Gujarati NewsBhaktiIf you do this remedy today, Lord sun will definitely be happy!
Lord Sun : જો આજે કરશો આ ઉપાય તો અચૂક પ્રસન્ન થશે સૂર્યદેવ !
સમગ્ર વિશ્વના સ્વામી સૂર્યનારાયણ દેવને રિઝવવા માટેનો શ્રેષ્ઠત્તમ દિવસે એટલે રવિવાર. કારણ કે રવિવારને માનવામાં આવે છે ભગવાન સૂર્યનારાયણ દેવનો દિવસ. હિન્દુ શાસ્ત્રોમાં પણ રવિવારે ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરવી અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવી છે.
LORD SURYANARAYAN
Follow us on
હિન્દુ શાસ્ત્રોમાં સૂર્યપૂજા (sun puja)નું ખૂબ મહત્વ માનવામાં આવે છે. એક સૂર્યદેવ જ પ્રત્યક્ષ દેવતા છે. જે રીતે સૂર્યદેવ સમગ્ર સૃષ્ટિને ઊર્જા પૂરી પાડે છે તેવી જ રીતે સમગ્ર કુંડળીમાં પણ સૂર્ય ગ્રહની સ્થિતિ મનુષ્યના સમગ્ર જીવનને અસર કરે છે. વ્યાવહારિક દ્રષ્ટિએ પણ રવિવારનું ખાસ મહત્વ છે. કારણ કે રવિવાર એટલે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરવાનો વિશેષ દિવસ. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે રવિવારના દિવસે સૂર્યદેવની ઉપાસના કરવાથી યશ, પ્રતિષ્ઠા તેમજ આરોગ્યની સુખાકારી પ્રાપ્ત થાય છે. સૂર્યદેવને પ્રસન્ન કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે તેમની વિધિવિધાનથી પૂજા કરવી.
સૂર્યની પ્રસન્નતા માટે દરરોજ સ્નાન પછી સૂર્યદેવને જળ અર્પણ કરવામા આવે છે તેના પછી સૂર્ય સંબંધિત વસ્તુઓનું દાન , જાપ, હોમ, મંત્ર કરવા. સૂર્યના અનિષ્ટ પ્રભાવને દૂર કરવામાં આ ઉપાય વિશેષ રીતે ઉપયોગી સાબિત થશે. સ્નાન દ્વારા ઉપાય
જ્યારે કુંડળીમાં સૂર્ય અનિષ્ટકારક હોય તો વ્યક્તિએ સ્નાન કરતી વખતે જળમાં લાલ પુષ્પ કે કેસર ઉમેરીને સ્નાન કરવું શુભ ગણાય છે.
લાલ પુષ્પ કે કેસર આ બધી વસ્તુઓ સૂર્યની પ્રિય વસ્તુઓ છે તથા સૂર્યના ઉપાય કરનારને અન્ય અનિષ્ટોથી બચાવે છે.
વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે.
સૂર્યના ઉપાય કરવાથી વ્યક્તિના પિતાના સ્વાસ્થ્યમાં સુધારાની સંભાવનાઓ વધે છે. સૂર્યની વસ્તુઓથી સ્નાન કરવાથી સૂર્યની વસ્તુઓના ગુણ વ્યક્તિના શરીરમાં પ્રવેશ કરે છે તથા તેના શરીરમાં સૂર્યના ગુણોમાં વૃદ્ધિ થાય છે. મંત્રજાપ
સૂર્યના ઉપાયોમાં મંત્રજાપ પણ કરી શકાય છે. સૂર્યના મંત્રોમાં ” ૐ ધૃણિ : સૂર્ય આદિત્ય : ” મંત્રનો જાપ કરવામાં આવે છે. આ મંત્રનો જાપ દરરોજ પણ કરી શકાય છે તથા દર રવિવારના દિવસે આ જાપ કરવો ઉત્તમ ફળદાયી બની રહેશે.
દરરોજ જાપ કરવા માટે મંત્રોની સંખ્યા 10, 20 કે 108 હોવી જોઇએ. મંત્રોની સંખ્યાને વધારી પણ શકાય છે.
સૂર્ય સાથે સંબંધિત અન્ય કાર્યો જેવા કે હવન, યજ્ઞમાં પણ આ મંત્રોનો જાપ કરવો અનુકુળ રહેશે.
મંત્ર જાપ કરતાં સમયે વ્યક્તિએ શુદ્ધ મન સાથે સંપૂર્ણ ધ્યાન ધરીને મંત્ર જાપ કરવા. મંત્રજાપની આ વિધિમાં વ્યક્તિએ જાપ કરતા સમયે સૂર્યદેવનું ધ્યાન ધરવું જોઇએ.
મંત્ર જાપ કરતા સમયે એકાગ્રતા રાખવી આવશ્યક છે સાથે મંત્રજાપ પૂર્ણ થાય પછી જ ઉઠવું જોઇએ. દાન
સૂર્યની વસ્તુઓથી સ્નાન કરવાથી તેમજ સૂર્યની વસ્તુઓનું દાન કરવાથી પણ સૂર્યના અનિષ્ટ ફળથી બચી શકાય છે.
સૂર્યનું દાન કરવાની વસ્તુઓમાં તાંબુ, ગોળ, ઘઉં, મસૂરની દાળ વગેરેનો સમાવેશ થાય છે.
આ દાન દર રવિવારે કે સૂર્ય સંક્રાન્તિના દિવસે કરવામાં આવે છે.
સૂર્ય ગ્રહના દિવસે પણ સૂર્યની વસ્તુઓનું દાન કરવું લાભદાયી બની રહેશે.
આ ઉપાય સાથે બધી વસ્તુઓનું દાન પણ કરી શકાય છે.
દાન કરતી વખતે વસ્તુઓનું વજન તમારા સામર્થ્ય અનુસાર લઇ શકો છો.
દાન કરવાની વસ્તુઓને વ્યક્તિ પોતાના પૈસાથી ખરીદીને કરે એ વધુ ઉત્તમ છે.
દાન કરતા સમયે વ્યક્તિએ સૂર્ય ભગવાનમાં પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ રાખવો જોઇએ. આસ્થામાં જો અવિશ્વાસ આવ્યો તો દાનનું પૂર્ણ ફળ કે શુભ ફળ પ્રાપ્ત નહીં થાય.