Horoscope Today : દૈનિક રાશિફળ કન્યા 07 ઓગષ્ટ: વેપાર સંબધિત સમસ્યાનું આજે નિરાકરણ આવી શકે, વિવાહિત જીવન મધુર રહેશે

Aaj nu Rashifal: કોઈ પણ જગ્યાએ રોકાણ કરવા અથવા કોઈપણને નાણાં આપતા પહેલા કાળજી પૂર્વક વિચારી લેવું.

Horoscope Today : દૈનિક રાશિફળ કન્યા 07 ઓગષ્ટ: વેપાર સંબધિત સમસ્યાનું આજે નિરાકરણ આવી શકે, વિવાહિત જીવન મધુર રહેશે
Horoscope Today
| Edited By: | Updated on: Aug 07, 2021 | 6:31 AM

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કન્યા: ગ્રહોનું પરિભ્રમણ આપના માટે લાભકારક સાબિત થશે. ઉપરાંત ઘરના વડિલની સલાહ અને માર્ગદર્શન તમારા માટે શુભ રહેશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ સમય વિતાવીને તમે તાજગી અનુભવશો.

કોઈ પણ જગ્યાએ રોકાણ કરવા અથવા કોઈપણને નાણાં આપતા પહેલા એક કાળજી પૂર્વક વિચારી લેવું. ભાવનાઓમાં આવીને તમે પોતાને નુકસાન પહોંચાડી શકો છો. માતા-પિતાના આત્મ સન્માનને કોઈ પણ રીતે ઠેસ ન પહોંચે તેની કાળજી રાખવી.

થોડા સમયથી ચાલતી ધંધાની સમસ્યાનું આજે નિરાકરણ આવી શકે છે. આજે અચાનક કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થશે અને કેટલીક વ્યવસાયિક માહિતીની આપ-લે પણ થશે.

લવ ફોકસ- વિવાહિત જીવન મધુર રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજો ઉભી ન થવા દો. એકબીજાની ભાવનાઓને માન આપો.

સાવચેતીઓ- ગળામાં દુખાવો, અથવા ચામડીને લાગતાં રોગ વધી શકે છે. પરંપરાગત સારવારને વિશેષ મહત્વ આપો અને સાવચેતી રાખો.

શુભ રંગ – લીલો
શુભ અક્ષર – વ
ફ્રેંડલી નંબર – 5