Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 28 ઓક્ટોબર: સમય અનુસાર તમારા વર્તનમાં બદલાવ લાવવો પણ જરૂરી છે, ક્યારેક તમારી શંકા કરવાની વૃત્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય

Aaj nu Rashifal: વધુ પડતા કામને કારણે તમે થાક અને નબળાઈ અનુભવશો. સમયાંતરે આરામ કરવો પણ જરૂરી છે.

Horoscope Today: દૈનિક રાશિફળ, કન્યા 28 ઓક્ટોબર: સમય અનુસાર તમારા વર્તનમાં બદલાવ લાવવો પણ જરૂરી છે, ક્યારેક તમારી શંકા કરવાની વૃત્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય
Horoscope Today Virgo
| Edited By: | Updated on: Oct 28, 2021 | 6:23 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો ફ્રેંડલી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: આજનો દિવસ ઘરની જાળવણી અને સફાઈ સંબંધિત કાર્યોમાં પસાર થશે, જો કોઈ સરકારી કામ અટકેલું છે તો તેને પૂર્ણ કરવા માટે આજનો યોગ્ય સમય છે. જો તમામ પ્રકારના સંબંધો સુધરશે તો ચારેબાજુથી ખુશીનો અનુભવ થશે.

સમય અનુસાર તમારા વર્તનમાં બદલાવ લાવવો પણ જરૂરી છે. ક્યારેક તમારી શંકા કરવાની વૃત્તિ તમારા માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તેથી તમારી વિચારસરણી સકારાત્મક રાખો. જૂની મિલકત સંબંધિત સમસ્યાઓ ફરી ઉભી થશે.

કાર્યસ્થળમાં નાણાંકીય લાભ મેળવવા માટે કરાયેલા નવા કરાર વિકસિત થશે. અને નવી યોજનાઓ બનશે. અટકેલા કામ પણ થશે. કોઈપણ નવું કાર્ય શરૂ કરતા પહેલા તમારે ઘરના અનુભવી લોકોની સલાહ જરૂર લેવી. મલ્ટીનેશનલ કંપનીઓમાં કામ કરતા લોકોને પ્રમોશન મળવાની સંભાવના છે.

લવ ફોકસ- વૈવાહિક સંબંધો મધુર રહેશે. પરંતુ વિજાતીય મિત્રો સાથે વધુ મેલ-મિલાપ પરસ્પર સંબંધોમાં સમસ્યાઓ ઊભી કરી શકે છે.

સાવચેતી- વધુ પડતા કામને કારણે તમે થાક અને નબળાઈ અનુભવશો. સમયાંતરે આરામ કરવો પણ જરૂરી છે.

લકી કલર – કેસરી
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 5