Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ

|

Sep 08, 2021 | 11:57 AM

ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા જોઈએ. લાલ અને પીળા વસ્ત્ર પહેરવા શુભ મનાય છે.

Ganesh Chaturthi 2021: આ ગણેશ ચતુર્થીએ કેવી રીતે કરશો વક્રતુંડના વધામણા ? જાણો ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત અને વિધિ
શુભ મુહૂર્તમાં શુદ્ધ ભાવ સાથે કરો વક્રતુંડના વધામણા

Follow us on

લેખકઃ ધાર્મિકશ્રી જાની, જ્યોતિષાચાર્ય અને પ્રેરક વક્તા

 

ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi) ભગવાન ગણેશનો મહાન તહેવાર, ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ ઉજવવામાં આવે છે. તમામ દેવતાઓના પ્રથમ આરાધ્ય ભગવાન ગણેશની પૂજા અને પ્રસન્નતાનો આ તહેવાર આ વર્ષે શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ ઉજવવામાં આવી રહ્યો છે.

આ દિવસે ગણપતિ બાપ્પાને બિરાજમાન કરવામાં આવશે અને તેમને 19 સપ્ટેમ્બરે, અનંત ચતુર્દશી પર વિદાય આપવામાં આવશે. 10 દિવસના ગણેશોત્સવને લગતી ઘણી બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. ચાલો, આજે ગણેશ ચુતર્થીમાં મૂર્તિ સ્થાપનના શુભ મુહૂર્ત જાણીએ અને સાથે જ એ પણ જાણીએ કે ગણેશ ચતુર્થી પર શું કરવું અશુભ મનાય છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ગણેશ સ્થાપનના શુભ મુહૂર્ત
શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2021
સવારે 6:23 થી 11:02 સુધી (ચલ, લાભ, અમૃત)
સવારે 11:21 થી બપોરે 01:50 સુધી

ગણેશ ચતુર્થી પૂજા વિધી
⦁ ગણેશ ચતુર્થીના દિવસે સ્નાન કરો, વહેલી સવારે ધ્યાન કરો અને ગણપતિ માટે ઉપવાસ કરવાનું વ્રત લો.
⦁ આ પછી બપોરે, ગણપતિની મૂર્તિ અથવા તેમના ચિત્રને લાલ કપડા પર મૂકો.
⦁ ગંગાજળનો છંટકાવ કર્યા પછી ભગવાન ગણેશનું આહવાન કરો.
⦁ ભગવાન ગણેશને ફૂલ, સિંદૂર, જનોઈ અને દુર્વા (ઘાસ) અર્પણ કરો.
⦁ આ પછી ગણપતિને મોદક લાડુ અર્પણ કરો, મંત્રોચ્ચાર સાથે તેની પૂજા કરો.
⦁ ગણેશજીની કથા વાંચો અથવા સાંભળો, ગણેશ ચાલીસાનો પાઠ કરો અને અંતે આરતી કરો.

શું રાખશો ધ્યાન ?
⦁ ભગવાન ગણેશની કૃપાથી રિદ્ધિ-સિદ્ધિ અને સુખ-શાંતિ પ્રાપ્ત થાય છે. ભગવાન ગણેશની પૂજા કરતી વખતે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ગણેશ ચતુર્થીની પૂજામાં વાદળી અને કાળા કપડા ન પહેરવા જોઈએ. આવી સ્થિતિમાં લાલ અને પીળા વસ્ત્ર પહેરવા શુભ મનાય છે.
⦁ ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે ધ્યાનમાં રાખો કે તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોવી જોઈએ. તે સંપત્તિ અને ગૌરવ લાવે છે.
⦁ ભગવાન ગણેશની પૂજામાં તુલસીના પાન ન ચઢાવવા જોઈએ. એવું માનવામાં આવે છે કે તુલસીએ ભગવાન ગણેશને લંબોદર અને ગજમુખ કહીને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેના કારણે ભગવાન ગણેશે તેમને શ્રાપ આપ્યો હતો.
⦁ ભગવાન ગણેશની પૂજા કરતી વખતે શેરડી અને બુંદીના લાડુ અર્પણ કરો.
⦁ આ સિવાય ગણેશ સ્થાપનની પૂજામાં નવી મૂર્તિનો જ ઉપયોગ કરો અને જૂની મૂર્તિનું વિસર્જન કરો.
⦁ ભગવાન ગણેશની બે મૂર્તિઓ પણ ઘરમાં ક્યારેય ન રાખવી જોઈએ.
⦁ જો ભગવાન ગણેશની મૂર્તિની નજીક અંધારું હોય તો તેને ન જોવી જોઈએ. અંધારામાં ભગવાનની મૂર્તિ જોવી અશુભ મનાય છે.

ગણેશ વિસર્જનનું મુહૂર્ત
રવિવાર, 19 સપ્ટેમ્બર, 2021
સવારે 07:58 થી બપોરે 12:32 સુધી (ચલ, લાભ, અમૃત)
બપોરે 02:04 થી 03:35 સુધી (શુભ)
સાંજે 06:38 થી રાત્રે 11:04 સુધી (શુભ, અમૃત, ચલ)
મધ્યરાત્રિએ 02:01 થી 03:30 સુધી (લાભ)

 

આ પણ વાંચો : લંબોદરને પસંદ છે પાંદડાની લીલાશ ! જે પૂર્ણ કરશે તમારી સઘળી આશ !

આ પણ વાંચો : તમને ખબર છે કેમ ગણેશ પૂજામાં અર્પણ નથી થતું તુલસીનું પાન ?

Next Article