નવરાત્રીમાં કરી લો પાન સાથે જોડાયેલા આ ઉપાય, ભાગ્યોદય આડેના તમામ વિઘ્ન થઈ જશે દૂર !

|

Apr 03, 2022 | 6:28 AM

આ નવરાત્રી દરમિયાન કેટલાંક વિશેષ ઉપાય અજમાવીને ઝડપથી ફળની પ્રાપ્તિ કરી શકાય. ખાસ વાત એ છે કે પાન સાથે જોડાયેલાં આ એવાં ઉપાયો છે કે જે વિવિધ પ્રકારની સમસ્યાઓથી તો મુક્તિ અપાવે જ છે. સાથે જ, આપને દરિદ્રતાથી પણ દૂર રાખે છે.

નવરાત્રીમાં કરી લો પાન સાથે જોડાયેલા આ ઉપાય, ભાગ્યોદય આડેના તમામ વિઘ્ન થઈ જશે દૂર !
Durga mata (symbolic image)

Follow us on

હિંદુ ધર્મમાં નવરાત્રી(navratri)નો તહેવાર એ ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસોમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્વ છે. તો, સાથે જ કેટલાક લોકો નવ દિવસ સુધી વ્રત પણ રાખે છે. પરંતુ શું આપને એ ખ્યાલ છે કે નવરાત્રીના નવ દિવસ સુધી જ્યોતિષીય ઉપાયો કરવાનું પણ સવિશેષ ફળદાયી બની રહે છે ? માન્યતા છે કે નવરાત્રી દરમિયાન કરવામાં આવતા ઉપાયો ઝડપથી ફળની પ્રાપ્તિ કરાવે છે. કહે છે કે નવરાત્રીના સમયમાં તંત્ર મંત્ર અને જ્યોતિષીય ઉપાયો કરવાથી માતાજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે. એ જ કારણ છે કે નવરાત્રીમાં લોકો ગુપ્ત સાધના પણ કરતાં હોય છે.

આપને જણાવીએ કે એવા કયા સરળ ઉપાયો છે કે જે કરવા માત્રથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે ! એટલું જ નહીં, આ એ ઉપાયો છે કે તે તમને વિવિધ પ્રકારની સમસ્યાઓથી તો મુક્તિ અપાવે જ છે. સાથે જ, આપને દરિદ્રતાથી પણ દૂર રાખે છે.

ઋણમુક્તિ અર્થે

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

જો આપના ઉપર દેવાનો બોજો હોય તો તમારે ચૈત્ર મહિનાના સુદ પક્ષમાં આ ઉપાય કરવો જોઈએ. એટલે કે પ્રથમ નોરતાથી લઈ હનુમાન જયંતિ સુધી કોઈપણ દિવસે આ ઉપાય કરી શકાય છે. આ ઉપાય હનુમાનજી સાથે જ જોડાયેલો છે ! આ દિવસે આખા નાગરવેલના પાન પર લવિંગ અને ઇલાયચી રાખીને તેનું પાનબીડું બનાવી લો. ત્યારબાદ નજીકમાં આવેલ હનુમાન મંદિરમાં જઇને આ પાનબીડું હનુમાનજીને અર્પણ કરો. જો મંદિર જવું શક્ય ન હોય તો ઘરમાં જ રહેલ હનુમાનજીની મૂર્તિ સમક્ષ પાનનું બીડું તમે અર્પણ કરી શકો છો. કહે છે કે આ પ્રયોગથી બજરંગબલી ઋણમુક્તિના આશિષ પ્રદાન કરે છે.

નોકરીમાં બઢતી અર્થે

નોકરીમાં બઢતી અને પ્રમોશનમાં જો અવરોધ આવતા હોય તો જ્યોતિષ શાસ્ત્રમાં પાનના પત્તાનો એક સરળ ઉપાય દર્શાવવામાં આવ્યો છે. તેના માટે આપે એક નાગરવેલનું પાન લઇ તેની બંને તરફ સરસવનું તેલ લગાવીને મા અંબાને આ પાન અર્પણ કરવું. ત્યારબાદ સૂતા સમયે પોતાના માથા પાસે આ પાન રાખીને સૂઇ જવું, અને બીજા દિવસે આ પાન કોઇ દુર્ગા મંદિરની પાછળ મૂકીને આવવું. કહે છે કે આ ઉપાય કરવાથી તમારું નસીબ તમારો સાથ આપશે સાથે જ નોકરીમાં બઢતી માટેના નવા દ્વાર ખુલશે.

ધન પ્રાપ્તિ અર્થે

નવરાત્રીમાં પ્રથમ નોરતાથી લઇને નોમ સુધીમાં ગમે તે એક દિવસે પૂજા દરમિયાન આ પ્રયોગ કરી શકાય છે. એક પાન પર ગુલાબની પાંખડીઓ મૂકીને માતાના ચરણોમાં અર્પણ કરવાની છે. કહે છે કે આ કાર્ય કરવાથી ઘરમાં સકારાત્મકતાનો વાસ થાય છે અને ધનના આગમન માટેના માર્ગ ખુલી જાય છે.

વિવાહ અર્થે

જે યુવક કે યુવતિને તેમના પ્રિય પાત્રને જીવનસાથી તરીકે મેળવવાની મનશા હોય તેમણે નવરાત્રી દરમ્યાન ઘર નજીકના શિવ મંદિરમાં જવું. ત્યારબાદ ત્યાં વિદ્યમાન શિવજી અને દેવી પાર્વતીની મૂર્તિ પર જળ અને દૂધ અર્પણ કરવું. પુષ્પ, ચંદન, ધૂપ, દીપ, નૈવેદ્યથી તેમની પૂજા કરવી. ખાસ તો ભૂલ્યા વગર બિલ્વપત્ર અર્પણ કરવું. અને પછી મનશાને પ્રભુ સન્મુખ અભિવ્યક્ત કરવી. કહે છે કે તેનાથી ખૂબ જ ઝડપથી વિવાહના યોગ સર્જાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : ચૈત્રી નવરાત્રીમાં મા દુર્ગાને અર્પણ કરી દો આ ભોગ, જીવનમાં નહીં સતાવે કોઈ રોગ !

આ પણ વાંચો : દુર્ગા સપ્તશતીનો પાઠ કરતા પૂર્વે અચૂક રાખો આ સાવધાની, તો જ થશે ફળની પ્રાપ્તિ !

Next Article