Bhakti: મા બહુચરે કેવી રીતે રાખી ભક્ત વલ્લભની લાજ ? જાણો માગશર સુદ બીજનો મહિમા

|

Dec 05, 2021 | 9:45 AM

વિશ્વમાં જ્યાં પણ મા બહુચરનું ધામ હશે ત્યાં માગશર સુદ બીજના દિવસે માને ચોક્કસથી રસ રોટલીનો ભોગ લગાવાય જ છે. અને પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચાય છે. માગશર સુદ બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે એક અત્યંત અત્યંત રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે.

Bhakti: મા બહુચરે કેવી રીતે રાખી ભક્ત વલ્લભની લાજ ? જાણો માગશર સુદ બીજનો મહિમા
જય મા બહુચરા

Follow us on

શું શિયાળામાં તમે ક્યારેય કેરીનો રસ (keri no ras) ખાધો છે ? રસ ખાવાની વાત જવા દો, શું તમે કેરી જોઈ પણ છે ખરી ? તમને એમ થતું હશે કે અમે આવું બધું શા માટે પૂછી રહ્યા છીએ. પણ, મા બહુચરના (mata bahuchara) ભક્તો તો જાણતા જ હશે, કે અમે આવું શા માટે પૂછી રહ્યા છીએ ! કારણ કે આ કેરીના રસ અને રોટલીના જમણ (ras rotli) સાથે જ તો જોડાયેલો છે મા બહુચરનો સૌથી મોટો પરચો. અને માએ આ પરચો પૂર્યો હતો માગશર સુદ બીજના દિવસે.

તા- 5 ડિસેમ્બર, 2021ને રવિવારના રોજ માગશર સુદ બીજના મહાઉત્સવનો અવસર છે. માગશર સુદ બીજના દિવસે મા બહુચરના દર્શનનો સવિશેષ મહિમા છે. કારણ કે આ એ જ દિવસ છે કે જે દિવસે તેમના પરમ ભક્તની લાજ રાખવા મા બહુચરે સ્વયં ભક્તનું જ રૂપ ધારણ કર્યું હતું ! એટલું જ નહીં, ભર શિયાળે માએ કેરીના રસથી આખી નાત પણ જમાડી હતી !

વિશ્વમાં જ્યાં પણ મા બહુચરનું ધામ હશે ત્યાં માગશર સુદ બીજના દિવસે માને ચોક્કસથી રસ રોટલીનો ભોગ લગાવાય જ છે. અને પછી તેને જ પ્રસાદ રૂપે ભક્તોને વહેંચાય છે. માગશર સુદ બીજે આ પ્રસાદ આપવાની પ્રથા કેવી રીતે શરૂ થઈ તેની સાથે એક અત્યંત રસપ્રદ પ્રસંગ જોડાયેલો છે. આવો આજે તે પ્રસંગ જાણીએ.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

અમદાવાદના ગીતામંદિર રોડ પર નવાપુરાના જૂના બહુચરધામ આવેલું છે. માગશર સુદ બીજના અવસરે અહીં દર્શનનો સવિશેષ મહિમા છે. કારણ કે આ જ સ્થાન પર માએ તેમના ભક્ત વલ્લભ અને ધોળાની લાજ રાખી હતી. દંતકથા અનુસાર મેવાડા બ્રાહ્મણ એવાં વલ્લભ ભટ્ટ અને તેમના ભાઈ ધોળાને તેમની જ્ઞાતિના બ્રાહ્મણોએ એકવાર મેણું માર્યું કે, “અરે વલ્લભધોળા ! જ્ઞાતિ ભોજનમાં આવીને જમી તો જાવ છો. પણ, ક્યારેક તમેય જ્ઞાતિભોજન કરાવો.”

વલ્લભ ભટ્ટ હજુ કંઈ સમજે અને કંઈ બોલે તે પહેલાં જ એક બ્રાહ્મણ બોલી ઉઠ્યા કે, “અરે વલ્લભજી તો આખીયે નાતને જમાડશે. અને એય પાછું આ માગશર સુદ બીજે રસ-રોટલીનું જમણ કરાવશે.” જ્ઞાતિજનોએ સામેથી જ નાત માટેનો દિવસ અને ભોજન સામગ્રી નક્કી કરી દીધી. વલ્લભ ભટ્ટને ચિંતા સતાવવા લાગી કે હવે કરવું શું ? પણ, જેના માથે સ્વયં મા બહુચરાનો હાથ હોય તેના જીવનમાં ભલાં શું અશક્ય હોવાનું !

રસ-રોટલીનો પ્રસાદ

માગશર સુદ બીજનો દિવસ આવ્યો. વલ્લભ ભટ્ટને થયું કે હું તો ગરીબ બ્રાહ્મણ અને એમાંય ભર શિયાળે કેરીનો રસ ક્યાંથી આવે. બપોરનો સમય થયો. વલ્લભજી તો મંદિરમાંથી નીકળી સાબરમતી નદીના કિનારે પહોંચ્યા. અને માના નામનું સ્મરણ કરવા જ લીન થઈ ગયા. કહે છે કે તે સમયે મા બહુચર સ્વયં વલ્લભ રૂપે અને નારસીંગ દાદા ધોળા રૂપે નવાપુરાની ભૂમિ પર આવ્યા. અને મેવાડા બ્રાહ્મણની આખીયે નાતને રસરોટલીનું જમણ કરાવ્યું. લોકોએ તો વલ્લભધોળાની મજાક કરવા રસની માંગ મૂકી હતી. પણ, માએ તો સ્વયં ભક્તનું રૂપ ધરી ભક્તની લાજ રાખી.

નાત જમીને પાછી ફરી ત્યારે તેમને વલ્લભધોળા સામે મળ્યા. અને આખીયે ઘટનાની જાણ થઈ. વલ્લભધોળાએ મા બહુચરનો આભાર માન્યો. તો બીજી તરફ જ્ઞાતિજનોએ તેમની ભૂલ બદલ વલ્લભધોળાની માફી માંગી. અને તે ખરેખર માના પરમ ભક્ત હોવાનો સ્વીકાર કર્યો.

ભક્તની લાજ રાખવા જે દિવસે દેવી ભક્તના જ રૂપે આ ભૂમિ પર પધાર્યા તે દિવસ હતો માગશર સુદ બીજનો. અને એ જ કારણ છે કે આ દિવસે ગુજરાતના મોટાભાગના બહુચરધામમાં મહાઉત્સવનું આયોજન થાય છે. અને માને રસરોટલીનો ભોગ લગાવી તેને પ્રસાદ રૂપે વહેંચવામાં આવે છે.

આ પણ વાંચો : આખરે ક્યાં જાય છે ગંગામાં વિસર્જન કરેલી રાખ ? જાણો શું છે ધાર્મિક માન્યતા અને તેનું વૈજ્ઞાનિક કારણ

આ પણ વાંચો : ભગવાન શિવના રૂદ્રાક્ષને ધારણ કરતા પહેલા જાણી લો તેના માટેના જરૂરી નિયમો

Next Article