Bajrang Baan: જો આ રીતે કરશો બજરંગ બાણનું પઠન, તો તમામ મુસીબતને હરી લેશે પવનસુત હનુમાન

|

Jan 22, 2022 | 6:40 AM

કહે છે કે જેમ શ્રીરામચંદ્રજીના ધનુષમાંથી છૂટેલું બાણ ક્યારેય નિષ્ફળ નથી જતું. તે જ રીતે બજરંગબલીનું આ બજરંગ બાણ પણ ક્યારેય નિષ્ફળ નથી જતું ! કારણ કે તેના પઠન સાથે જ પવનસુત બંધાઈ જાય છે અશક્યમાં અશક્ય કાર્યને પણ પાર પાડવા માટે !

Bajrang Baan: જો આ રીતે કરશો બજરંગ બાણનું પઠન, તો તમામ મુસીબતને હરી લેશે પવનસુત હનુમાન
Lord Hanumanji (Symbolic Image)

Follow us on

પવનસુત હનુમાન (hanuman) એટલે તો કષ્ટોના હરનારા દેવ. એ જ કારણ છે કે મુશ્કેલીઓ વચ્ચે ભક્તોને સહજપણે જ હનુમાનજીનું જ સ્મરણ થઈ આવતું હોય છે. સંકટમોચન હનુમાન ભક્તોના સઘળા દુઃખ દર્દને નષ્ટ કરનારા મનાય છે. ત્યારે, આજે વાત કરવી છે આ જ પવનપુત્રના એક એવાં પાઠની કે જેનો પ્રયોગ ક્યારેય નિષ્ફળ ન જતો હોવાની માન્યતા છે. અને આ પાઠ એટલે બજરંગ બાણ ! (bajrang baan)

હનુમાન ચાલીસાની જેમ જ બજરંગ બાણ પણ ગોસ્વામી તુલસીદાસજી દ્વારા જ રચિત છે. અલબત્, હનુમાન ચાલીસાનો પ્રયોગ તો ઘર-ઘરમાં થાય છે. પણ, બજરંગ બાણનો પાઠ દુષ્કર પરિસ્થિતિમાંથી મુક્તિ અર્થે જ થાય છે !હનુમાન ચાલીસાનો પાઠ ભક્તો ગમે તે સ્થાન પર કોઈ વિશેષ વિધિ-વિધાન વિના કરી શકે છે. પણ, બજરંગ બાણનો પાઠ નિતિ-નિયમોને ધ્યાનમાં રાખીને જ કરવો પડે છે ! બજરંગ બાણનું પઠન હનુમાનજીને પ્રસન્ન કરવા માટે અને તેમની કૃપાને પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. આ બજરંગ બાણ એ તો શ્રીરામચંદ્રજીના ધનુષમાંથી છૂટેલાં બાણ સમાન મનાય છે ! જેમ શ્રીરામનું બાણ ક્યારેય નિષ્ફળ નથી જતું, એ જ રીતે બજરંગ બાણનું પઠન પણ ક્યારેય નિષ્ફળ નથી જતું !

અનેક રોગનો એક ઈલાજ !

શારીરિક સમસ્યાઓ પરેશાન કરી રહી હોય. એક પછી એક બીમારીઓથી દેહ સતત પીડાઈ રહ્યો હોય. માનસિક ચિંતાઓથી મુક્તિ ન મળી રહી હોય. ગ્રહદોષના લીધે માંગલિક કાર્યો ન થઈ રહ્યા હોય. કે પછી આર્થિક સંકટો સમાપ્ત થવાનું નામ ન લઈ રહ્યા હોય ! કહે છે કે ગમે તે સંજોગોમાં બજરંગ બાણનો પાઠ એ અનેક રોગ વચ્ચે એક અકસીર ઈલાજ જેવો સાબિત થશે !

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અનુષ્ઠાનની વિધિ

⦁ બજરંગ બાણના પઠનની શરૂઆત માટે મંગળવાર કે શનિવારનો દિવસ શુભ મનાય છે ! માટે, શક્ય હોય ત્યાં સુધી મંગળવાર કે શનિવારના રોજથી જ આ પાઠના પઠનનો પ્રારંભ કરવો.

⦁ બજરંગ બાણના પાઠ કરવા માટે એકાંત હોવું ખૂબ જ જરૂરી છે. એટલે કે ઘરમાં જો એકાંતની વ્યવસ્થા ન હોય તો અન્ય કોઈ એકાંત સ્થાન પર આ પાઠ કરી શકાય !

⦁ પઠન પૂર્વે હનુમાનજીની મૂર્તિ કે તસવીરની સ્થાપના કરવી. અને સ્વયં ઊનના આસન પર બિરાજમાન થવું.

⦁ અનુષ્ઠાનના આગલા દિવસે ઘઉં, ચોખા, અડદ, મગ અને કાળા તલ પાણીમાં પલાળી રાખવા.

⦁ અનુષ્ઠાનના દિવસે પલાળેલી વસ્તુઓને વાટીને તેમાંથી મોટું કોડીયું તૈયાર કરવું. શક્ય હોય તો કોઈ કુંવારિકા પાસે કોડીયું બનાવડાવવું.

⦁ ત્યારબાદ સાધકે તેની લંબાઈ અનુસાર લાલ દોરો લેવો. અને તે લાલ દોરામાંથી વાટ બનાવી, કોડિયામાં મૂકી સુંગધિત તેલનો દીપક પ્રજ્વલિત કરવો.

⦁ ઉલ્લેખનીય છે કે દીવામાં એટલું તેલ તો હોવું જ જોઈએ કે સંપૂર્ણ પઠન દરમ્યાન દીપક પ્રજ્વલિત રહે. ત્યારબાદ ગૂગળનો ધૂપ કરવો. અને બજરંગ બાણનો પાઠ કરવો !

⦁ પ્રથમ દિવસે આ પ્રયોગ કર્યા બાદ નિત્ય એક જ સમયે અને એક જ સ્થાન પર આ પાઠ કરવો ફળદાયી બની રહેશે. સળંગ 21 દિવસનું અનુષ્ઠાન વિશેષ ફળદાયી બની રહે છે.

અનુષ્ઠાનના નિયમો

બજરંગ બાણનો પાઠ કરનારે અનુષ્ઠાનના દિવસો દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું જરૂરી છે. તેમજ આહારમાં માત્ર સાત્વિક ભોજન જ ગ્રહણ કરવું. કહે છે કે આસ્થા સાથે થયેલા બજરંગ બાણના જાપથી પવનપુત્ર જરૂર પ્રસન્ન થાય છે. અને સાધકને સંકટમાંથી મુક્ત કરી મનોવાંચ્છિત ફળ પ્રદાન કરે છે.

શું અચૂક ધ્યાન રાખશો ?

બજરંગ બાણનો પાઠ અત્યંત ફળદાયી મનાય છે. પણ, ધ્યાન રાખો કે બજરંગ બાણનો પ્રયોગ હંમેશા જ નથી કરવાનો ! કારણ કે, આ દિવ્ય પાઠમાં ઘણાં સ્થાન પર હનુમાનજીને શ્રીરામના સોગંદ આપવામાં આવ્યા છે. આ સોગંદના લીધે હનુમાનજી કાર્ય સિદ્ધ કરવા બંધાઈ જાય છે ! માટે, સર્વ પ્રથમ કામનાઓની યોગ્યતા, અયોગ્યતા સંબંધે મનોમંથન કરવું. અને ત્યારબાદ જરૂર જણાય તો જ બજરંગ બાણનું અનુષ્ઠાન કરવું. હનુમાન ચાલીસાની જેમ નિત્ય ગમે તે સમયે કે ગમે તે સ્થાને બજરંગ બાણનું પઠન ન કરવું ! નહીંતર મુસીબતમાં મૂકાવું પડી શકે ! બજરંગ બાણ અચૂક નિશાન સમાન જરૂર છે. અલબત્, તેનો પ્રયોગ સમજી વિચારીને તેમજ ન છૂટકે જ કરવો હિતાવહ છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચોઃ જો આ ખાસ બાબતોને ધ્યાનમાં રાખીને કરશો હનુમાન ચાલીસાના પાઠ, તો પવનસુત નહીં કરે નિરાશ !

આ પણ વાંચોઃ તમારા જીવનના તમામ કષ્ટો હરશે હનુમાનજીને અર્પણ કરેલી આ વસ્તુઓ

 

Next Article