે. એટલે સૂર્યકૃપા અર્થે કોઇ જરૂરિયાતમંદને ખાવાની વસ્તુઓનું દાન કરવું શુભદાયી બની રહેશે. ભગવાન સૂર્યને પ્રસન્ન કરવા માટે દર રવિવારે સવારે 8 વાગ્યા પહેલા દાન પુણ્ય કરવું જોઇએ. દાન કરવાની વસ્તુઓમાં તમે ગોળ, જવ, તાંબું અથવા લાલ રંગના પુષ્પનું દાન પણ કરી શકો છો. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે અન્ન અને જળનું દાન કર્યા બાદ જ આપે અન્ન ગ્રહણ કરવું જોઈએ.

મંત્રજાપનો મહિમા

વૈદિક જ્યોતિષમાં મંત્રોનું ખાસ મહત્વ છે. મંત્રોનો જાપ કરવાથી આપણને વિશેષ પ્રકારની ઉર્જાની પ્રાપ્તિ થાય છે. કુંડળીમાં સૂર્યની સ્થિતિને મજબૂત કરવા માટે નિત્ય સૂર્યદેવના બીજ મંત્રનો જાપ કરવો જોઇએ. આ બીજ મંત્રમાં દરેક પ્રકારની નકારાત્મકતા દૂર કરવાની ક્ષમતા રહેલી છે. માન્યતા અનુસાર આ મંત્રના જાપથી દરેક પ્રકારના રોગનો નાશ થાય છે અને આપણાં જીવનમાં સંપન્નતા આવે છે. સૂર્ય દેવતાનો બીજ મંત્ર છે “ૐ હ્રાં હ્રીં હ્રૌં સઃ સૂર્યાય નમઃ”

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Next Article